તેજસ રાવળ
ધારપુર મેડિકલ કૉલેજમાં 16 નવેમ્બરે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના જુનિયરોના કરેલા રેગિંગ દરમ્યાન સુરેન્દ્રનગરના 18 વર્ષના અનિલ મેથાણિયાનું મોત થતા બીજા વર્ષના 15 વિદ્યાર્થીઓને જેલમાં જવાનો વારો આવ્યો છે. દિવ્ય ભાસ્કર દ્વારા રેગિંગ કરનાર આ પંદર આરોપી વિદ્યાર્થીઓના પરિવારો અંગે તપાસ કરતા શિક્ષક, સહકારી આગેવાન, સરકારી કર્મચારીઓ અને ખેડૂત તેમજ મજૂર પરિવારનાં સંતાનો હોવાનું સામે આવ્યું છે.જેમાં સૌથી વધુ 6 વિદ્યાર્થી બનાસકાંઠાના છે. અન્ય પાટણ સહિત રાજ્યના વિવિધ જિલ્લાનાં છે. જેમાં પાંચથી જ વધુ વિદ્યાર્થીઓ સામાન્ય પરિવારના સંતાનો છે જેમાં કોઈએ પોતાનું ખેતર વેચી તો કોઈએ ઉછીના પૈસા લઈને દીકરાને ડોક્ટર બનવા માટે મોકલ્યા હતા પરંતુ આ સંતાનો અપરાધના રસ્તે ચડી જતા જેલ જવાનો વારો આવતા તેમના કરેલા સંઘર્ષો એળે ગયા છે.
બનાસકાંઠા :
– તુષાર પીરાભાઇ ગોહલેકર – લવાણા , તા.લાખણી , જી.બનાસકાંઠા
– પ્રવિણ વરજાંગભાઇ ચૌધરી – વાતડાવ તા.થરાદ, જી.બનાસકાંઠા
– વિવેક ગમનભાઇ રબારી – ચાંગા , તા.કાંકરેજ , જી બનાસકાંઠા
– મેહુલ પ્રતાપભાઇ ઢેઢાતર – સરાલ ,તા. ધાનેરા જી.બનાસકાંઠા
– વિશાલ લગધીરભાઇ ચૌધરી – રૂની, તા.ભાભર , જી.બનાસકાંઠા
– પ્રકાશ માધાભાઇ દેસાઇ – ડેડુઆ તા.થરાદ જી.બનાસકાંઠા
સુરત :
– ઉત્પલ શૈલેષભાઇ વસાવા – સુરત
સુરજલ રૂડાભાઇ બલદાણીયા – સુરત
રાજકોટ :
– રૂત્વીક પુરશોત્તમભાઇ લીંબાડીયા – બળદોઇ , તા.જસદણ , જી.રાજકોટ
ભાવનગર :
-હરેશ ગંભીરભાઇ ચાવડા – બોરડી ,તા.મહુવા , જી.ભાવનગર
ભરૂચ :
– વૈભવકુમાર વિકેશકુમાર રાવલ – અંકલેેશ્વર , જી.ભરૂચ
જામનગર :
– પરાગ ભરતભાઇ કલસરીયા – જામનગર
અમદાવાદ :
– જયમીન સવજીભાઇ ચૌધરી – અમદાવાદ
સુરેન્દ્રનગર :
– અવધેશ અશોકભાઇ પટેલ – માલવણ .તા. પાટડી જી. સુરેન્દ્રનગર
પાટણ :
હિરેન મનસુખભાઇ પ્રજાપતિ – સાદપૂરા ઉડવાસ , તા.સાંતલપુર , જી.પાટણ હકીકત… આરોપીઓ શિક્ષકો, સહકારી આગેવાન, સરકારી કર્મચારી, ખેડૂત, મજૂર પરિવારનાં સંતાનો જીવનની મૂડી અને ઉછીના પૈસા લઈ દીકરાને ડોક્ટર બનાવવા મોકલ્યો હતો
{ બનાસકાંઠાના રૂની ગામનો વિદ્યાર્થી સામાન્ય મજૂર પરિવારનો દીકરો છે. પરિવાર પાસે ડોક્ટર બનાવવા મેડિકલ અભ્યાસની અદ્યતન મોંઘી ફી ભરવાની સગવડ ના હોઈ ભેગી કરેલી જીવનની પૂંજી સાથે ઉછીના પાછીના પૈસા લઈને દીકરાને અભ્યાસ અર્થે ભણવા માટે મોકલ્યો હતો. માતાએ મજૂરી કરીને પુત્રને ડૉકટર બનાવવા મોકલ્યો હતો
{ બનાસકાંઠાના સરાલ ગામના વિદ્યાર્થીના પિતા હાલમાં હયાત નથી. ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. માતા દ્વારા મજૂરી કરી દીકરાને ડોક્ટર બનવા માટે પરિશ્રમ કરીને એકત્ર કરેલી જીવનની પૂંજી વાપરીને દીકરાને ડૉકટર બનવા માટે મોકલ્યો હતો. પિતાએ ખેતર વેચીને પુત્રને ડૉકટર બનવા મોકલ્યો હતો
{ પાટણના સાંતલપુરના વિદ્યાર્થીના પિતા સંસ્થા સંચાલિત એક હોસ્પિટલમાં સેવકની ફરજ બજાવે છે. જેમણે પોતાનું ખેતર વેચીને પુત્રને ડૉકટર બનવા માટે મોકલ્યો હતો.
( નોંધ : માહિતી ગામના આગેવાન-સગા સંબંધીઓ દ્વારા સ્થાનિક પ્રતિનિધિઓને જણાવ્યા મુજબ છે ) પુત્રે ગૌરવના બદલે બદનામી આપતા પરિવાર ઘરને તાળું મારીને ચાલ્યો ગયો: { પુત્રના કૃત્યને લઈ આસપાસના લોકોના વિવિધ સવાલો અને પૂછપરછથી ત્રસ્ત થઈ જામનગરના શિક્ષક પરિવાર શર્મસાર બની ઘટના ક્રમ બાદ ઘરને તાળાં મારીને જતો રહ્યો છે.જે પુત્રના કારણે આ એક સમયે ગૌરવ અનુભવતો હતો. શરમજનક કરતા કૃત્યને લઈ આજે ઘરને તાળું મારીને જતું રહેવાનો સમય આવ્યો છે.. | વિદ્યાર્થીઓ ગુનોગારોની સંગતમાં ન પડે એટલે અલગ બેરેકમાં રખાયા, વાંચન-રમત રમી પ્રથમ દિવસ કાઢ્યો { સુજનીપુર જેલના ઇન્ચાર્જ અધિક્ષક બી.ડી દેસાઈએ જણાવ્યું હતું કે બુધવાર સાંજે છ વાગ્યાના અરસામાં ધારપુરના 15 વિદ્યાર્થીઓને જેલમાં લાવ્યા હતા.તમામ હજુ 19 વર્ષની ઉંમરના હોવાથી અહીંયા રહેતા ગુનોગારોના સંપર્કમાં ન આવે અને અભ્યાસમાં ધ્યાન રહે તેવા ઉદ્દેશથી તમામને અલગ બેરેકમાં રાખ્યા છે. તમામ વાંચન કરી શકે એના માટે લાઇબ્રેરીની અંદર તેમના અભ્યાસ માટેના વાલીઓ મારફતે અપાયેલાં પુસ્તકો આપતા ગુરુવારે બપોરે ત્રણેક કલાક વાંચનમાં પ્રસાર કર્યો હતો.સાંજનો સમય જેલમાં અપાયેલ કેરમ ચેસ જેવી રમતો રમી પ્રસાર કર્યો હતો.હાલમાં વાલીઓ દ્વારા ગરમ કપડાના બ્લેન્ડકેટ ટુ બ્રશ ટુવાલ પૂરો પાડવામાં આવ્યા છે હવે તેમના વાલીઓ અરજી કરશે તો મંજૂરી મળતાં બહારથી ટિફિન આપવામાં આવશે.