અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા બોલિવૂડનું સૌથી પ્રિય અને પ્રશંસા મેળવતું કપલ છે. બંનેના લગ્નને 15 વર્ષ થયાં છે. પરંતુ આજે પણ તેમનો સંબંધ અતૂટ છે. શિલ્પા શેટ્ટીએ 2009માં રાજ કુન્દ્રા સાથે ભવ્ય લગ્ન કર્યા હતા. લગ્ન વિશે વાત કરતા અભિનેત્રીએ એક જૂના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણે 17 વર્ષની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું હતું અને 32 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતા. ‘સફળ કારકિર્દી વચ્ચે લગ્ન કરવાનો તેને કોઈ અફસોસ નથી’ અભિનેત્રીએ કહ્યું હતું કે તે સમયે તે લગ્ન કરીને માતા બનવા માટે તૈયાર હતી. શિલ્પાએ એમ પણ કહ્યું હતું કે સફળ કારકિર્દી વચ્ચે લગ્ન કરવાનો તેને કોઈ અફસોસ નથી. પરંતુ લગ્નની સાથે અભિનેત્રી પોતાની અલગ ઓળખ પણ બનાવવા માગતી હતી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે સની દેઓલ સાથે ફિલ્મ ‘ધ મેન’ના શૂટિંગ દરમિયાન રાજ કુન્દ્રાએ અભિનેત્રીને અલ્ટિમેટમ આપ્યું હતું. શિલ્પાએ કહ્યું હતું કે, રાજ કુન્દ્રાએ તેને કહ્યું હતું કે કાં તો તેની સાથે લગ્ન કરી લે અથવા સંબંધ ખતમ કરી દે. શિલ્પાએ રાજ કુન્દ્રા માટે સની દેઓલ સાથેની ફિલ્મ ‘ધ મેન’ રિજેક્ટ કરી હતી. શિલ્પાએ પાછળથી તેને તેના જીવનનો સારો નિર્ણય ગણાવ્યો, કારણ કે તે સમયે સની દેઓલે આ ફિલ્મ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આના પર શિલ્પાએ મજાકમાં કહ્યું હતું કે, જો તેણે તે સમયે રાજ કુન્દ્રાને બદલે ફિલ્મ પસંદ કરી હોત તો તે હાલમાં પાર્લરમાં બેસી તેના ગ્રે વાળને કલર કરી રહી હોત. શિલ્પાએ કહ્યું હતું કે ઘણા પ્રસંગોએ યોગ્ય સમયે નિર્ણય લેવો પડે છે, જે તેણે પણ કર્યું.
શિલ્પાએ એ પણ જણાવ્યું હતું કે તે સમયે તેને બ્રિટિશ ટીવી સિરીઝ ‘ઈસ્ટએન્ડર્સ’માં કામ કરવાની ઓફર મળી હતી, તેને લંડનમાં સ્થાયી થવાની ઓફર પણ આવી હતી, પરંતુ તેણે રાજ કુન્દ્રા સાથે લગ્ન કરીને પોતાનું જીવન શરૂ કરવાનું પસંદ કર્યું હતું. શિલ્પાએ કહ્યું કે રાજ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહીને તેને લગ્ન વિના સંતાન કરવામાં કોઈ વાંધો નથી. પરંતુ તેની માતાને માન આપવા જ તેણે રાજ સાથે પરંપરાગત શૈલીમાં લગ્ન કરીને ઘર વસાવ્યું.