back to top
Homeગુજરાતસુરત સમાચાર:એન્જિનિયર કેતન દેસાઈની હકાલપટ્ટી બાદ કન્સલટન્ટ એજન્સીની કામગીરી પર હાલ બ્રેક,...

સુરત સમાચાર:એન્જિનિયર કેતન દેસાઈની હકાલપટ્ટી બાદ કન્સલટન્ટ એજન્સીની કામગીરી પર હાલ બ્રેક, 96-જગ્યાઓ પરથી બિનજરૂરી બમ્પ દૂર કર્યા

સુરતમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બનેલ ટર્શરી ટ્રીટેડ પાણીના ખેલમાં કાર્યપાલક એન્જિનિયર કેતન દેસાઈની હકાલપટ્ટી બાદ હવે સમગ્ર પ્રકરણમાં શંકાસ્પદ ભૂમિકા નિભાવનાર કન્સલટન્ટ એજન્સીની કામગીરી પર હાલ તુરંત બ્રેક મારી દેવામાં આવી છે. પાલિકાના જ પૂર્વ કર્મચારીએ સંબંધોનો ઉપયોગ કરી ધંધો ધમધમાવ્યો
આ સિવાય વહીવટી તંત્ર દ્વારા કન્સલટન્ટ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલ અન્ય પ્રોજેક્ટસની તપાસ કરવા માટેની પણ તાકિદ કરવામાં આવી છે. જેને પગલે આજે સવારથી જ હાઈડ્રોલિક, સ્ટ્રોમ અને ડ્રેનેજ વિભાગ સહિતનાઝોનમાં ગ્રીન ડિઝાઈન એન્ડ એન્જીનિયરિંગ સર્વિસ પ્રા. લિ. દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વિજિલન્સ તપાસના પ્રાથમિક રિપોર્ટમાં જ આ કન્સલ્ટન્સી દ્વારા અનિયમિતતા થઈ હોવાનું અને શંકાસ્પદ ભૂમિકા ભજવાઈ હોવાનું બહાર આવ્યું હતું. આ વિવાદિત કન્સલ્ટન્સી પાલિકામાંથી જે-તે સમયે VRS લઈ લેનારા આસી.એન્જિનિયર મયંક મિઠાઈવાલા તેના સાથી માજી સીટી ઈજનેર વી.ડી.પટેલ તથા જતીન શાહ, ઈ.એચ.પઠાણ સહિતના પાલિકાના જ પૂર્વ કર્મચારીઓ આણી મંડળીની મદદથી કંપની શરૂ કરી હતી. પાલિકાના જ પૂર્વ કર્મચારી હોય તેના સંબંધોનો ઉપયોગ કરીને વર્ષોથી પોતાનો ધંધો ધમધમાવ્યો હતો. શહેર વિસ્તારમાં ટ્રાફિક નિયમનની પરિસ્થિતિ વધુ સુચારૂ બનાવવા અને લોકોનાં ટ્રાવેલીંગ ટાઇમમાં ઘટાડો થાય તેમજ લોકો સરળતાથી પોતાનાં ગંતવ્ય સ્થળ સુધી પહોંચી શકે તે માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની સિગ્નલ વિભાગની ટીમ સાથે સંકલનમાં રહી પ્રથમ તબક્કામાં- શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારૂ બનશે
​​​​​​​સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગ તેમજ સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં સંયુક્ત ઉપક્રમે કરી કરાવવામાં આવી છે. હવે પછીના બીજા-તબક્કામાં શહેર વિસ્તારની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુચારૂ કરવા સારૂ શહેર વિસ્તારમાં વાહન-ચાલકો / ટ્રાફિકને અડચણરૂપ હોય એવા ડીવાઇડરો તેમજ ચેનલાઇઝરોને બોમ્બે માર્કેટ, લાલ-દરવાજા, લલીતા ચોકડી, સરદાર માર્કેટ, ચારૂ સર્કલ, સાયન્સ સિટી સર્કલ, ધબકાર સર્કલ વિગેરે જગ્યાઓ પરથી દુર કરવામાં આવ્યા છે. આ-સિવાય પણ જે જગ્યાઓ ઉપર રૉડ ડીવાઇડરો તેમજ ચેનલાઇઝરો ટ્રાફિકને અડચણરૂપ હોય, તેની સ્થળ વિઝિટ / આઇડેન્ટીફાઇ કરી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે સંકલનમાં રહી ટ્રાફિક વિભાગ અને કૉર્પોરેશનનાં સંયુક્ત ઉપક્રમે તેવા ડીવાઇડરો તેમજ ચેનલાઇઝરોને તોડવાની / દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેનાં કારણે શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ સુચારૂ બનશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments