બોલિવૂડના દબંગ એક્ટર સલમાન ખાનને ઈન્ડસ્ટ્રીનો સૌથી ફિટ એક્ટર માનવામાં આવે છે, 58 વર્ષની ઉંમરે પણ તેનું વ્યક્તિત્વ ઘણા ન્યૂ કમર્સનો પરસેવો છોડાવી દે છે, પરંતુ આ બધું જ ઉપરછલ્લું છે, વાસ્તવિક સત્ય સલમાને પોતે જ કહ્યું છે, તેણે કહ્યું છે કે તે અંદરથી કેટલી પીડામાં છે. ‘બિગ બોસ’ શોના વીકએન્ડ કા વાર એપિસોડમાં સ્પર્ધકોને ક્લાસ લેતી વખતે સલમાને તેની અગ્નિપરીક્ષાનું વર્ણન કર્યું અને કહ્યું કે તમે નાની-નાની બાબતોમાંથી સમસ્યાઓ બનાવો છો. સલમાને આગળ કહ્યું-‘ મારું દરેક હાડકું ત્રણ-ત્રણ, પાંચ-પાંચ વાર તૂટી ગયું છે. લિગામેન્ટ ફાટી ગયું છે. જ્યારે હું સવારે જાગું છું, ત્યારે પથારીમાંથી માંડ માંડ ઊભો થાવ છું.પણ જીમમાં જાઉ છું, એકાદ કલાક દોડું છું, પંચિંગ કરું છું, ત્યાર પછી વર્કઆઉટ કરું છું, સેફ્ટી ગિયર બાંધીને. અને ત્યાં એ જ તાલીમ કરવાનું ચાલુ રાખીએ છે જે પહેલા પણ કરતો હતો. તેનાથી પણ વધુ કરું છું, કારણ કે જાણું છું કે, મેટાબોલિઝમ પહેલા જેવું નથી સલમાન ખાને સ્પર્ધકોને આ બધું ભલે સમજાવવા માટે કહ્યું હોય, પરંતુ ચાહકો આ સાંભળીને ખૂબ જ દુઃખી થઈ રહ્યા છે, અને કહી રહ્યા છે – ભાઈ, તને આટલું દર્દ છે પણ ક્યારેય લાગતું નથી. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા સલમાનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે યોગ્ય રીતે બેસી પણ શકતો ન હતો. તે આના પર ઘણી ટ્રોલીંગનો ભોગ પણ બન્યો હતો. પરંતુ બાદમાં સલમાને એ જ શોમાં કહ્યું હતું કે, તેની બે પાંસળીઓ તૂટી ગઈ છે. તે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. બ્રેસ્ટ કેન્સરની પીડા છતાં હિના ખાન પણ ગેસ્ટ બની હતી
ટીવી અભિનેત્રી હિના ખાનને આજે કોઈ ઓળખની જરૂર નથી. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવનાર હિના ઘણા રિયાલિટી શોની સાથે બિગ બોસ સિઝન 11ની ફાઇનલિસ્ટ રહી ચૂકી છે, હિના બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડિત છે. આ મુશ્કેલ સમયમાં પણ હિના મજબૂત રીતે ઊભી છે. આવી સ્થિતિમાં હવે હિના બિગ બોસ 18ના વીકેન્ડ કા વારમાં ગેસ્ટ તરીકે આવી હતી. હિના સલમાન સામે ભાવુક થવાથી પોતાને રોકી શકી નહોતી. સલમાન ખાને હાર્દિક સ્વાગત કર્યું હતું
‘બિગ બોસ 18’ વીકેન્ડ કા વારનો નવો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં સલમાન ખાન હિનાનું જોરદાર સ્વાગત કરતા જોવા મળે છે. સલમાન કહે છે, ‘પ્લીઝ વેલકમ, રિયલ લાઈફ ફાઈટર હિના ખાન.’ સલમાન સામે ઇમોશનલ થઈ હિના
હિના ખાને કહ્યું, ‘આ સુંદર સફરમાંથી હું મારી સાથે જે વસ્તુ લઈને ગઈ છું તે છે તાકાત છે. મને આ શો પર ખૂબ જ સુંદર ટેગ મળ્યો છે. આખી દુનિયા મને ‘શેરખાન’ તરીકે ઓળખે છે. હિનાની વાત સાંભળ્યા બાદ સલમાન કહે છે, ‘તમે હંમેશા ફાઇટર રહ્યા છો અને દરેક પડકાર સામે લડી રહ્યા છો. અહીં તમેએક હજાર ટકા સાજા થઈ જશો.’ સલમાનની વાત સાંભળીને હિનાની આંખોમાં આંસુ આવી જાય છે