રશિયાના નવા ઈન્ટરમીડિએટ મિસાઈલ હુમલા બાદ પશ્ચિમી દેશોમાં તણાવ ઉભો થયો છે. આ કારણે મંગળવારે (26 નવેમ્બર) યુક્રેન અને નાટો વચ્ચે ઈમરજન્સી બેઠક મળશે. ઝેલેન્સકીની અપીલ પર આ બેઠક યોજાઈ રહી છે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે 33 મહિના સુધી ચાલેલા યુદ્ધમાં પહેલીવાર રશિયાએ યુક્રેનના શહેર નિપ્રો પર હાઈપરસોનિક બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. સાથે જ યુક્રેને પશ્ચિમી દેશો પાસેથી મળેલા ખતરનાક હથિયારો રશિયા પર વરસાવ્યા છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ‘ઓરેશ્નિક’ મિસાઈલનું વધુ ટેસ્ટિંગ કરવાની ધમકી આપી છે. રશિયાના સૈન્ય વડાઓ સાથેની બેઠકમાં તેમણે આ વાત કહી હતી. રશિયાએ ગુરુવારે જ યુક્રેનના નિપ્રો શહેર પર ઈન્ટરમીડિએટ મિસાઇલ વરસાવી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેને મિસાઈલનું ટેસ્ટિંગ ગણાવ્યું છે. આ મિસાઈલનું નામ ઓરેશ્નિક છે. ખરેખરમાં, 18 નવેમ્બરના રોજ, બાઈડને યુક્રેનને અમેરિકન હથિયારોથી રશિયા પર હુમલો કરવાની મંજૂરી આપી હતી. આ પછી બંને પક્ષો વચ્ચે ટકરાવ વધી ગયો છે. ઝેલેન્સ્કી રશિયન હુમલાને રોકવા માટે THAAD મેળવવા માંગે છે
આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ શુક્રવારે કહ્યું કે રશિયન મિસાઇલની ધમકીઓ વચ્ચે, તેઓ મિત્ર દેશો પાસેથી અપડેટ એર-ડિફેન્સ સિસ્ટમ્સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઝેલેન્સકીએ કહ્યું કે ગુરુવારે રશિયાની નવી બેલેસ્ટિક મિસાઈલ વડે નિપ્રો શહેર પર થયેલો હુમલો દર્શાવે છે કે રશિયા યુદ્ધને આગળ વધારવા માંગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝેલેન્સકી યુએસ ટર્મિનલ હાઇ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) મેળવવા માંગે છે અથવા તેની પેટ્રિયોટ એન્ટી-બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને અપગ્રેડ કરવા માંગે છે. ચીને બંને પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી
ચીને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સામેલ તમામ પક્ષોને શાંતિ જાળવવા, સંયમ રાખવા અને વાતચીત દ્વારા તણાવ ઘટાડવાની અપીલ કરી છે. ગ્લોબલ ટાઈમ્સ અનુસાર, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું કે બંને પક્ષોએ યુદ્ધવિરામ માટે વાતચીત કરવી જોઈએ. પ્રવક્તાએ કહ્યું કે યુક્રેન મુદ્દે ચીનની સ્પષ્ટ નીતિ છે. તે મામલાને રાજકીય રીતે ઉકેલવા અને પરિસ્થિતિને બગડતી અટકાવવાના પક્ષમાં છે. હુમલા બાદ પુતિને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું
યુક્રેન પર મિસાઈલ હુમલાના કલાકો બાદ જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અચાનક દેશને સંબોધન કર્યું હતું. રોઇટર્સ મુજબ, તેમણે કહ્યું કે રશિયાએ પશ્ચિમી હુમલાના જવાબમાં ‘નવી’ ઈન્ટરમીડિએટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલનું ટેસ્ટિંગ કર્યું છે. પુતિને કહ્યું કે અમારા પર હુમલો કરનારા પર અમને હુમલો કરવાનો અધિકાર છે. પુતિને આ મિસાઈલનું નામ ‘ઓરેશ્નિક’ રાખ્યું છે. તેમણે કહ્યું કે તે 2.5 થી 3 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે ટાર્ગેટ પર હુમલો કરે છે. પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે મોસ્કો યુક્રેનને મદદ કરતા કોઈપણ દેશના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે. 5 દિવસમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં શું થયું? 18 નવેમ્બર 1. બાઈડને યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી
યુએસ રાષ્ટ્રપચતિ બાઈડને યુક્રેનને લાંબા અંતરની મિસાઇલો – આર્મી ટેક્ટિકલ મિસાઇલ સિસ્ટમ (ATACMS) નો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. અમેરિકાએ આ હથિયાર યુક્રેનને ઓક્ટોબર 2023માં જ આપ્યા હતા, પરંતુ તેની પાસે તેનો ઉપયોગ પોતાની ધરતી પર કરવાની જ મંજુરી હતી. 2. નોર્વે, ફિનલેન્ડ અને ડેનમાર્કે તેમના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા કહ્યું રશિયા-યુક્રેનના પડોશી દેશો નોર્વે, ફિનલેન્ડ અને ડેનમાર્કે તેમના નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું છે. આ દેશોએ તેમના નાગરિકોને પેમ્ફલેટ વહેંચીને યુદ્ધ વિશે ચેતવણી આપી હતી. આ સિવાય તેમને આવશ્યક ચીજવસ્તુઓનો સ્ટોક રાખવા અને તેમના સૈનિકોને યુદ્ધ માટે તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું. 19 નવેમ્બર 1. યુક્રેને રશિયા પર ATACMS વરસાવી બાઈડન સરકારની સંમતિ મળતાની સાથે જ યુક્રેને પ્રથમ વખત રશિયાના બ્રિયાન્સ્ક વિસ્તારમાં અમેરિકા તરફથી મળેલી લાંબા અંતરની 6 ATACMS મિસાઈલો વરસાવી હતી. રશિયાએ 5 મિસાઈલ તોડી પાડવાનો દાવો કર્યો હતો. 2. પુતિને પરમાણુ હથિયારો સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો પુતિને પરમાણુ હથિયારોના ઉપયોગને મંજૂરી આપવા સંબંધિત નિર્ણયને મંજૂરી આપી હતી. નવા નિયમ અનુસાર, જે દેશ પાસે પરમાણુ શસ્ત્રો નથી, જો કોઈ દેશ ન્યુક્લિયર પાવરવાળા દેશના સમર્થનથી રશિયા પર હુમલો કરે છે, તો તેને રશિયા વિરુદ્ધ યુદ્ધ જાહેર ગણવામાં આવશે. આવી સ્થિતિમાં મોસ્કો પરમાણુ હથિયારોનો ઉપયોગ કરી શકે છે. 20 નવેમ્બર 1. યુક્રેન પર બ્રિટિશ શેડો ક્રુઝ મિસાઈલથી હુમલો કરવામાં આવ્યો યુક્રેને બ્રિટનની ‘સ્ટોર્મ શેડો ક્રૂઝ’ મિસાઈલ વરસાવી રશિયાના કુર્સ્ક વિસ્તારમાં હુમલો કર્યો હતો. બ્રિટને આ હથિયારો એક વર્ષ પહેલા યુક્રેનને આપ્યા હતા. હુમલા બાદ રશિયાએ કહ્યું કે તેમણે બે બ્રિટિશ મિસાઈલોને નષ્ટ કરી દીધી છે. 2. અમેરિકાએ યુક્રેનને લેન્ડમાઈન આપવાની મંજૂરી આપી યુક્રેનના પૂર્વ વિસ્તારમાં રશિયન સેનાને વધતી અટકાવવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને યુક્રેનને એન્ટી પર્સનલ લેન્ડ માઈન આપવાનો નિર્ણય કર્યો. અમેરિકાએ યુક્રેનને આ લેન્ડ માઈનનો ઉપયોગ યુક્રેનની સરહદમાં જ કરવા કહ્યું હતું. 3. ચાર દેશોએ કિવમાં દૂતાવાસ બંધ કર્યા રશિયા યુક્રેન પર હુમલો કરી રહ્યું હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ અમેરિકાએ કિવમાં દૂતાવાસને એક દિવસ માટે બંધ કરી દીધું હતું. આ પછી ઈટાલી, ગ્રીસ અને સ્પેને પણ આવું જ કર્યું છે. 21 નવેમ્બર રશિયાએ યુક્રેન પર મિસાઈલ ટેસ્ટિંગ કર્યું હતું રશિયાએ યુક્રેન પર ઈન્ટરમીડિએટ રેન્જની બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું. આ મિસાઈલનું નામ ‘ઓરેશ્નિક’ છે. તેની સ્પીડ 2.5 થી 3 કિમી પ્રતિ સેકન્ડ છે. રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનને શસ્ત્રો પૂરા પાડતા પશ્ચિમી દેશો પર હુમલાની ચેતવણી આપી હતી. 22 નવેમ્બર 1. યુક્રેનની સંસદે કિવ પર રશિયન મિસાઈલ હુમલાની ધમકીને ધ્યાનમાં રાખીને શુક્રવારનું સત્ર રદ કર્યું 2. રશિયન રાષ્ટ્રપતિએ મિસાઈલ પરીક્ષણ ચાલુ રાખવાની જાહેરાત કરી
પુતિને મિસાઇલના મોટા પાયે પ્રોડક્શન અને પરીક્ષણનો આદેશ આપ્યો હતો, તેને રશિયાની સુરક્ષા માટે ખતરો ગણાવ્યો હતો.