back to top
Homeગુજરાતસ્ટેટ GSTના અમદાવાદ, ડાંગ અને નડિયાદમાં દરોડા:બિઝનેસ ટુ કન્ઝ્યુમર સેક્ટરમાં બિલ વિનાના...

સ્ટેટ GSTના અમદાવાદ, ડાંગ અને નડિયાદમાં દરોડા:બિઝનેસ ટુ કન્ઝ્યુમર સેક્ટરમાં બિલ વિનાના વેચાણ કરી વેપારીઓએ 3.53 કરોડની કરેલી કરચોરી ઝડપાઈ

B2C સેક્ટરમાં થતી કરચોરી એટલે કે બિલ વિનાના થતા વેચાણો અટકાવવા માટે ગુજરાત સ્ટેટ જીએસટી વિભાગ સતત કાર્યરત રહે છે. આ દિશામાં સતત લેવાતા પગલાનાં ભાગરૂપે વિભાગને મળેલી ચોક્કસ બાતમીને આધારે 16 નવેમ્બર, 2024ના રોજ અમદાવાદ ખાતે બેટરીના વ્યવસાય સાથે સંકળાયેલા 2 વેપારી, ડાંગ જિલ્લાના વઘઈ ખાતે તમાકુના 4 વેપારી તેમજ નડિયાદના 1 સલુન ધારકને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. નડિયાદ ખાતે સલુનમાં તપાસ દરમિયાન ધ્યાને આવ્યું કે, સદર પેઢી દ્વારા વેચાણો છુપાવી, પત્રકે ઓછો વેરો ભરી કરચોરી કરવામાં આવી છે. વેપારી કંપોઝીશન સ્કીમ હેઠળ હોવા છતાં ગ્રાહકો પાસે અલગથી વેરો ઉઘરાવી કંપોઝીશન સ્કીમની શરતોનો ભંગ કરી તથા વેચાણો છુપાવી રૂપિયા 53 લાખથી વધુની કરચોરી કરી છે. અમદાવાદ ખાતે બેટરીના વેપારીઓની તપાસ દરમિયાન ધ્યાને આવ્યું કે, આવી પેડીઓ દ્વારા બેટરીઓ ઇમ્પોર્ટ કરી સ્થાનિક વૈચાણ કરવામાં આવે છે, જેમાં કેટલોક માલ બિલ વિના વેચી કરચોરી કરવામાં આવે છે. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિન-નોંધાયેલા સ્ટોક તથા બિન-નોંધાયેલા વેચાણો મળી આવ્યા છે. તપાસો દરમિયાન 92 લાખથી વધુની કરચોરી ઉજાગર થઈ છે. ડાંગ જિલ્લાના વઘઈ ખાતે તમાકુ ઉત્પાદોના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલા કુલ 4 વેપારીઓને ત્યાં તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિન-નોંધાયેલો સ્ટોક તથા બિન-નોંધાયેલા વેચાણો મળી આવ્યા છે. જેમા અંદાજિત 2.08 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે. સરકારી નાણાની સલામતી તેમજ વસુલાત અંગેની જરૂરી કાર્યવાહી ખાતા દ્વારા હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments