back to top
Homeગુજરાત27 સરકારી વિભાગમાં દિવ્યાંગોની બમ્પર ભરતી:રાજ્ય સરકારની બે વર્ષમાં 21,114 જગ્યા ભરવાની...

27 સરકારી વિભાગમાં દિવ્યાંગોની બમ્પર ભરતી:રાજ્ય સરકારની બે વર્ષમાં 21,114 જગ્યા ભરવાની હાઈકોર્ટમાં બાહેંધરી, એક વર્ષનું કલેન્ડર પણ જાહેર કર્યું

ગુજરાત હાઇકોર્ટમાં નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ દ્વારા વર્ષ 2023માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી ઉપર ચીફ જજ સુનીતા અગરવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની બેંચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. અરજદારના વકીલે જણાવ્યું હતું કે, દિવ્યાંગ વ્યક્તિઓને લઈને બનાવેલા કાયદા અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોના ગુજરાત રાજ્યમાં પાલનને લઈને આ અરજી દાખલ કરવામાં આવી છે. દિવ્યાંગો માટે 4 ટકા આરક્ષણની જોગવાઈ
અરજદારે રાઇટ ટુ પર્સંન વિથ ડિસેબિલિટી એક્ટ 2016 અને સુપ્રીમ કોર્ટના વર્ષ 2013ના નિર્દેશો પ્રમાણેનું પાલન કરવા કોર્ટ સમક્ષ રાજ્ય સરકારને નિર્દેશ આપવા માગ કરી હતી. જે મુજબ રાજ્ય સરકારે તેના જુદા જુદા ખાતાઓ, લોકલ ઓથોરિટી, રાજ્ય સરકાર ઉપક્રમની કંપનીઓ વગેરે જગ્યાએ દિવ્યાંગ વ્યક્તિઓ માટે યોગ્ય જગ્યા ઉપર 4 ટકા આરક્ષણની જોગવાઈ છે. જેની અંદર બ્લાઇન્ડ અને લો વિઝન, સાંભળવામાં મુશ્કેલી હોય, લોકોમેટીવ ડિસેબિલિટી, સેલિબર પાલ્સી જેવી કેટેગરીમાં અનામત રાખવાની જોગવાઈ છે. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને દિવ્યાંગો માટેની જગ્યાઓની ઓળખ કરી જાહેર સાહસો, સરકારી ખાતાઓ, લોકલ ઓથોરિટી, વગેરેમાં કેટલી જગ્યાઓની પોસ્ટ છે તે સંદર્ભનું સોગંદનામું રાજ્યના ચીફ ઓફિસર દ્વારા ફાઈલ કરવા આદેશ કર્યો હતો. સરકારના 27 વિભાગમાં દિવ્યાંગોની જગ્યાં ખાલી
ચીફ સેક્રેટરીની એફિડેવિટમાં બેકલોગ સાથે રાજ્યના જુદા-જુદા 27 વિભાગોમાં દિવ્યાંગો માટે આરક્ષિત 21,114 જગ્યાઓ ખાલી છે. જેમાં 9251 જગ્યાઓ લો વિઝન અને પ્રજ્ઞાચક્ષુઓ માટે, 4985 જગ્યાઓ સાંભળવામાં તકલીફ હોય તેવા લોકો માટે, 1085 જગ્યાઓ લોકોમોટિવ ડિસેબિલિટી માટે, જ્યારે 5,000 જગ્યાઓ અન્ય દિવ્યાંગતાથી પીડાતા વ્યક્તિઓ માટે છે. ભરતીનું કેલેન્ડર જાહેર કરાયું
આ અંગે એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, આ જગ્યાઓને ભરતા બે વર્ષ જેટલો સમયગાળો લાગી શકે છે. કારણ કે, સૌપ્રથમ સરકારને લાગ્યું હતું કે 10 હજાર જેટલી જ જગ્યાઓ હશે, જેને એક વર્ષમાં ભરી દેવાશે. પરંતુ તેમના અનુમાન કરતા બમણી જગ્યાઓ છે. રાજ્ય સરકારે હાઇકોર્ટ સમક્ષ આ જગ્યાઓ ભરવા અનુમાનિત કેલેન્ડર પણ રજૂ કર્યું હતું. વધુ સમય લાગે તો કોર્ટે રજૂઆત કરવા કહ્યું
અરજદારે 21 હજાર જેટલી ભરતીઓમાં 2 વર્ષના સમયની માગ સામે વાંધો ઉઠાવ્યો હતો. અરજદારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને વર્ષ 2015માં 16 હજાર ભરતી માટે 6 મહિનાનો સમય આપ્યો હતો. જો કે, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, હજુ સુધી પણ તેમાં કાર્યવાહી આગળ વધી શકી નથી. જ્યારે રાજ્ય સરકાર એક જ વર્ષમાં ઉપરોક્ત ભરતી પૂર્ણ કરવા પ્રયત્ન કરશે, પરંતુ જો કોઈ કારણોસર વધારે સમયની જરૂર પડે તો તેના માટે બે વર્ષની માગ કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને સર્ક્યુલર મુજબ ભરતી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા અને જો તેમાં વધું સમય લાગે તેમ હોય તો કોર્ટ સમક્ષ રજૂઆત કરવા જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments