નરેશભાઈ પરસોતભાઈ સાગઠીયા (ઉ.વ.25) એ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પોતે તેના પિતા છેલ્લાં એક મહિનાથી ગામડે ખેતીકામ માટે ગયા. ફરિયાદી અને તેની માતા ગામડે ઘરે રહેતાં હતાં. ગત તા.10.11.2024 ના રોજ ફરિયાદી તથા તેમના મમ્મી ભાવનાબેન ઘરને તાળુ મારી અમદાવાદ ખાતે તેમના બહેનના ઘરે રોકાવા માટે ગયેલ હતાં અને ઘરનુ ધ્યાન રાખવા માટે તથા ફુલ છોડને પાણી પાવા માટે મારા મામી સવિતાબેન જેન્તીભાઇ ચાવડાને કહેલ હતુ અને તેમને અમારા ઘરની ડેલીના તાળાની ચાવી આપેલ હતી. બાદ ગઈ કાલે હું અમદાવાદ મારા બહેનના ઘરે હતો ત્યારે મને મારા મામી સવિતાબેનનો મને ફોન આવેલ અને કહેલ કે તમારા ઘરનો મેઇન દરવાજાનુ તાળુ તુટેલ છે તેમજ સામાન વેર વિખેર પડેલ છે. જેથી અમે અમદાવાદથી અમારા ઘરે આવેલ અને અમારા ઘરે આવી જોયુ તો અમારા ઘરના દરવાજાનું તાળુ તુટેલ હતુ તેમજ અમારા બંન્ને રૂમનો સામાન વેર વિખેર હાલતમા પડેલ હતો અને અમારા ઘરના રૂમમાં કબાટમાં રાખેલ તીજોરી ખુલેલી હાલતમાં હોય જે તીજોરીમાંથી રોકડા 80000, એક જોડી સોનાની પટ્ટીવાળા પાટલા, ચાર સોનાની બંગડી, બે પેંડલ, એક જોડી બુટ્ટી, સોનાના દાણા સહિત કુલ રૂ.1,90, 500ની ચોરી થઈ હતી. જે અંગે કુવડવા રોડ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આઇટી એકટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટી શેરી નં.4માં રહેતા ઇમિટેશનના કારીગર ઇમરાન યુનુસભાઇ ધાનાણી(ઉ.વ.34) નામના યુવાને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઇન્સ્ટાગ્રામ પર ઇમરાન કસીશ નામના આઇડીનો ઉપયોગ કરે છે. જુન 2024 માં તેને માસીયાઇ ભાઇ ઇર્શાદ ડાંગસીયાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે,મારી ઇન્સ્ટાગ્રામ આઇડી પર અજાણી આઇડી ઇરફાન 0000 પરથી રિકવેસ્ટ આવી હતી જે આઇડીમાં તારો અને તારી ગર્લફ્રેન્ડનો ફોટો રાખેલ હતો. જેથી મેં રિકવેસ્ટ સ્વીકારતા તારો ફોટો પોસ્ટ કરી તેમાં બિભત્સ શબ્દો લખ્યા હતાં. જેથી યુવાને ચેક કરતા કોઇ શખસે ફેક આઇડી બનાવી તેમાં યુવાનની જાણ બહાર તેનો અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો પ્રોફાઇલ એકાઉન્ટમાં રાખી તે ફોટો પોસ્ટ કરી તેમજ ફોરવર્ડ કર્યો હતો અને બિભત્સ શબ્દો લખ્યા હતાં. આમ કોઇ અજાણી વ્યકિતીએ ઇન્સ્ટાગ્રામ પર ઇરફાન 0000 નામની ફેક આઇડી બનાવી યુવાન અને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી યુવાનના સંબંધીઓને આ ફોટો મોકલી બિભત્સ લખાણ લખ્યું હોય જેથી યુવાને આ અંગે સાઇબર ક્રાઇમ હેલ્પ લાઇનમાં અરજી કર્યા બાદ આ બાબતે ફરિયાદ કરતા સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આઇટી એકટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પાલતુ શ્વાનને બાંધી માર મારતા નોંધાઈ ફરિયાદ મનોજભાઈ માવજીભાઈ (ઉ.વ.46) વણોલે ફરિયાદમાં જણાવ્યું કે, હું ઓટો રિક્ષા ચલાવું છું. મેં રાજકોટ ખાતે આશરે દોઢ વર્ષનું એક કુતરુ પાડેલ. તે શ્વાનને એક મહીના પહેલા વિસામણ લઈ ગયો હતો. અહીં જુના વણકર વાસમાં રામદેવપીરના મંદીર પાસે રાહુલ નાગજીભાઈ ડાંગરને ત્યા આ શ્વાન સાચવવા મુક્યાવેલ. જે પછી ગઈ તા.20.11.2024ના બપોરના 3 વાગ્યે રાહુલનો ફોન આવેલ કે, તમારા કૂતરાને ઘર પાસે બાંધી મોહન કાનાભાઈ ડાંગર ધોકાથી માર મારી રહ્યો છે. જેનો વીડિયો મને મોકલ્યો હતો. હું તુરંત વિસામાણ આવ્યો પણ મારું કૂતરું ત્યાં જોવા મળેલ નહીં. જેથી મેં પડધરી પોલીસમાં અરજી કરી હતી. રાજકોટ હતો ત્યારે બાદમાં મને દિલીપભાઈ ડાંગરનો ફોન આવેલ કે, શ્વાન પાછુ આવી ગયું છે. મેં ત્યાં જઈ જોતા મારા કુતરાને મોઢામાં નાકની ઉપર તથા શરીરે મુઢ ઈજાઓ હતી જે પછી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.