મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર વિસનગર પંથકમાં ડબ્બા ટ્રેડિગ ફૂલ્યો ફાલ્યો છે. ત્યારે આ ગેરકાયદેસર ચાલતા ડબ્બા ટ્રેડિગના માસ્ટર માઈન્ડ એવા ઠાકોર સેધાજી જેસગજીને મહેસાણા એલસીબી ટીમે અમદાવાદની એક હોસ્પિટલમાંથી દબોચી લીધો છે. મહેસાણા જિલ્લામાં આવેલા વડનગર વિસનગર પંથકમાંથી અવારનવાર ડબ્બા ટ્રેડિગ કરતા યુવકો ઝડપાતા આવ્યા છે. ત્યારે આજે મહેસાણા એલસીબી ટીમે બાતમી આધારે મુખ્ય સૂત્રધારને દબોચી લીધો છે. આરોપી ઠાકોર સેધાજી ઘણા સમયથી વોન્ટેડ હતો જે આરોપી પથરીની સારવાર કરાવવા અમદાવાદ કે.ડી હોસ્ટેલમાં આવ્યો હોવાની બાતમી મહેસાણા એલસીબી ટીમને થતા ટીમે હોસ્ટેલમાં રહેલા ડબ્બા ટ્રેડિગ ના મુખ્ય સૂત્રધારને ઝડપી મહેસાણા લાવી કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગતા કોર્ટ 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. મૂળ ગોઠવા કંકુપુરાના રહેવાસી ઠાકોર સેધાજી 2017 થી 2019 સુધી વિસનગર ખાતે હિમાંશુ ઉર્ફ પિન્ટુ ભાવસાર ના ત્યાં દલાલ સ્ટોકમાં કોલર તરીકે નોકરી કરતો હતો. આરોપી પોતે થતા પોતાના માણસો પાસે માર્કેટ પલ્સ નામની એપ મારફતે શેરબજારમાં વધ ઘટ જોઇ શ્યામ રિસર્ચ કંપની રાજકોટ ના એડવાઇઝર થતા અન્ય સેર બજારના દલાલ તરીકે ખોટી ઓળખ આપી ગ્રહકો પાસે ઠગાઈ કરતા હતા.આરોપી પોતે અન્ય સાગરીતો ને મોબાઇલ નબર ની લીડ પુરી પાડતો હતો.આરોપી સામે ડબ્બા ટ્રેડિગ ના 5 ગુન્હા અને અન્ય ઘરફોડ ચોરીના ગુન્હા નોંધાયા છે.