આજે 22 નવેમ્બરે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 580 પોઈન્ટના વધારા સાથે 77,750ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 180 પોઈન્ટ વધીને 23,530ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 28માં તેજી અને 2માં ઘટાડો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 47માં તેજી અને 3માં ઘટાડો છે. NSEના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ તેજી સાથે કારોબાર કરી રહ્યા છે. અદાણી ગ્રુપના 10માંથી 8 શેરમાં ઘટાડો ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત આઠ લોકો પર અમેરિકામાં અબજો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લાગ્યા બાદ કેન્યાની સરકારે ગુરુવારે અદાણી ગ્રુપ સાથેની તમામ ડીલ રદ કરવાની જાહેરાત કરી હતી. તેની અસર અદાણી ગ્રુપના શેરમાં જોવા મળી રહી છે. અદાણી ગ્રીન એનર્જીનો શેર સૌથી વધુ 7.34% ઘટ્યો છે. નોંધ: શેરની સ્થિતિ સવારે 09:30 વાગ્યાની છે. વિદેશી રોકાણકારોએ ₹5,320.68 કરોડના શેર વેચ્યા હતા NTPC ગ્રીન એનર્જી IPO માટે બિડ કરવાનો આજે છેલ્લો દિવસ NTPC ગ્રીન એનર્જી લિમિટેડના IPO માટે બિડ કરવાનો આજે છેલ્લો દિવસ છે. આ ઈસ્યુ બે ટ્રેડિંગ દિવસોમાં કુલ 0.99 ગણો સબસ્ક્રાઈબ થયો છે. આ IPO રિટેલ કેટેગરીમાં 2.53 ગણો, ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 0.79 ગણો અને નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 0.36 ગણો સબસ્ક્રાઈબ થયો છે. કંપનીના શેર 27 નવેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે. ગઈ કાલે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું આ પહેલા ગઈકાલે એટલે કે 21 નવેમ્બરે સેન્સેક્સ 422 પોઈન્ટના ઘટાડા સાથે 77,155ના સ્તરે બંધ થયો હતો. તેમજ, નિફ્ટી પણ 168 પોઈન્ટ ઘટીને 23,349ની સપાટીએ બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 ઘટયા હતા અને 10માં તેજી રહી હતી. ન્યૂયોર્કમાં છેતરપિંડી-લાંચના આરોપ બાદ અદાણી એન્ટરપ્રાઈઝના શેર્સ નિફ્ટીમાં સૌથી વધુ 23.44% ઘટ્યા હતા.