વિવાદાસ્પદ ટીવી શો ‘બિગ બોસ 18’માં આ વખતે ઘણી નવી વસ્તુઓ જોવા મળી રહી છે. શોના હોસ્ટથી લઈને ઘરની ડિઝાઈનમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે મેકર્સે ‘બિગ બોસ 18’ના સેટ પર સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. બિગ બોસના મેકર્સ પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ અંતર્ગત સેટ પર પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હવેથી કોઈ પણ કન્ટેસ્ટન્ટ કે ક્રૂ મેમ્બર સેટ પર પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ નહીં કરે. 800 ક્રૂ મેમ્બર્સ પ્લાસ્ટિકની બોટલોને બદલે સ્ટીલની બોટલનો ઉપયોગ કરશે, જે અંદાજે 7,50,000 પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ ટાળશે. આ સાથે સેટ પર વોટર ડિસ્પેન્સર લગાવવામાં આવ્યા છે અને ગેસ્ટ અને ક્રૂ માટે બાયોડિગ્રેડેબલ પેપર કપ આપવામાં આવ્યા છે. આ પગલાથી પ્લાસ્ટિકનો કચરો તો ઘટશે જ, પરંતુ મનોરંજન ઉદ્યોગમાં સસ્ટેનેબલની દિશામાં પણ એક સકારાત્મક પગલું સાબિત થશે. ‘બિગ બોસ 18’માં એડિન રોઝની એન્ટ્રી એડિન રોઝ ‘બિગ બોસ 18’માં તેની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે હંગામો મચાવવા માટે તૈયાર છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતી વખતે, એડિને વિવિયનના વલણ, તેના ગુસ્સાની સમસ્યા અને ઘરના સંબંધો વિશે તેમનો અભિપ્રાય શેર કર્યો. કોણ છે એડિન રોઝ?
દુબઈમાં જન્મેલી એડિન રોઝ ઈન્સ્ટાગ્રામ મોડલ બનેલી અભિનેત્રી છે. તે એલ્ટ બાલાજીના શો ‘ગંદી બાત’ સિઝન 4 માં તેની ભૂમિકા માટે વધુ જાણીતી છે. એડિન રોઝની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. મને લાગ્યું કે મેકર્સ મારી સાથે મજાક કરી રહ્યા છે
જ્યારે એડિનને પૂછવામાં આવ્યું કે જ્યારે તેનો શો માટે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેની પ્રથમ પ્રતિક્રિયા શું હતી, તો તેણે કહ્યું, ‘સાચું કહું તો પહેલા તો હું તેના પર વિશ્વાસ ન કરી શકી. મેં ઈન્ડસ્ટ્રીમાં નામ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને ઈન્ટરનેશનલ લેવલે મારું નામ બનાવ્યું છે. પરંતુ ભારતમાં ‘બિગ બોસ’થી મોટું કોઈ પ્લેટફોર્મ નથી. જ્યારે મને શો માટે અપ્રોચ કરવામાં આવી ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત હતી. આ મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. , આ પણ વાંચો….. સલમાનની ફટકાર બાદ અશનીરના સૂર બદલાયા:પહેલાં માફી માગી, હવે 6 પોઇન્ટમાં ‘બિગ બોસ’ની પોલ ખોલી સલમાનની ફટકાર બાદ અશ્નીરના સૂર બદલાયા શોમાં અશનીરે સલમાનની સામે પોતાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે કદાચ વીડિયો યોગ્ય રીતે બતાવવામાં આવ્યો નથી. આ માટે તેણે સલમાનની માફી પણ માગી હતી. પરંતુ વીકએન્ડ વોર ખતમ થયા પછી, અશનીરસલમાનની સામે જે કંઈ કહી શક્યો ન હતો, તેણે X પર લખ્યું અને પોસ્ટ કર્યું.સંપૂર્ણ સમાચાર વાંચો…..