કડી તાલુકાના બોરીસણા ગામે થોડાક દિવસો અગાઉ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું જે બાદ ગામના 19 લોકોને હોસ્પિટલની બસ મારફતે ખ્યાતિ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા. જ્યાં અનેક દર્દીઓને એન્જિયોગ્રાફી કરી નાખી હતી જેમાં બોરીસણા ગામના બે લોકોના મોત થતા સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન
કડી તાલુકાના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ 19 લોકોને ખ્યાતિ હોસ્પિટલની બસ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા. જ્યાં દર્દીઓને ICU વોર્ડમાં દાખલ કરીને એન્જિયોગ્રાફી કરી નાખતા બે લોકોના કરુંણ મોત થયા હતા. જે બાદ પોલીસ દ્વારા ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો અને વહીવટ કરતા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલ માત્રને માત્ર ગામડાઓના લોકોને ભોળવી હોસ્પિટલ ખાતે લઈ જતા હતા અને ખોટી રીતે હૃદયના ઓપરેશન કરીને આયુષ્યમાન કાર્ડના પૈસા પોતાના ખિસ્સામાં ભરતા હતા. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા સરકાર તેમજ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી. ડોક્ટરો તેમજ વહીવટ કરતા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. ઘરના મોભીની તબિયત બગડતા પરિવાર ચિંતાતુર સરકાર દ્વારા એન્જિયોગ્રાફી દર્દીઓને યુએન મહેતા ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અચાનક જ શનિવારે બોરીસણા ગામના કાંતિભાઈ પટેલ ઉંમર 72વર્ષ, તબિયત લથડતા તેઓને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તબીબો દ્વારા તેમની હાલત નાજુક હોવાથી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે. અચાનક જ ઘરના મોભીની તબિયત બગડતા પરિવાર ચિંતાતુર બન્યો હતો. ખ્યાતિ હોસ્પિટલે 10 તારીખે કેમ્પ કર્યો બોરીસણા ગામના દર્દીના પૌત્ર અનુપ પટેલે જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલે 10 તારીખે કેમ્પ કર્યો હતો. જેમાં મારા દાદાએ પણ ચેક અપ કરાવ્યું હતું અને બીજા દિવસે ત્યાં આગળ લઈ ગયેલા હતા. મારા ભાઈ પણ ત્યાં આગળ ગયેલા હતા ટોટલ અને ત્યાં આગળ બધાને પૂછ્યા વગર જ એન્જિયોગ્રાફી કરી નાખી હતી. મારા દાદા બહુ જ અત્યારે સિરિયસ છે. મારા દાદાને પગ અને પેટની તકલીફ હતી ત્યાં લઈ ગયા એટલે સીધું ઓપરેશન જ કરી નાખ્યું હતું. અત્યારે મારા દાદા વેન્ટિલેટર ઉપર છે, મારી માગણી એક જ છે કે હોસ્પિટલ વાળા જે ડોક્ટરો છે તેમના ઉપર કાયદેસર અને કડકમાં કડક સજા થવી જોઈએ.