back to top
Homeસ્પોર્ટ્સપર્થ ટેસ્ટ- ભારતે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો:યશસ્વી-વિરાટની સદી; કાંગારુઓની 12 રનમાં...

પર્થ ટેસ્ટ- ભારતે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો:યશસ્વી-વિરાટની સદી; કાંગારુઓની 12 રનમાં 3 વિકેટ પણ પડી ગઈ

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પર્થ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયા પર મજબૂત પકડ જમાવી લીધી છે. રવિવારે, ભારતે યશસ્વી જયસ્વાલ (161 રન) અને વિરાટ કોહલી (100*)ની સદીના આધારે 487/6 પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ સાથે ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ મળ્યો હતો. રન ચેઝમાં ઓસ્ટ્રેલિયાએ સ્ટમ્પ સુધી 12 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી છે. ભારતે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. આ સાથે જ ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 104 રનમાં સમેટાઈ ગયું હતું. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત: જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ. ઓસ્ટ્રેલિયા: પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વિની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments