back to top
Homeગુજરાત'યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો':ભાજપ કોર્પોરેટરના દીકરાની હત્યા થઈ જાય ને કંઈ...

‘યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો’:ભાજપ કોર્પોરેટરના દીકરાની હત્યા થઈ જાય ને કંઈ કરી શકતા નથી, તમારી સત્તા છતાં ભીખ માંગો છો: જૈન મુનિ સૂર્યસાગર મહારાજ

વડોદરા શહેરમાં ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર (રાજા)ના પુત્ર તપન પરમારની હત્યા બાદ વડોદરા હાલોલ રોડ પર આવેલા આશ્રમમાં રહેતા જૈન મુનિ સૂર્યસાગર મહારાજનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે, અરે તમે લાશ ઉપર નાટક કરી રહ્યા છો. શું તમારી પાસે તાકાત નથી? તમારી પાસે રાજ્ય સત્તા હોવા છતાં તમે આ નાટક કરી રહ્યા છો તો તમારી સત્તા છોડી દેવી જોઈએ, તમને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. અરે તમે એક લાશ ઉપર નાટક કરી રહ્યા છો
જૈન મુનિ સૂર્યસાગર મહારાજે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પોલીસ તંત્ર નકામું થઈ ગયું છે. અહીં બળાત્કાર અને હત્યાઓ થઈ રહી છે, પરંતુ તેઓ કંઈ કરી રહ્યા નથી. અહીં ભાજપની સત્તા છે પરંતુ, ભાજપના જ કોર્પોરેટરના દીકરાની હત્યા થઈ જાય છે. પરંતુ તેને ન્યાય મળી રહ્યો નથી. આ લોકો ત્યાં જઈને પોલીસ સ્ટેશન બહાર ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. અરે તમે એક લાશ ઉપર નાટક કરી રહ્યા છો. શું તમારી પાસે તાકાત નથી? તમારી પાસે રાજ્ય સત્તા હોવા છતાં તમે આ નાટક કરી રહ્યા છો તો તમારે સત્તા છોડી દેવી જોઈએ, તમારે સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. સન્યાસીઓ કંઈ બોલે તો ફોન કરીને ધમકાવે છે
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા સાંભળવામાં તો એવું પણ આવ્યું છે કે, એક નેતા એવું કહે છે કે ડીસીપીને લાફો મારી દો, આ કેવી રાજનીતિ તમે કરી રહ્યા છો. તમારામાં ક્ષમતાના હોય તો રાજકારણમાંથી સંન્યાસ લઈ લો. અમારા જેવા સન્યાસીઓ કંઈ બોલે તો ફોન કરીને ધમકાવે છે. તું મારું કઈ કરી શકતો નથી એ ધ્યાન રાખજે. ક્યારેક હું કે મારો યોગ્ય શિષ્ય સત્તામાં આવશે. ત્યારે એ દેખાડશે કે સત્તા કેવી રીતે ચલાવાય છે અને આ જેહાદીઓ પર અંકુશ કેવી રીતે લગાવાય. યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો
તેઓએ ઉમેર્યું હતું કે, પોલીસની સામે હત્યા થઈ ગઈ, પરંતુ હજી સુધી કંઈ પણ થયું નથી. વરસાદના સમયમાં પૂરની સ્થિતિમાં 15 લોકો માર્યા ગયા હતા. એ વખતે આ લોકોએ ધરણા પ્રદર્શન કર્યા નહોતા, પરંતુ લાશ પર રાજનીતિ કરે છે. આ હિસ્ટ્રીશિટરને મારવાની તમારામાં તાકાત નથી. પોલીસ પાસે એન્કાઉન્ટરની માગ કરે છે. તમારી સત્તા છે અહીં, તેમ છતાં ભીખ માંગો છો. યોગી આદિત્યનાથ પાસેથી કંઈક શીખો. એ મહાન વ્યક્તિ પાસેથી કંઈક શીખો. આ પણ વાંચો: ‘ભાજપના લોકો જ ભાજપનું પતન કરશે’ કોણ છે જૈન મુનિ સૂર્યસાગર મહારાજ
દિગંબર જૈન મુનિ સૂર્યસાગર મહારાજ મૂળ મહારાષ્ટ્રના છે અને છેલ્લાં 16 વર્ષથી વડોદરા-હાલોલ રોડ પર આવેલા બાસ્કા ગામ પાસે આવેલા આશ્રમમાં રહે છે અને તપસ્યામાં હંમેશાં લીન રહે છે. તેઓ પોતાની આકરી વાણી માટે જાણીતા છે. તેઓએ પોતાનાં ભાષણોને લઈને એકવાર વિવાદમાં પણ આવી ચૂક્યા છે અને જેને લઈને તેમની સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલાં વડોદરામાં પૂર આવ્યું, ત્યારે પણ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં તેઓએ ભાજપના રાજનેતાઓ અને બિલ્ડરોની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, શહેર પ્રમુખ વિજય શાહ જેવા લોકો જ ભાજપનું પતન કરશે, વડોદરામાં આવેલાં 35 તળાવો કે, જેમાં વરસાદી પાણી વહી જતું હતું તે વડોદરાના રાજકારણીઓએ બિલ્ડરોને ખવડાવી દીધાં છે. આ ઉપરાંત તેમણે ધારાસભ્ય મનીષા વકીલ, પૂર્વ મેયર ભરત ડાંગર અને વિધાનસભાના દંડક બાળુ શુક્લાની પણ આકરી ઝાટકણી કાઢી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments