SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદમાં બીજા દિવસે પણ જોશ અને ઉત્સાહથી ભરપૂર રહ્યો, જેમાં ફરી સ્વિમિંગની રમત છવાઈ હતી. બીજા દિવસે 100 મીટર ફ્રીસ્ટાઈલ, 50મીટર બેકસ્ટ્રેક અને 50 મીટર બ્રેસ્ટસ્ટ્રોક સહિતમાં યુવા સ્વિમર્સે શાનદાર પ્રદર્શન કરતા મેડલ્સ જીત્યા હતા. 200 મીટર ઈન્ડિવિડ્યુઅલ મિડલે એ રોમાંચ ઉમેરવા ઉપરાંત ખેલાડીઓની કસોટી કરી હતી. SFA ચેમ્પિયનશિપમાં એથ્લેટિક્સ, બેડમિન્ટન, ફૂટબોલ, ચેસ, કબડ્ડી, કરાટે, સ્વિમિંગ, ખો-ખો, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, વોલીબોલ અને યોગાસન જેવી રમતોમાં ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. ગુરુવારની રમતમાં ફૂટબોલ અને ખો-ખોની રમતોએ ઉત્સાહ વધાર્યો હતો. તો બેડમિન્ટન અને બાસ્કેટબોલની રમતોએ ટુર્નામેન્ટમાં નવો જોશ ભરવાનું કામ કર્યું. જેમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. SFA ચેમ્પિયનશિપ 2024 અમદાવાદના પ્રથમ દિવસની જેમ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, થલતેજ એ ટોચના સ્થાને રહેતા સ્પર્ધાનો અંત કર્યો હતો. જેમાં આનંદ નિકેતન સ્કૂલ, સેટેલાઈટ બીજા અને અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ, બોડકદેવ ત્રીજા ક્રમે રહી હતી.