back to top
Homeમનોરંજનમલ્લિકા શેરાવત 48 વર્ષની ઉંમરે સિંગલ થઈ ગઈ:એક્ટ્રેસે કહ્યું,  'ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે...

મલ્લિકા શેરાવત 48 વર્ષની ઉંમરે સિંગલ થઈ ગઈ:એક્ટ્રેસે કહ્યું,  ‘ફ્રેન્ચ બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ થઈ ગયું; હજું પણ યોગ્ય જીવનસાથી શોધી રહી છે

બોલિવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવત પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. 48 વર્ષની ઉંમરે પણ તે સિંગલ છે. દરમિયાન, મલ્લિકા શેરાવતે પુષ્ટિ કરી કે તેણે તેના ફ્રેન્ચ બોયફ્રેન્ડ સિરીલ ઓક્સેનફેન્સ સાથે બ્રેકઅપ કરી લીધું છે. બંને છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં હતા, પરંતુ હવે તેમના સંબંધોનો અંત આવી ગયો છે. જો કે, મલ્લિકાએ તેના બ્રેકઅપ વિશે વધુ વાત કરવાનો ઇનકાર કર્યો હતો. ઇટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મલ્લિકા શેરાવતે કહ્યું કે, આ દિવસોમાં તે તેના વ્યવસાયિક જીવનમાં વધુ રસપ્રદ ભૂમિકાઓ શોધી રહી છે, અને તે જ સમયે તે તેના અંગત જીવનમાં યોગ્ય વ્યક્તિને પણ શોધી રહી છે. મલ્લિકા શેરાવત કહે છે કે આજના સમયમાં યોગ્ય જીવનસાથી મળવો ખૂબ જ મુશ્કેલ છે અને તે પોતાને સિંગલ કહે છે. મલ્લિકા શેરાવત સિંગલ છે
જ્યારે મલ્લિકા શેરાવતને પૂછવામાં આવ્યું કે શું તે ખરેખર સિંગલ છે? તો અભિનેત્રીએ જવાબ આપ્યો કે ‘હા, તે સાચું છે. હું સિંગલ છું.’ મલ્લિકા ફ્રેન્ચ નાગરિક સિરિલ ઓક્સેનફાન્સને ડેટ કરતી હતી. તેનો ઉલ્લેખ કરતાં મલ્લિકા કહે છે, ‘અમારું બ્રેકઅપ થઈ ગયું છે. હું તેના વિશે વાત કરવા માગતી નથી.’ જોકે, તેણે લગ્ન અંગે પોતાના મંતવ્યો જણાવતા કહ્યું, ‘હું ન તો તેના પક્ષમાં છું અને ન તો તેની વિરુદ્ધ. તે બે લોકો શું ઇચ્છે છે તેના પર નિર્ભર છે.’ ‘જ્યાં મન માને ત્યાં ચાલી નીકળું છું’
આ પહેલા રણવીર અલ્લાહબાદિયાની યુટ્યુબ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં મલ્લિકા શેરાવતે કહ્યું હતું કે તે સિંગલ છે. તેને પૂછવામાં આવ્યું કે શું તે અત્યારે સિંગલ છે? તો તેણે ‘હા’માં જવાબ આપ્યો. તેણે એ પણ જણાવ્યું કે તે તેના સિંગલ સ્ટેટસને ખૂબ એન્જોય કરે છે. અભિનેત્રીએ આગળ કહ્યું, ‘જ્યારે પણ મને એવું લાગ્યું ત્યારે હું મારી સૂટકેસ પેક કરીને જતી રહું છું. અને આ મને સૌથી વધુ ગમે છે.’ ‘યોગ્ય લાઇફપાર્ટનર શોધવાનું મુશ્કેલ છે’
મલ્લિકા શેરાવતનું માનવું છે કે, જો કોઈ વ્યક્તિ પોતાનો સમય અને લાગણીઓનું રોકાણ કરે છે તો પાર્ટનર તેના માટે લાયક હોવો જોઈએ. અભિનેત્રીએ કહ્યું કે તે એવી વ્યક્તિની રાહ જોઈ રહી છે જે તેના માટે લાયક હોય. અંતે અભિનેત્રીએ હસીને કહ્યું, ‘આટલાં વર્ષો થઈ ગયાં, હું હજી રાહ જોઈ રહી છું. કદાચ હું ખૂબ અપેક્ષા રાખું છું.’ આ ફિલ્મમાં મલ્લિકા શેરાવત જોવા મળી હતી
નોંધનીય છે કે, મલ્લિકા શેરાવત છેલ્લે ફિલ્મ ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં જોવા મળી હતી. રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીએ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે મલ્લિકા શેરાવત ફિલ્મમાં ‘ચંદા રાની’ના રોલમાં જોવા મળી હતી. જો કે કમાણીના મામલામાં આ ફિલ્મ કંઈ કમાલ કરી શકી નહોતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments