back to top
Homeગુજરાતમુંબઈ પછી હવે અમદાવાદમાં ઇમેજિકા:રિવરફ્રંટ પર ઇમેજિકા; 45 હજાર ચોરસ મીટરમાં 5...

મુંબઈ પછી હવે અમદાવાદમાં ઇમેજિકા:રિવરફ્રંટ પર ઇમેજિકા; 45 હજાર ચોરસ મીટરમાં 5 ઝોનમાં બનશે થીમ પાર્ક, 10 મહિનામાં પૂર્ણ થશે પ્રથમ ફેઝનું કામ

દેવેન્દ્ર ભટનાગર
વિશ્વસ્તરનો મનોરંજન થીમ પાર્ક ઈમેજિકા હવે અમદાવાદમાં આવી રહ્યો છે. મુંબઈ-પુણે હાઈવે પર ખોપોલીમાં બનેલા થીમ પાર્ક બાદ આ ઈમેજિકાનો દેશમાં બીજો મોટો થીમ પાર્ક હશે. સાબરમતી નદી પર રિવરફ્રન્ટમાં અટલ બ્રિજના પૂર્વ છેડે 45 હજાર સ્ક્વેર મીટર (4.56 હેક્ટર)માં આ પાર્ક તૈયાર થવા જઈ રહ્યો છે. આ માટે પુણેના ઈમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDCL)ની વચ્ચે એગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે. હાલ આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)ની મંજૂરી હેઠળ છે. તેની ગ્રીન સિગ્નલ મળતાં જ 3થી 4 મહિનામાં કામ શરૂ થઈ જશે. બે તબક્કામાં તૈયાર થનારા ગુજરાતના પહેલા અને દેશના બીજા સૌથી મોટા થીમ પાર્કનો પહેલો તબક્કો 8થી 10 મહિનામાં પૂરું થઈ જશે. ઈમેજિકા ગ્રુપનો આ પ્રોજેક્ટ 300 કરોડનો હશે. ઈમેજિકાને થીમ પાર્ક માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને 30 વર્ષની લીઝ પર જમીન ફાળવી છે. આ જમીનનું વાર્ષિક ભાડું 45.60 લાખ હશે. અને દર વર્ષે 10%નો વધારો કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ભાડા ઉપરાંત ઈમેજિકા વર્લ્ડ કમાણીમાંથી દર વર્ષે 12.25%નો હિસ્સો પણ આપશે. ઝોન-1: અહીં મેઇન એન્ટ્રી ગેટ અને વ્હીકલ ડ્રોપ પોઇન્ટ રહેશે. એટલે કારમાંથી સીધા એન્ટ્રી ગેટ પર ઊતરી શકાશે. એક સાથે 5 હજારની ભીડ પણ નિયંત્રિત રહી શકે તે માટે ઝોન-1 પૂર્ણ રીતે ઓપન એરિયા રહેશે. ઝોન-2: અહીં ટિકિટ વિન્ડો બનાવાશે. ઓનલાઇનની સાથોસાથ ઓફલાઇન ટિકિટ પણ મેળશે. 4થી 6 લાઇનની ટિકિટ વિન્ડો હશે. જેમાં 3 મહિલા-3 પુરુષોની લાઈન હશે, જેથી ભીડની સ્થિતિમાં હેરાન ન થવું પડે. ઝોન-3: ઈન્ટરનેશનલ બ્રાન્ડ ડેવ એન્ડ બસ્ટરનો ઈન્ડોર એન્ટરટેનમેન્ટ સ્ટોર હશે. આ ઝોનના સેકન્ડ ફ્લોર પર મલ્ટીલેવલ પાર્કિંગ હશે. જ્યાં એક સાથે 500 વાહન પાર્ક કરી શકાશે. ઝોન-4: મેક્સિકન કંપની કિડ્ઝાનિયાનો આઉટલેટ અને સ્નો પાર્ક હશે. માઇનસ 5 ડિગ્રીના માહોલમાં અહીં મલ્ટીપલ પ્રકારની સ્લાઇડ્સ હશે. આ ઉપરાંત રોક ક્લાઇમ્બિંગ વોલ હશે. બરફથી ઢંકાયેલા કૃત્રિક પહાડ પર ચઢવાની મજા લઈ શકાશે. ઝોન-5: તમામ વયના લોકો માટે રોમાંચક ડ્રાઈવ હશે. અહીં પણ 2 રેસ્ટોરાં હશે. ટ્રેમ્પોલિન પાર્ક, ગો કાર્ટ, સાફ્ટ પ્લે એરિયા, રોલર કોસ્ટર, ફ્લાઈંગ થિયેટર (સિમ્યુલેશન રાઈડ) અને અન્ય રોમાંચક ગેમ્સ/ડ્રાઈવ રહેશે. ડેવ એન્ડ બસ્ટર: હાઈટેક ગેમિંગ અને એન્ટરનેટમેન્ટ રેસ્ટોરાં ચેઇન ચલાવે છે. આ અમેરિકન કંપનીએ ઈમેજિકાના માલપાની ગ્રુપની સાથે ટાઇઅપ કર્યું છે. તેના વિ‌શ્વમાં 156થી વધુ સ્ટોર છે. ભારતમાં ડેવ એન્ડ બસ્ટરનો આ બીજો સ્ટોર હશે કિડ્ઝાનિયા: મેક્સિકોની કંપની છે, તેના 37 દેશમાં આઉટલેટ છે. ભારતમાં મુંબઈ બાદ હવે અમદાવાદમાં જોવા મળશે. 1થી 14 વર્ષ સુધીનાં બાળકોને તે મેન્ટલી ગેમ્સ રમાડે છે. રમત-રમતમાં બાળકોને અનેક પ્રકારનું લર્નિંગ આપે છે. અહીં રમત-રમતમાં બાળકો વયસ્કોના કામ કરી શકે છે. આગામી 5 વર્ષ સુધી દર વર્ષે એક થીમ પાર્કનો પ્લાન
ઈમેજિકાનું લક્ષ્ય 5 વર્ષ દરમિયાન દરેક વર્ષે 1 થીમ પાર્ક બનાવવાનું છે. ટિયર-1 શહેરોમાં મોટા જ્યારે ટિયર-2 શહેરોમાં નાના પાર્ક હશે જેમાં પાણી અને એન્ટરટેનમેન્ટની સુવિધા હશે. અમદાવાદ બાદ માલપાની ગ્રુપ ઈન્દોરમાં ઈમેજિકા થીમ પાર્ક બનાવવાનું પ્લાન કરી રહ્યું છે. તેના માટે 200 કરોડનું રોકાણ કરાશે. -જય માનપાની, અમડી, ઇમેજિકા વર્લ્ડ રિવરફ્રન્ટનો ઉપયોગ અને ટૂરિઝમને પ્રોત્સાહન
રિવરફ્રન્ટનો ઉપયોગ થઈ શકે તે ઉદ્દેશ્ય છે. દર વર્ષે 30 લાખ લોકો અટલબ્રિજ જોવા આવે છે. એ લોકો એક દિવસ શહેરમાં રોકાય તો કાંકરિયા ઉપરાંત પણ એક જગ્યા હોવી જોઈએ જ્યાં લોકોને મનોરંજન મળી શકે. આ માટે જ રિવરફ્રન્ટ પર ઇમેજિકા પ્રોજેક્ટ શરૂ કરાશે. – એમ. થેન્નારસન, મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments