back to top
Homeગુજરાતલોનના નાણાની ભરપાઈ ના કરતા દુકાનો સીલ:સ્ટેટસ કોમ્પલેક્ષની ચાર દુકાનો AU બેંક...

લોનના નાણાની ભરપાઈ ના કરતા દુકાનો સીલ:સ્ટેટસ કોમ્પલેક્ષની ચાર દુકાનો AU બેંક દ્વારા સિલ કરાતા દુકાનદારોમાં દોડધામ; મૂળ માલિકે પ્રોપર્ટી છોડાવવાની બાહેંધરી આપતા વેપારીઓને હાશકારો

રાજપીપળા શહેરના મુખ્ય માર્કેટમાં આવેલ સ્ટેટસ કોમ્પલેક્ષ વર્ષો પહેલા કાચું પતરવાલું મકાન હતું. સમીર પાદરીયાનાં માતાના નામે આ પ્રોપર્ટી હતી. જેને નવું બનાવી દુકાનો નીચે 3ને ઉપર 3 મળી 6 દુકાનો અને ઉપર રહેવાનું એમ બે માળનો કોમ્પલેક્ષ બનાવી દુકાનોનું વેચાણ કરી દીધું હતું. પરંતુ આ પહેલા આ પ્રોપર્ટી પર વડોદરાની એ.યુ.બેંકમાંથી લોન લીધી હતી. જેનાં અંદાજિત 25 લાખ રૂપિયા ભરવાના બાકી હોવાથી બેંક દ્વારા વડોદરાથી પોલીસ પ્રોટેક્શન સાથે આ પ્રોપર્ટીને સિલ કરવા બેંકના કર્મચારીઓ આવ્યા હતા. માર્કેટમાં દુકાનો ખુલ્લી અને દુકાનોમાં ભરચક માલ ભરેલો હતો. અચાનક દુકાનોને સીલ કરવા બેંકના કર્મચારીઓ આવતા દુકાનદારો ફફળી ઉઠ્યા હતા. આ દુકાનનાં માલિક કૌસલ કાપડિયા છે. જેમણે આ પ્રોપર્ટીનાં મૂળ માલિકને પૂરા રૂપિયા આપી દસ્તાવેજ પણ કરાવી લીધા છે અને સીટી સર્વેમાં આ પ્રોપર્ટી પર કોઈ બીજો પણ ના બોલતા આ વેપારીઓએ દુકાનો લીધી પંરતુ આજે તેમની.દુકાનો સીલ વાગી જતાં 4 દુકાનદારો મુશ્કેલમાં મુકાઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે. કે પોતે જે મિલકત પર લોન લઈને મકાન બનાવ્યું અને એ લોન ભાપાઈ કર્યા વગર મિલકત વેચે તો મૂળ માલિક ગુનેગાર ઠરે અને આ દુકાનદારોને દસ્તાવેજ કરી આપ્યા હોય તો છેતરપિંડીનો કેશ બને પરંતુ મૂળ માલિક રાજપીપળામાં જ રહેતા હોવાથી દુકાનદારો તેમને મળ્યા હતા. બેંકની જે બાકી રકમ છે તે ચૂકવી પ્રોપર્ટી છૂટી કરી સિલ 2 દિવસમાં ખોલાવી આપી તેમ થઈ જશે એવી લેખિત બાંહેધરી પણ આપી હોવાથી દુકાનદારોને હાશકારો થયો છે. હવે જોવાનું રહ્યું કે મૂળ માલિક ક્યારે બેંકના નાણાં ક્યારે ભરી આ મિલકત છોડાવી આ વેપારીઓને પરત કરે છે ત્યાં સુધી વેપારીઓનો જીવ અધ્ધર રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments