દુનિયાના બે ક્રિકેટ હરીફ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) આજથી શરૂ થઈ રહી છે. પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ પર્થમાં રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમ અહીં ક્યારેય ટેસ્ટ મેચ હારી નથી. ભારત માટે WTC ફાઈનલમાં પહોંચવા માટે આ મહત્વપૂર્ણ સિરીઝ છે. બન્ને ટીમ 1947થી એકબીજા સામે ટેસ્ટ રમી રહી છે. પરંતુ, 1996માં, બંને ટીમ વચ્ચે ક્રિકેટનું 50મું વર્ષ શરૂ થઈ રહ્યું હતું, તેને યાદગાર બનાવવા માટે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ આ ટેસ્ટ શ્રેણીનું નામ BGT રાખવાનો નિર્ણય કર્યો. બન્ને ટીમના ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અને રેકોર્ડ પહેલાં મેચની ડિટેઇલ્સ જાણો… મેચની ડિટેઇલ્સ…
ભારત Vs ઓસ્ટ્રેલિયા
22-26 નવેમ્બર, ઓપ્ટસ સ્ટેડિયમ, પર્થ
ટૉસ- 7:20 AM, મેચ શરૂ- 7:50 AM ભારતે છેલ્લી 4 સિરીઝ સતત જીતી
1947થી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 28 ટેસ્ટ સિરીઝ રમાઈ છે. જેમાં ભારતે 11 અને ઓસ્ટ્રેલિયાએ 12માં જીત મેળવી છે. જ્યારે 5 શ્રેણી ડ્રો રહી છે. જ્યારે બંને ટીમ ઓસ્ટ્રેલિયામાં 13 સીરીઝ રમી છે. જેમાં 8 ઓસ્ટ્રેલિયા અને 2 ભારતે જીત્યા હતા. તે જ સમયે, 3 સિરીઝ ડ્રો રહી. ભારતે 2018માં ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝ જીતીને ઇતિહાસ રચ્યો હતો અને પછીનીની બંને સિરીઝ જીતી હતી. 1996થી રમાતી BGTમાં ભારતનો દબદબો રહ્યો છે. અત્યાર સુધીમાં 16 BGT સિરીઝ રમાઈ છે. જેમાં 10 ભારત અને 5 કાંગારૂ ટીમે જીતી છે. એક સિરીઝ ડ્રો રહી હતી. ભારતે છેલ્લી સતત 4 સિરીઝ જીતી છે. ટીમની છેલ્લી હાર 2014-15ની સિઝનમાં થઈ હતી. બંને ટીમના ટેસ્ટ મેચના રેકોર્ડ્સ (આમાં BGT સામેલ છે) નીચે જોઈ શકાય છે… WTC ફાઈનલ રમવા માટે ભારતે 4 મેચ જીતવી પડશે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની છેલ્લી 2 ફાઈનલ રમી ચૂકેલી ટીમ ઈન્ડિયા માટે આ વખતની ફાઈનલ મેચ રમવી અશક્ય લાગી રહી છે. ન્યૂઝીલેન્ડ સામે હાર્યા બાદ ટીમ 58.33% પોઇન્ટ્સ સાથે પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને સરકી ગઈ છે. WTC 2023-25માં ભારતની આ છેલ્લી ટેસ્ટ સિરીઝ છે. માત્ર 4 ટેસ્ટ જીતીને જ ટીમ કોઈના પર નિર્ભર થયા વિના ફાઈનલમાં જગ્યા બનાવી શકશે. જો ટીમ સિરીઝ 3-2થી જીતે તો પણ ટીમ ફાઈનલમાં પહોંચી શકશે નહીં. જયસ્વાલ ટીમનો ટૉપ રન સ્કોરર
ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ આ વર્ષે ટેસ્ટ ફોર્મેટમાં ટીમનો ટૉપ સ્કોરર છે. તેણે 11 મેચમાં 7 અડધી સદી અને 2 સદી ફટકારી છે. ગિલ બીજા નંબર પર છે. તે આ મેચમાં નહીં રમે. ઓસ્ટ્રેલિયામાં સચિન તેંડુલકર પછી વિરાટ કોહલી ટીમનો બીજો ટોપ સ્કોરર છે. જો કે તે ન્યૂઝીલેન્ડ સામે નિષ્ફળ ગયો હતો, પરંતુ આ સિરીઝમાં તેની પાસેથી વધુ સારી અપેક્ષા રાખવામાં આવશે. ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન આ વર્ષે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. ભારત રોહિત-ગિલ વિના રમશે
નિયમિત કેપ્ટન રોહિત શર્મા અને ટૉપ ઓર્ડર બેટર શુભમન ગિલ આ મેચમાં નહીં રમે. રોહિત બ્રેક પર છે અને ગિલ ઈજાગ્રસ્ત છે. રોહિતની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહ ટીમનો કેપ્ટન રહેશે અને કેએલ રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરશે. તે જ સમયે, દેવદત્ત પડિકલ ગિલના સ્થાને નંબર-3 પર રમશે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા માટે ખ્વાજાએ સૌથી વધુ રન બનાવ્યા
બેટિંગ-ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીને આ વર્ષે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવ્યા છે. જો કે તેને આ સિરીઝ માટે ટીમમાં સામેલ કર્યો નથી. બીજા નંબરે ઉસ્માન ખ્વાજા છે. તેણે 5 મેચમાં 274 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન ટીમ માટે સૌથી વધુ વિકેટ ઝડપી બોલર જોશ હેઝલવુડે લીધી છે. પિચ રિપોર્ટ
પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 4 ટેસ્ટ મેચ રમાઈ છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને તમામ મેચ જીતી લીધી હતી. પેસ બોલરોને અહીં વધુ મદદ મળે છે. અહીં બોલરોએ 139 વિકેટો ઝડપી છે. જેમાં પેસરોએ 102 વિકેટ અને સ્પિનરોએ 37 વિકેટો મેળવી હતી. એટલે કે, પેસરોએ 73.38% અને સ્પિનરોએ 26.62% વિકેટો મેળવી હતી. રિપોર્ટ અનુસાર અહીંની વર્તમાન પિચ પર સરેરાશ ઉછાળો ભારતીય પિચ કરતાં 13 સેમી વધુ છે. પિચ પર 8 મીમી ઘાસ છે અને કેટલીક તિરાડો પણ છે. ટૉસનો રોલ
પર્થમાં પહેલી ઇનિંગનો સરેરાશ સ્કોર 456 રન છે, તેથી અહીંની ટીમ ટૉસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરે છે. જેમ જેમ મેચના દિવસો આગળ વધે છે તેમ સ્ટેડિયમમાં બેટિંગ કરવી મુશ્કેલ બની જાય છે. અહીં ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરીને તમામ 4 મેચ જીતી લીધી છે. આ રીતે અહીં ટૉસની ભૂમિકા મહત્વની બની જાય છે. વરસાદની કોઈ શક્યતા નથી
પર્થ મેચમાં વરસાદની બિલકુલ શક્યતા નથી. હવામાન વેબસાઇટ Accuweather અનુસાર, આવતીકાલે અહીં વરસાદની 1% સંભાવના છે. દિવસનું તાપમાન 13 થી 22 ડિગ્રી રહેશે. દિવસભર તડકો રહેશે, પ્રસંગોપાત વાદળો છવાયેલા રહેશે. જો કે બે દિવસ પહેલાં અહીં કમોસમી વરસાદ થયો હતો. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
ભારત (IND): જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા / રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), જોશ ઇંગ્લિસ, મિચેલ સ્ટાર્ક, નાથન લાયન, સ્કોટ બોલેન્ડ અને જોશ હેઝલવુડ.