back to top
HomeદુનિયાEVMની ખોડ કાઢનારા મસ્કને અચાનક શું થયું!:ભારતની વોટ કાઉન્ટિંગનાં વખાણ કર્યાં, કહ્યું-...

EVMની ખોડ કાઢનારા મસ્કને અચાનક શું થયું!:ભારતની વોટ કાઉન્ટિંગનાં વખાણ કર્યાં, કહ્યું- એક દિવસમાં 64 કરોડ મત ગણ્યા, કેલિફોર્નિયામાં હજુ પણ ગણતરી ચાલુ

ટેસ્લાના માલિક ઈલોન મસ્કે ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરી છે. મસ્કે કહ્યું કે ભારતે એક જ દિવસમાં 64 કરોડ મતોની ગણતરી કરીને ચૂંટણીનો ચુકાદો જાહેર કર્યો. તે જ સમયે, 5 નવેમ્બરે યોજાનારી ચૂંટણી માટે અમેરિકાના કેલિફોર્નિયામાં હજુ પણ મતગણતરી ચાલી રહી છે. ભારતમાં, 23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા સહિત 13 રાજ્યોમાં વિધાનસભા પેટાચૂંટણીની ગણતરી થઈ. આ એજ મસ્ક છે જેમણે થોડા મહિના અગાઉ EVMને વખોડ્યું હતું. મસ્કે કહેલું કે EVMથી ચૂંટણીમાં ગોટાળા કરવામાં આવે છે. દેશભરમાં બેલેટ પેપર દ્વારા જ ચૂંટણી યોજવા અને હાથથી મતોની ગણતરી કરવાની અપીલ કરી હતી. મસ્કએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ભારતની મત ગણતરીની પ્રશંસા કરી. મસ્કે બીજી એક પોસ્ટ શેર કરી જેમાં યુઝરે લખ્યું હતું કે ભારતે એક દિવસમાં 640 મિલિયન વોટ ગણ્યા અને કેલિફોર્નિયા 18 દિવસથી 15 મિલિયન વોટની ગણતરી કરી રહ્યું છે. બેલેટ પેપર વોટિંગને કારણે કેલિફોર્નિયામાં પરિણામો ઉપલબ્ધ નથી અમેરિકામાં, મોટાભાગના મતદાન પેપર બેલેટ અથવા ઈમેલ બેલેટ દ્વારા કરવામાં આવે છે. 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, માત્ર 5% વિસ્તારમાં મતદાન માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, ગણતરીમાં ઘણો સમય લાગે છે. કેલિફોર્નિયા એ અમેરિકાનું સૌથી મોટું રાજ્ય છે. અહીં 3.9 કરોડ લોકો રહે છે. 5 નવેમ્બરે યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 1.6 કરોડ લોકોએ મતદાન કર્યું હતું. મતદાનના બે સપ્તાહ બાદ પણ હજુ 3 લાખ જેટલા મતોની ગણતરી બાકી છે. દર વર્ષે અમેરિકામાં મતોની ગણતરીમાં અઠવાડિયા લાગે છે. અગાઉ મસ્કે EVMથી ચૂંટણીમાં ગોટાળા થવાના આરોપ લગાવ્યા હતા
​​​​​​​અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ઈલોન મસ્કે મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે EVMથી ચૂંટણીમાં ગોટાળા કરવામાં આવે છે. મસ્કે દેશભરમાં બેલેટ પેપર દ્વારા જ ચૂંટણી યોજવા અને હાથથી મતોની ગણતરી કરવાની અપીલ કરી હતી. મસ્કે વોટિંગ મશીન બનાવતી કંપનીને નિશાન બનાવી હતી. જો કે, કંપનીએ મસ્કના દાવાઓને ફગાવ્યા હતા. ચૂંટણી પંચે ઈલોન મસ્કના આરોપોને ફગાવ્યા
​​​​​​​જો કે ચૂંટણીપંચ EVMમાં ​​ગેરરીતિના કોંગ્રેસના આરોપોને ફગાવી રહ્યું છે. બીજેપી પણ તેમને ખોટા ગણાવી રહી છે, પરંતુ આ બધા વચ્ચે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને સ્પેસ એક્સના સીઈઓ ઈલોન મસ્ક દ્વારા EVM અંગે આપવામાં આવેલ નિવેદને આ મામલાને હવા આપી છે. ઈલોન મસ્કે શું કહ્યું હતું?
ઈલોન મસ્કે કહ્યું, “હું એક ટેક્નિશિયન છું અને હું માત્ર એટલું કહેવા માગું છું કે EVM દ્વારા મતદાન ન થવું જોઈએ. કારણ કે EVM હેક થઈ શકે છે. EVM કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સાથે જોડાયેલું હોય છે અને તેને હેક કરવું શક્ય છે.” તેમનું આ નિવેદન એટલા માટે મહત્ત્વનું છે કારણ કે તેઓ વિવિધ પ્રોજેક્ટ્સ પર વૈજ્ઞાનિકો સાથે સતત કામ કરે છે. કોંગ્રેસે મસ્કના નિવેદનને હથિયાર બનાવ્યું
ઈલોન મસ્કના નિવેદન બાદ કોંગ્રેસે ફરી સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓએ X પર લખ્યું, EVM હેક થઈ શકે છે… હવે મને કહો કે શું મસ્ક પણ ખોટું બોલી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments