સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને અસામાજીક પ્રવૃતિ-ગુનાખોરીને ડામવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં વહેલી સવારે 2થી 5 વાગ્યા વાગ્યા દરમિયાન એકમાત્ર ભેસ્તાન વિસ્તારમાં 100થી વધુ પોલીસકર્મીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં 50 જેટલાં હિસ્ટ્રી શીટર લોકોના લિસ્ટ સાથે 1600થી વધુ ઘરોની તપાસ કરવામાં આવી હતી. તો 4 ડ્રોનથી એરિયલ ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં દરમિયાન કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હોવાનું ડીસીપીએ જણાવ્યું છે. પોલીસ 50 લોકોનું લિસ્ટ લઈ તપાસમાં પહોંચી હતી
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે અને અસામાજીક પ્રવૃતિ અને ગુનાખોરીને ડામવા તેમજ ભેસ્તાન વિસ્તારમાં રહેતા અસમાજીક તત્વો વિરુદ્ધમાં પગલા લેવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી છે. જેથી સુરત શહેરના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુખ્યાત ભેસ્તાન આવાસ વિસ્તારમાં DCP ઝોન-2 વિસ્તારના ડીંડોલી, લિંબાયત, ઉધના, ગોડાદરા, સલાબતપુરા પોલીસ સ્ટેશનોના કર્મચારીઓની અલગ-અલગ 7 ટીમો બનાવી આજરોજ 22 નવેમ્બરના સવારે 2 વાગ્યાથી 5 વાગ્યા દરમિયાન કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ પોતાની સાથે એક યાદી લઈને પહોંચી હતી, જેમાં આ વિસ્તારના ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોના નામ હતા. 50થી વધુ હિસ્ટ્રી સિટરની પૂછપરછ કરાઈ હતી. એટલું જ નહીં પોલીસે ચાર ડ્રોનની મદદથી વિસ્તારમાં શંકાસ્પદ જગ્યાઓ પર એરિયલ ચેકિંગ કરી હતી. 1600થી વધુ મકાનોમાં પોલીસની તપાસ કરાઈ
ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ભેસ્તાન આવાસ જે ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે, ત્યાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું. સવારે 2 વાગ્યાથી અમે આ કોમ્બિંગ રાખેલું છે. આ કોમ્બિંગમાં ઝોનના તમામ પોલીસ ઓફિસરની ટીમ બનાવી છે. 100થી વધુ અધિકારી અને કર્મચારીઓ ભેસ્તાન આવાસમાં 1600થી પણ વધારે મકાનોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં જ્યાં હિસ્ટ્રી શિટર, એમસીઆર કાર્ડમાં રજિસ્ટર્ડ લોકોના ત્યાં તપાસ હાથ ધરી છે. એરિયલ ચેકિંગ માટે ડ્રોનનો ઉપયોગ કરાયો
સાથે તેઓએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત અમે ચેકિંગમાં જોયું કે કોઈ પ્રતિબંધિત વસ્તુ છે કે નહીં. ખાસ કરીને આ વિસ્તારના એરિયલ વ્યુ માટે, એરિયલ ચેકિંગ માટે ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે. આ સાથે અમે વાહન ચેકિંગ અને બહારની બાજુ આખો વિસ્તાર કોર્ડન કરી આખા વિસ્તાર ચેકિંગ હાથ ધર્યું હતું. કેટલાક લોકો મળી પણ આવ્યા છે, જેની પૂછપરછ અમે કરી રહ્યા છે. જે લોકો અમને નથી મળ્યા તેમને ત્યાં અમે આવનાર દિવસોમાં ચેકિંગ કરીશું. આ વિસ્તારના રહેવાસી હોવા છતાં તે સમયે આ લોકો ક્યાં હતા, તે અંગેની પણ પૂછપરછ અમે કરીશું. ચેકિંગ દરમિયાન કરાયેલી કામગીરી