તમે એક કપ મસાલા ચા માટે કેટલાં રૂપિયા ચૂકવો છો? 10 રૂપિયા? વધારેમાં વધારે 30 રૂપિયા? જો તમે કોઈ ફેન્સી કેફેમાં જશો તો લગભગ 300 રૂપિયા સુધી પણ આપી શકો છો. પરંતુ દુબઈમાં લોકો સોનાના સ્વાદની ચાનો સ્વાદ લેવા માટે 1 લાખ રૂપિયા સુધી ખર્ચ કરી રહ્યા છે, જે શુદ્ધ ચાંદીના કપમાં પીરસવામાં આવે છે અને જેના ઉપર 24 કેરેટ સોનાનું વરક લગાવવામાં આવે છે. ‘ગોલ્ડ કરક’ ચા બોહો કેફેની માલકણ ભારતીય મૂળની સુચેતા શર્માનો આઈડિયા છે. આ કેફે ગયા મહિને ડીઆઈએફસીના એમિરેટ્સ ફાઇનાન્શિયલ ટાવર્સમાં ખુલ્યો હતો અને ત્યારથી જ આ કેફે પોતાની અનોખી વેરાયટીને લઈને સોશિયલ મીડિયાનું ધ્યાન આકર્ષિત કર્યું છે, જેમાં સોનાથી બનેલાં ક્રોઇસૈન અને સોનાની વરકવાળી ચા સામેલ છે. કેફેની માલકણ ભારતીય મૂળની મહિલા
ખલીઝ ટાઇમ્સના જણાવ્યા પ્રમાણે, કેફેમાં ડ્યૂલ મેન્યૂ છે. કસ્ટમર સસ્તુ ભારતીય સ્ટ્રીટ ફૂડનો આનંદ લઈ શકે છે અથવા વધારે વૈભવી વેરાયટીનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. બોહો કેફેની માલકણ સુચેતા શર્માએ ખલીઝ ટાઇમ્સને જણાવ્યું, ‘અમે તે લોકો માટે કઇંક અસાધારણ બનાવવા ઇચ્છતા હતા જે લક્ઝરીની શોધમાં હોય છે’. આ ચા માટે 1 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે
ગોલ્ડ કરક ચાની કિંમત 5,000 AED (લગભગ 1.1 લાખ રૂપિયા) છે. દુબઈના બોહો કેફેમાં ગોલ્ડ કોફીની કિંમત પણ લગભગ આટલી જ છે. દરેક ડ્રિંકની સાથે ગોલ્ડ-ડસ્ટેડ ક્રોઇસેન્ટ અને સિલ્વરવેર આવે છે જે કસ્ટમર પોતાની સાથે ઘરે લઈ જઈ શકે છે. જોકે, જો કસ્ટમર આટલી રકમ ખર્ચ કર્યા વિના સોનાનો સ્વાદ લેવા ઇચ્છે છે, તો તે ચાંદીના કપ વિના સોનાની ચા પી શકે છે. જેના માટે તેમણે 150 AED (લગભગ 3,500 રૂપિયા) ખર્ચ કરવા પડશે. મેનૂમાં અન્ય વેરાયટીમાં ગોલ્ડ-ઇન્ફ્યૂઝ્ડ વોટર, ગોલ્ડ બર્ગર (શાકાહારી અને પનીર વિકલ્પો સાથે) અને ગોલ્ડ આઇસક્રીમ સામેલ છે.