back to top
Homeગુજરાતસસ્પેન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને રાહત યથાવત:હાઇકોર્ટે મેજિસ્ટ્રેટને આપેલી રાહત રદ્દ કરવાની અરજી ફરિયાદી...

સસ્પેન્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને રાહત યથાવત:હાઇકોર્ટે મેજિસ્ટ્રેટને આપેલી રાહત રદ્દ કરવાની અરજી ફરિયાદી રજીસ્ટ્રારે પરત ખેંચી

છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી પોલીસ મથક ખાતે સસ્પેન્ડ થયેલા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સહિત, કોર્ટ પ્યુન અને એક ડ્રાઈવર એમ કુલ 3 વ્યક્તિઓ સામે જિલ્લા કોર્ટ રજીસ્ટ્રારે 30 સપ્ટેમ્બરના રોજ BNSની કલમ 331(4), 305 અને 54 મુજબ કોર્ટમાંથી ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જે સંદર્ભે સસ્પેન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે હાઇકોર્ટમાં પોતાની ફરિયાદ રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે અરજદાર સામે નકારાત્મક પગલાં નહિ ભરવાનો આદેશ કરીને વધુ સુનાવણી 19 નવેમ્બરના રોજ રાખી છે. મેજિસ્ટ્રેટના સહકર્મી-સિનિયર સામે પણ આક્ષેપો
જેમાં ફરિયાદી રજિસ્ટ્રાર દ્વારા આ રાહત ઉઠાવી લેવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેથી મેજિસ્ટ્રેટ સામે કાનૂની કાર્યવાહી થઈ શકે. જોકે, કોર્ટે આ અરજી સાથે સહમત નહોતી, જેથી અંતે આ અરજી પરત ખેંચવી પડી હતી. વળી મેજિસ્ટ્રેટે પોતાના સહકર્મીઓ અને સિનિયર સામે પણ આક્ષેપો કર્યા છે. ત્યારે મેજિસ્ટ્રેટને સાંભળવા જરૂરી છે, તેવી દલીલ મેજિસ્ટ્રેટના વકીલે હાઇકોર્ટમાં કરી હતી. આ અરજીની સુનાવણી જલ્દી થાય તે માટે પણ કોર્ટને મેજિસ્ટ્રેટના વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી. જેથી હાઇકોર્ટે મેજિસ્ટ્રેટની અરજી ઉપર 19 ડિસેમ્બરે વધુ સુનાવણી નક્કી કરી છે. મેજિસ્ટ્રેટને હાઇકોર્ટના હુકમથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
કેસને વિગતે જોતા પોલીસ ફરિયાદ મુજબ અરજદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને 17 સપ્ટેમ્બરના રોજ હાઇકોર્ટના હુકમથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમના કોર્ટરૂમને લોક કરીને તેમજ સીલ કરીને ચાવી પ્યુનને આપવામાં આવી હતી. આ ચાવી પ્યૂને સેશન્સ જજને પહોંચાડવાની હતી. જોકે, પટાવાળાએ આ ચાવી અરજદાર મેજિસ્ટ્રેટને આપી હતી, જેઓ અનધિકૃત રીતે કોઈપણ મંજૂરી વગર તાળું તોડી અંદરથી દસ્તાવેજો પોતાના ઘરે લઈ ગયા હતા. 11 પોટલાં જેટલા કાગળિયા લઈ ગયા હતા
અરજદારને હાઇકોર્ટ દ્વારા સસ્પેન્ડ કરાયાના હુકમની બજવણી 17 સપ્ટેમ્બરે બપોરે 4 કલાકની આસપાસ કરાઈ હતી. તેઓ તે દિવસે સાંજે 6 કલાકની આસપાસ 11 પોટલાં જેટલા કાગળિયા લઈ ગયા હતા. જ્યારે બીજા દિવસે સવારે 6થી 6.30 કલાકની વચ્ચે આવીને સીલ કરાયેલ કોર્ટરૂમનું તાળું તોડીને વધુ એક પોટલું કાગળિયા લઈ ગયા હતા. આ ઘટના સંદર્ભે જિલ્લા ન્યાયાધીશે જિલ્લા કોર્ટ રજીસ્ટ્રારને તપાસ કરીને અહેવાલ આપવા હુકમ કર્યો હતો. આ ઘટનામાં કોર્ટના CCTV ફૂટેજ અને ફરજ પરના કર્મચારીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. અરજદાર આ કાગળિયા પોતાના ખાનગી નિવાસસ્થાન વડોદરા લઈ ગયા હતા. જિલ્લા કોર્ટ રજીસ્ટ્રારે પૂર્વગ્રહ રાખીને ફરિયાદ નોંધાવી છે
અરજદાર તરફે અગાઉ જણાવાયું હતું કે, જેને પોતે આપેલા ઓર્ડર ગમ્યા નહોતા તેઓ બિનજરૂરી રીતે મીડિયામાં તેમની બાબતો ઉછાળતા હતા. જિલ્લા કોર્ટ રજીસ્ટ્રારે પણ પૂર્વગ્રહ રાખીને તેમની સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની કોપી ઓનલાઈન ઉપલબ્ધ ના હોવા છતાં તેને વાઇરલ કરવામાં આવી છે. ખરેખરમાં અરજદાર જ્યારે ભરૂચની કોર્ટમાં જજ તરીકે હતા, ત્યારે ફરિયાદી જિલ્લા રજિસ્ટ્રાર તેમના બોર્ડ ક્લાર્ક હતા. તેમની ગેરશિસ્ત અને નાણાકીય વ્યવહારો સંદર્ભે ઉપરના જ્યુડિશિયલ ઓફિસરને તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. એટલે આ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદ 12 દિવસ મોડી કરવામાં આવી છે. અરજદારે કોઈ સીલ તોડ્યું નથી. અરજદારને હાઇકોર્ટે સસ્પેન્ડ કર્યાની વાત પણ જાણી જોઈને વાઇરલ કરાઈ હતી. અરજદાર પોતાના કાગળિયા કોર્ટ કર્મચારીઓની ઉપસ્થિતિમાં લઈ ગયા હતા. ચોરીની ફરિયાદમાં 7 વર્ષની સજાની જોગવાઈ
11 પોટલાં ચોરાયાની વાત ખોટી છે. અરજદારે નાઇટ વોચમેન અને નાઝરને ફોન કર્યો હતો. અરજદાર ભાડાની પ્રોપર્ટીમાં રહેતા હતા, તેમને સસ્પેન્ડ કરતા તેઓ સરકારી તિજોરી પરત આપવા ગયા હતા, જેની ચેટ પણ છે. ચોરીની ફરિયાદમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે. બનાવ 18 તારીખનો સવારનો 6થી 6.35 વચ્ચેનો છે. જે પોટલાં લઈ ગયા તેમાં અરજદારના કાગળિયા હતા. જિલ્લા જજે બોડેલી જઈ તપાસ કરવા રજીસ્ટ્રારને કહ્યું હતું. જિલ્લા જજ ઓર્ડર કરે ત્યાર બાદ ફરિયાદ થાય, પણ FIR જાતે રજીસ્ટ્રારે આપી દીધી હતી. અરજદાર સામે ફરિયાદ પાછલા જ્યુડિશિયલ ઓફિસરો પણ સામેલ છે. ભૂતકાળમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજની અનધિકૃત માંગ અરજદારે સંતોષી નહિ અને રજીસ્ટ્રાર સામે પગલાં લેવા રિપોર્ટ કરાયા એટલે એટલે આ બધું થયું છે. કોલ રેકોર્ડિંગની સ્ક્રિપ્ટ પણ કોર્ટ સમક્ષ મુકાઈ હતી
કોર્ટે પૂછ્યું હતુ કે, ઉચ્ચ જ્યુડિશિયલ ઓફિસર તમને હેરાન કરતા હતા તો તમે યુનિટ જજને કેમ ના કહ્યું? અરજદારે કોર્ટ સમક્ષ તમામ રેકોર્ડ મૂક્યો હતો જેમાં તેઓએ અગાઉ ક્યાં નોકરી કરી હતી, કેવી રજૂઆતો ઉચ્ચ અધિકારીઓને કરી હતી જેવી બાબતો તેમાં સામેલ હતી. ઉપરાંત તિજોરી પરત કરવા જતી વખતે નાઝર અને પટાવાળા સાથે અરજદારની થયેલી કોલ રેકોર્ડિંગની સ્ક્રિપ્ટ પણ કોર્ટ સમક્ષ મુકાઈ હતી. કોઈ ચોરી કરવા જાય તો થોડી કોર્ટના કર્મચારીઓને ફોન કરે? આ ઉપરાંત કેટલાક ફોટા પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. જેમાં તાબાના અધિકારીનો કેવી રીતે ઉપયોગ કરાતો તે દેખાતું હતું. અરજદાર પીડિત હોય તો રાહત આપવી જરૂરી છે
કોર્ટે કહ્યું હતું કે, અરજદાર દ્વારા લઈ જવામાં આવેલા પોટલામાં શું હતું તે ગુનાની ગંભીરતા નક્કી કરશે. જો અરજદાર પીડિત હોય તો તેને રાહત આપવી જરૂરી છે. જૂની બાબતો અને ઉચ્ચ અધિકારીઓની વાત નહિ માનવી તેનાથી કોઈના કેરિયર ઉપર હુમલો થઈ શકે નહિ. FIR એક જ બાજુનો સિક્કો વેજ, બીજી બાજુનું પાસુ અલગ છે. અરજદારે કયા સંજોગોમાં આ કૃત્ય કર્યું તે જાણવું જરૂરી છે. અરજદાર એક જ્યુડિશિયલ ઓફિસર છે, તેને જેલમાં નાખવામાં આવે અને કાલે ઉઠીને તે નિર્દોષ સાબિત થાય તો તેની છબી ખરડાય. સિનિયર ઓફિસર સામે અવાજ ઉઠાવવો અઘરી બાબત છે, જ્યુડિશિયલ ઓફિસર કોર્ટમાં સોગંદ ઉપર ખોટું નિવેદન આપે નહીં. અરજદાર સામે ખાતાકીય તપાસ ચાલુ જ છે, હવે પોલીસ તપાસમાં કોઈ બાબત બહાર આવે તો અરજદાર સામે પગલાં લઈ શકાય. કોર્ટે તપાસ ઉપર કોઈ રોક ના લગાવતા અરજદાર સામે નકારાત્મક પગલાં ન લેવા હુકમ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments