દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થયો છે. ખાનગી હવામાન એજન્સી AQI.in ના ડેટા અનુસાર, દિલ્હીમાં સોમવારે સવારે 7 વાગ્યે AQI- 346 નોંધવામાં આવ્યું હતું. રવિવારે પણ સરેરાશ AQI 304 નોંધાયો હતો. 400 કરતા ઓછા AQIને ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં ગણવામાં આવે છે. 2 દિવસ પહેલા સુધી, દિલ્હીની હવા ગંભીર શ્રેણીમાં એટલે કે 400થી ઉપર નોંધવામાં આવી હતી. દિલ્હી ટ્રાફિક પોલીસ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે સતત કામ કરી રહી છે. પોલ્યુશન કંટ્રોલ સર્ટિફિકેટ (PUC) વગર ચાલતા વાહનો સામે ટ્રાફિક પોલીસે કડકાઈ વધારી છે. ટ્રાફિક પોલીસના ડેટા અનુસાર, 1 ઓક્ટોબરથી 22 નવેમ્બરની વચ્ચે એટલે કે 53 દિવસમાં 1.64 લાખ વાહનો પર 164 કરોડ રૂપિયાના ચલણ જારી કરવામાં આવ્યા છે. 18 નવેમ્બરથી GRP-4 લાગુ કર્યા પછી, PUCC ના અભાવે અત્યાર સુધીમાં 20,743 ચલણ જારી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 736 જુના વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. 15 ઓક્ટોબરથી 13,762 નોન-ટાર્ગેટ ટ્રકો દિલ્હી સરહદો પર પાછી ફેરવવામાં આવી હતી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) શશાંક જયસ્વાલે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને વાહન માલિકોને જવાબદાર બનવા અને માન્ય PUCC મેળવવાની અપીલ કરી છે. 50 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 42 શહેરો ભારતના, 87 કરોડ લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં