back to top
Homeમનોરંજનસ્વરા ભાસ્કરના પતિની હારની મજાક ઉડાવી:ચૂંટણીમાં ફહાદ અહમદની હાર પર એલ્વિશ યાદવે...

સ્વરા ભાસ્કરના પતિની હારની મજાક ઉડાવી:ચૂંટણીમાં ફહાદ અહમદની હાર પર એલ્વિશ યાદવે કહ્યું- સ્વરાને હિજાબમાં ન રાખવાની તમને સજા

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો 23 નવેમ્બરના રોજ આવ્યા હતા. અણુશક્તિ નગર વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડી રહેલા સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને જંગી મતથી હારનો સામનો કરવો પડ્યો છે. સોશિયલ મીડિયા ટ્રોલિંગ પછી, હવે બિગ બોસ OTT 2 વિજેતા અને યુટ્યુબર એલ્વિશ યાદવે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને તેની મજાક ઉડાવી છે. વાસ્તવમાં, પરિણામો જાહેર થયા પછી, ફહાદ અહમદે એક વીડિયો જારી કરીને ઈવીએમ મશીનોમાં ખામી હોવાનો આરોપ લગાવ્યો હતો અને મતોની ફરીથી ગણતરીની માગ કરી હતી. હવે ફહાદનો વીડિયો ફરીથી શેર કરતા એલ્વિશ યાદવે લખ્યું છે કે, સ્વરાને હિજાબમાં ન રાખવાની આ તમને સજા છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા સ્વરા ભાસ્કરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે મૌલાના સજ્જાદ નૌમાની સામે સૂટ પહેરીને માથું ઢાંકેલી જોવા મળી હતી. તેના પોશાકમાં અચાનક બદલાવના કારણે તેને ભારે ટ્રોલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ફવાદ અહેમદની લવ જેહાદ અને આંતર-ધર્મ લગ્નને લઈને પણ ટીકા થઈ રહી હતી. કેટલાક ટ્રોલર્સે કહ્યું કે ચૂંટણી પહેલા ફહાદ અહમદ તેની પત્ની ને આવો પોશાક પહેરાવીને મુસ્લિમ મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા માગે છે. જ્યારે કેટલાકે કહ્યું કે મુસ્લિમ સાથે લગ્ન કર્યા બાદ સ્વરા ભાસ્કર સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. સતત ટ્રોલિંગ વચ્ચે સ્વરા ભાસ્કરે ટ્રોલ કરનારાઓને ઠપકો આપ્યો હતો. તેણે પોતાની કેટલીક તસવીરો પોસ્ટ કરી અને લખ્યું, મને ખબર ન હતી કે લગ્ન બાદ મારો બદલાયેલો પોશાક રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની જશે. હું મારી કેટલીક વધુ તસવીરો પોસ્ટ કરી રહી છું, જે સંઘી જંતુઓને થોડો વધુ ચારો આપશે. મને માફ કરો, ફહાદ અહમદ મુસ્લિમ રૂઢિચુસ્તતાના સ્ટીરિયોટાઇપને બંધબેસતો નથી. નોંધનીય છે કે સ્વરા ભાસ્કરની મજાક ઉડવાની સાથે સાથે એલ્વિશ યાદવે પણ એજાઝ ખાનની હારની મજાક ઉડાવી છે. વાસ્તવમાં 50 લાખ ફોલોઅર્સ ધરાવતા એજાઝ ખાનને સાંજ સુધી માત્ર 43 વોટ મળ્યા હતા જેના કારણે તેમને મોટી હારનો સામનો કરવો પડ્યો હતો. એલ્વિશે એજાઝની હાર સાથે સંબંધિત એક મીમની તસવીર શેર કરી અને લખ્યું – OG (ઓરિજિશન) બોલતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments