back to top
Homeબિઝનેસઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શેરબજારમાં શુક્રવારે તેજી જોવાઈ:નિફટી ફ્યુચર 23066 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે

ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ-શેરબજારમાં શુક્રવારે તેજી જોવાઈ:નિફટી ફ્યુચર 23066 પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે

શેરબજારમાં શુક્રવારે તેજી જોવા મળી હતી. શેરબજારમાં છેલ્લા સળંગ બે દિવસના કડાકા બાદ આજે આકર્ષક ઉછાળો જોવા મળ્યો છે. પીએસયુ, ટેકનોલોજી અને રિયાલ્ટી સેક્ટર્સમાં લેવાલીના પગલે આજે ભારતીય શેરબજાર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ સુધારા તરફી ખૂલ્યા બાદ 2000 પોઈન્ટ ઉછળ્યો હતો. નિફ્ટી પણ 23400નું લેવલ પરથી 23900ના સ્તરે પહોંચ્યો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે ઘણા શેરોમાં ફંડો, ખેલંદાઓએ વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. રોકાણકારોની મૂડી 6 લાખ કરોડ વધી હતી. સેન્સેક્સ 1961 પોઈન્ટના ઘટાળા સાથે 97117 પોઈન્ટના સ્તરે બંધ થયો છે, જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 537 પોઈન્ટના ઉછાળા સાથે 23886 પોઈન્ટના સ્તરે બંધ થયો છે. જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ 674 પોઈન્ટના ઉછાળા સાથે 51082 પોઈન્ટના સ્તરે બંધ થયો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની વેચવાલીના દબાણ ઉપરાંત ભારતીય ઈક્વિટીસમાં દૈનિક ધોરણે શેરોની વધઘટનું ચિત્ર પણ બદલાઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.ઓગસ્ટમાં એડવાન્સ ડિકલાઈન રેશિઓ (એડીઆર)નું દૈનિક સરેરાશ પ્રમાણ જે 51% હતું તે પછીના બે મહિનામાં તબક્કાવાર ઘટી નવેમ્બરમાં 32% પર આવી ગયું છે.એડવાન્સ ડિકલાઈન રેશિઓ શેરોના વધવા કરતા ઘટવાની માત્રા વધુ હોવાના સંકેત આપે છે. રેશિઓ જેટલો ઓછો તેટલુ રોકાણકારોનું માનસ નબળું પડી રહ્યાનું કહી શકાય છે. એડીઆર જે ઓગસ્ટમાં 51% હતો તે સપ્ટેમ્બરમાં ઘટી 47% પર આવી ગયો હતો અને ઓકટોબરમાં 32% રહ્યો હતો.શેરો વધવા કરતા ઘટવાની માત્રા ઊંચી રહેવાના કિસ્સામાં રોકાણકારોની શેરો ખરીદવાની રુચી ઘટી રહી હોવાનું કહી શકાય છે. સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં 85000ની ટોચ દર્શાવ્યા બાદ બેન્ચમાર્ક સેન્સેકસ તથા નિફટી50 ઈન્ડેકસમાં 10% ઘટાડો થયો છે. એટલું જ નહીં મિડકેપ તથા સ્મોલ કેપમાં પણ વ્યાપક ધોવાણ જોવા મળી રહ્યું છે. ઓકટોબરમાં કેશમાં રૂપિયા 1.14 લાખ કરોડની જંગી વેચવાલી બાદ નવેમ્બરના પ્રથમ પખવાડિયામાં પણ વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ રહી છે અને રૂપિયા 25000 કરોડની નેટ વેચવાલી આવી છે. ભારતીય શેરબજાર જે છેલ્લા અઢી-ત્રણ વર્ષથી ખરીદદારોની માર્કેટ તરીકે ઓળખાતું હતું તે હાલમાં વેચાણકારોની બજાર બની રહ્યું છે. આજના કારોબારમાં ટોપ ગેનર્સમાં ગોદરેજ પ્રોપટી 5%, ટાઈટન કંપની 4%, લાર્સેન 4%, ટીસીએસ 4%, એસીસી 3%, ઈન્ફોસીસ 3%, રિલાયન્સ 3%, ઈન્ફોસીસ 3%, એચસીએલ ટેકનોલોજી 3%, ટેક મહિન્દ્રા 3%માં ઉછાળા સાથે ઈન્ડીગો, ગ્રાસીમ, ભારતી ઐરટેલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, લ્યુપીન, ઓબેરોઈ રીયાલીટી, સન ફાર્મા, એચસીએલ ટેકનોલોજી જેવા શેરો વધારો થયો છે. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4041 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1474 અને વધનારની સંખ્યા 2448 રહી હતી, 119 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 595 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 307 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23886 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 24008 પોઇન્ટના પ્રથમ અને 24108 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 23787 પોઇન્ટથી 23676 પોઇન્ટ, 23606 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 23606 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 51082 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 50939 પોઇન્ટના પ્રથમ અને 50808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 51188 પોઇન્ટથી 51303 પોઇન્ટ, 51373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 51373 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એચડીએફસી બેન્ક ( 1742 ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1707 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1686 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1763 થી રૂ.1770 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1788 ઉપર તેજી તરફી ધ્યાન. હેવેલ્સ ઇન્ડિયા ( 1668 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1630 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1617 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1684 થી રૂ.1690 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. ટેક મહિન્દ્રા ( 1745 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1773 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1717 થી રૂ.1700 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1780 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
વોલ્ટાસ લીમીટેડ ( 1655 ) :- રૂ.1696 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1707 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1633 થી રૂ.1620 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1720 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય બાદ થઈ રહેલા ડેવલપમેન્ટ અને બીજી તરફ જીઓપોલિટીકલ ટેન્શન ઘટવાની અપેક્ષા સામે ચાઈના સાથે અમેરિકાનું ટેરિફ યુદ્વ શરૂ થવાની ગણાઈ રહેલી ઘડીએ વૈશ્વિક બજારોમાં મોટી ઉથલપાથલ મચતી જોવાઈ છે. અગાઉ ચાઈનાના સ્ટીમ્યુલસ મેગા પેકેજના પરિણામે વિદેશી ફંડો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ ભારતમાંથી ઉચાળા ભરીને ચાઈના તરફ વળી રહ્યાના સંકેતોએ ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીમાં મોટા કડાકા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પડેલા મોટા ગાબડાંએ સંકટના એંધાણ આપી દીધા હતા. આગામી ટૂંકા ગાળામાં માર્કેટમાં વોલેટિલિટી સાથે કરેક્શનનો માહોલ જળવાઈ રહેશે. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર હજી પૂર્ણ થયો નથી. ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ ઘટી 6.5% રહેવાની શક્યતા છે. સ્થાનિક રેટિંગ એજન્સી ઈકરાએ નાણાકીય વર્ષ 2024-25 ના બીજા છ માસમાં આર્થિક ગતિવિધિઓ વેગવાન બનવાના આશાવાદ વચ્ચે નાણાકીય વર્ષના અંતે જીડીપી ગ્રોથ 7% રહેવાનો અંદાજ જાળવી રાખ્યો છે. આરબીઆઈ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે જીડીપી ગ્રોથ 7.2% રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જે 2023-24 ના 8.2% ના અંદાજ સામે ઓછો છે. જેની પાછળનું કારણ શહેરી માગમાં ઘટાડો અને વધુ પડતો વરસાદ છે. બીજા ત્રિમાસિકના જીડીપી આંકડા 30 નવેમ્બરે જાહેર થશે.પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 6.7% નોંધાયો હતો. જો કે, અતિ ભારે વરસાદ અને નબળા કોર્પોરેટ ત્રિમાસિક પરિણામોના કારણે બીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટ્યો છે. વૈશ્વિક પ્રવાહો અને જીઓપોલિટીકલ ટેન્શન પર ભારતીય બજારોની આગામી સપ્તાહમાં નજર રહેશે. લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments