IPL 2025નું મેગા ઓક્શન આજે થઈ રહ્યું છે અને બીજો દિવસ આવતીકાલે થશે. આ ઇવેન્ટ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ રહી છે. ઓક્શનમાં 577 ખેલાડીઓ છે, જોકે 10 ટીમમાં માત્ર 204 ખેલાડીઓની જ જગ્યા ખાલી છે. મેગા ઓક્શનમાં 2 ભારતીય ક્રિકેટર IPL ઈતિહાસના સૌથી મોટા ખેલાડી બની ગયા છે. નંબર વન પર રિષભ પંત છે જે અત્યાર સુધીનો સૌથી મોંઘો ક્રિકેટર છે. દિલ્હી કેપિટલ્સના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર પંતને લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બીજા નંબરે કેપ્ટન અને બેટર શ્રેયસ અય્યર છે, જેણે ગત સિઝનમાં કોલકાતાને ચેમ્પિયન બનાવ્યું હતું. શ્રેયસને પંજાબ કિંગ્સે રૂ. 26.75 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. જોકે આ બધા વચ્ચે ટીમના માલિકો અને સ્ટાર્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તે પછી હૈદરાબાદની માલિક કાવ્યા મારન હોય, કે પછી મુંબઈના આકાશ અંબાણી અને નીતા અંબાણી હોય કે પછી પંજાબની માલિક પ્રીટિ ઝિન્ટા હોય…તેમના એક્સપ્રેશન કેમેરામાં કેદ થયા છે. નીચેના ફોટોઝમાં તમે જોઈ શકો છો…