મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે રાજ્યમાં ગઠબંધન સરકાર બનશે. મહાયુતિ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવારની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પરિણામો બાદ કહ્યું કે ચૂંટણી પહેલા એ નક્કી નથી થયું કે જેની પાસે વધુ સીટો હશે તે સીએમ બનશે. બીજી તરફ, હારની જવાબદારી લીધા બાદ ઉદ્ધવ ઠાકરેએ શિંદેને આડે હાથ લેતા કહ્યું- હવે શિંદેએ ફડણવીસના નેતૃત્વમાં કામ કરવું પડશે. આ ચૂંટણીમાં 6 મોટી પાર્ટીઓના બે ગઠબંધન વચ્ચે મુકાબલો હતો. મહાયુતિમાં ભાજપ, શિવસેના (એકનાથ શિંદે) અને NCP (અજિત પવાર)નો સમાવેશ થાય છે, જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને NCP (શરદ પવાર)નો સમાવેશ થાય છે. 149 બેઠકો પર ચૂંટણી લડનાર ભાજપે સૌથી વધુ 132 બેઠકો જીતી છે. ગઠબંધનને 288માંથી રેકોર્ડ 230 બેઠકો મળી હતી. ભાજપનો સ્ટ્રાઈક રેટ 88% હતો. કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી (MVA)ને 46 બેઠકો મળી હતી. પરિણામો પછીની અપડેટ….