નેશનલ ક્રશ રશ્મિકા મંદન્નાનો એક જૂનો વીડિયો હાલમાં જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયોમાં રશ્મિકા સગાઈ કરતી જોવા મળી રહી છે. ખરેખર, આ વીડિયો 8 વર્ષ જૂનો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ રક્ષિત શેટ્ટી સાથે સગાઈ કરતી જોવા મળી રહી છે. સગાઈ પછી બંને પોતાની વીંટી ફ્લોન્ટ કરતાં જોવા મળે છે. પહેલી ફિલ્મના કો-સ્ટાર સાથે સગાઈ કરી
રશ્મિકાએ 2016માં રક્ષિત શેટ્ટી સાથેની કન્નડ ફિલ્મ ‘કિરિક પાર્ટી’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. બંનેએ ફિલ્મના શૂટિંગ દરમિયાન ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને 3 જુલાઈ 2017ના રોજ સગાઈ કરી લીધી. સગાઈના સમયે રશ્મિકા માત્ર 21 વર્ષની હતી અને રક્ષિત શેટ્ટીની ઉંમર 34 વર્ષની હતી. બંનેની ઉંમરમાં લગભગ 13 વર્ષનું અંતર હતું. વર્ષ 2018માં આ સંબંધ તૂટી ગયો હતો
રશ્મિકા અને રક્ષિતનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. સગાઈના એક વર્ષ પછી, સપ્ટેમ્બર 2018 માં તેમની સગાઈ તૂટી ગઈ. બંનેએ તેમના સંબંધો તૂટવા પાછળના કારણ વિશે ક્યારેય કશું જણાવ્યું નથી. અમે બંને હજુ પણ સંપર્કમાં છીએ – રક્ષિત
રશ્મિકા અને રક્ષિતના સંબંધોનો અંત આવી ગયો છે પરંતુ બંને હજુ પણ એકબીજાના સંપર્કમાં છે. રક્ષિતે એકવાર ઈન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘હું અને રશ્મિકા ક્યારેક એકબીજાને મેસેજ કરીએ છીએ. જ્યારે પણ અમારી કોઈ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે અમે એકબીજાને શુભેચ્છા પાઠવીએ છીએ. રશ્મિકા ‘પુષ્પા-2’માં જોવા મળશે
રશ્મિકાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ 6ઠ્ઠી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ ફરી એકવાર શ્રીવલ્લીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સાઉથનો સુપરસ્ટાર અલ્લુ અર્જુન લીડ રોલમાં છે. નામ વિજય દેવરાકોંડા સાથે જોડાયેલું છે
રશ્મિકા મંદન્નાનું નામ સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડા સાથે લાંબા સમયથી જોડાયેલું છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અને તેમના ચાહકો આ જોડીને ખૂબ પસંદ કરે છે કોણ છે રક્ષિત શેટ્ટી?
રક્ષિત શેટ્ટી એક એક્ટર અને ફિલ્મ નિર્માતા છે, તેમની ફિલ્મ ‘રિચર્ડ એન્થોનીઃ લોર્ડ ઓફ ધ સી’ 29 નવેમ્બરે સિનેમાઘરોમાં રીલિઝ થઈ રહી છે. તે આ ફિલ્મમાં મુખ્ય એક્ટર છે અને તેણે આ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે. તે જ સમયે, વર્ષ 2022 માં, રક્ષિત શેટ્ટીને ફિલ્મ ‘777 ચાર્લી’ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો.