વડોદરા નજીક આવેલ કોયલી ગુજરાત રિફાઇનરી થયેલ દુર્ઘટનામાં ટેન્ક બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં બે કર્મચારીના કરૂણ મોત નીપજ્યા હતા. આ સમગ્ર મામલે લીલા કલેકટરે તપાસના આદેશ આપ્યા હતાં. જેમાં આ તપાસ કરનાર અઘિકારી દ્વારા 7થી વધુ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આ સાથે આજ સાંજ સુધીમાં આ સમગ્ર ઘટના અંગેનો રિપોર્ટ વિવિઘ તપાસ કરનારા તપાસ કમિટી દ્વારા તપાસ અધિકારીને રિપોર્ટ સુપ્રત કરી શકે છે. આ આખીય ઘટનામાં શુ પૂરાવા એકત્રિત કર્યા અને તપાસમાં શું સામે આવ્યું તે માટે સૂચનાઓ દર્શક નોટિસ મોકલવામાં આવી છે. જેના આધારે આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ઘટનાની તપાસને લઈ અધિકારીઓને સૂચના
આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં વિવિઘ તપાસ કરનાર એજન્સીઓ અને નિષ્ણાતો દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ અઘિકારી દ્વારા વડોદરા ગ્રામ્ય મામલતદાર, આઈ.ઓ.સી.એલ.ના એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર, સાઈટ કન્ટ્રોલર અને ચીફ કન્ટ્રોલર નોટિસ પાઠવી છે. તેમજ કોયલી પોલીસ સ્ટેશનના પી.આઈ, ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર, કોયલીના તલાટીની સાથે એક્ઝીક્યુટિવ મેજિસ્ટરેટ એવા નાયબ મામલતદાર સહિતના અધિકારીઓને આ ઘટનામાં શું તપાસ કરી અને શું પૂરાવા મળ્યા તે માટે સૂચના આપવામાં આવી છે. હાલમાં તપાસ અંતીમ તબક્કામાં
તેમજ તેમની પાસેથી આ સમગ્ર ઘટના અંગેનો વિગતવાર અહેવાલ મંગાવ્યો છે. આ સમગ્ર મામલે આવતી કાલે ગ્રામ્ય પ્રાંત અધિકારીની કચેરીએ હાજર થવા સૂચના આપી છે. જ્યાં તેમણે બેઠક બોલાવી છે અને આ ઘટનાની તપાસ બાબતે વધુ કાર્યવાહી હાથ ધરાશે. આ સમગ્ર ઘટના બાબતે હાલમાં તપાસ અંતીમ તબક્કામાં ચાલી રહીં છે. ત્યારે આજે સાંજ સુધીમાં આ મામલે ગ્રામ્ય પ્રાંત અધિકારીને રિપોર્ટ સોંપી શકે છે. રિપોર્ટ બાદ ચોંકાવનારો ખુલાસો થઈ શકે
અત્યાર સુધીમાં આ સમગ્ર ઘટનામાં OISD (ઓઇલ ઇન્ડસ્ટ્રી સેફ્ટી ડાયરેક્ટર), PESO (પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઈઝેશન), સ્થાનિક પોલીસ અને FSL, IOCL (ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ), ઇન્ડ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટ સહિત GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) દ્વારા તપાસ કરવામાં આવી છે, જેનો સમગ્ર રિપોર્ટ બાદ આ ઘટના કઈ રીતે બની તે અંગેનો ચોંકાવનારો ખુલાસો થઈ શકે છે. આ મામલે GPCB દ્વારા નોટિસ અપાઈ હતી
વડોદરાના કોયલી ખાતે IOCL ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં 11 નવેમ્બરના રોજ લાગેલી ભીષણ આગની ઘટનામાં GPCBએ ગુજરાત રિફાઈનરીને નોટિસ ફટકારી છે. આગના કારણે પ્રદૂષણ વધુ ફેલાતા નોટિસ ફટકારીને 1 કરોડનું વળતર માંગ્યું છે. આ ઉપરાંત ગુજરાત રિફાઈનરીને 5 લાખની બેંક ગેરંટી પણ આપવી પડશે, તેવુ કડક વલણ અપનાવવામાં આવ્યુ છે.