back to top
Homeગુજરાતરાજ્યભરની યુનિવર્સિટી-કોલેજોમાં ચર્ચા:ગુજરાતમાં 6 વર્ષમાં રેગિંગના 75 કેસ, જેમાંથી 34 મેડિકલ કોલેજના...

રાજ્યભરની યુનિવર્સિટી-કોલેજોમાં ચર્ચા:ગુજરાતમાં 6 વર્ષમાં રેગિંગના 75 કેસ, જેમાંથી 34 મેડિકલ કોલેજના વિદ્યાર્થી!

પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતાં મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર વિદ્યાર્થીઓનું સિનિયર્સ દ્વારા રેગિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ થતા રેગિંગ મુદ્દે હવ રાજ્યભરની યુનિવર્સિટી અને કોલેજોમાં ચર્ચા જાગી છે. પાટણકાંડ બાદ રાજ્યની કેટલીક યુનિવર્સિટીમાં રેગિંગ કમિટી પણ સક્રિય બની ગઈ હોવાનું અને કેમ્પસમાં ચેકિંગ કરી રહી હોવાનું ધ્યાને આવ્યું છે, પરંતુ છેલ્લે કેટલાક સમયથી રાજ્યમાં રેગિંગના બનાવ વધી રહ્યા છે. મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હેઠળ યુજીસીના એન્ટિ રેગિંગ પોર્ટલ પર નોંધાયેલી રેગિંગની ફરિયાદોના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં 2019થી 2024માં અત્યાર સુધી એટલે કે 6 વર્ષમાં રેગિંગના 75 કેસ-ફરિયાદ નોંધાયા છે. જેમાંથી 34 કેસ રાજ્યની જુદી જુદી મેડિકલ, આયુર્વેદ, ડેન્ટલ કોલેજના હોવાનું બહાર આવ્યું છે. વર્ષ 2024માં પણ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યમાં રેગિંગની 16 જેટલી ફરિયાદ થઇ છે જેમાંથી 5 સિરિયસ કેટેગરીમાં મૂકવામાં આવી છે. એન્ટિ રેગિંગ હેલ્પલાઈન પાછળ વર્ષે 2 કરોડનો ખર્ચ! યુજીસીના વર્ષ 2022-23ના રિપોર્ટમાં દર્શાવ્યું છે કે, આ વર્ષમાં રેગિંગની 858 ફરિયાદ આવી, જેમાંથી 797નું નિવારણ લાવ્યું જ્યારે 61 પેન્ડિંગ રહી હતી. આ ઉપરાંત વર્ષ 2021-22માં રેગિંગની 582 ફરિયાદ મળી હતી જેમાંથી 401નું નિરાકરણ લવાયું હતું જ્યારે 181 પેન્ડિંગ રહી હતી. વર્ષ 2022-23માં નેશનલ એન્ટિ રેગિંગ હેલ્પલાઈનને ચલાવવા, દેખરેખ રાખવા, મૂલ્યાંકન કરવા 2.02 કરોડ ખર્ચાયા હોવાનું પણ દર્શાવાયું છે. એવી જ રીતે વર્ષ 2021-22માં પણ હેલ્પલાઈન પાછળ 245.45 લાખ ખર્ચાયા હતા. રેગિંગની ફરિયાદ વિદ્યાર્થીઓ આ નંબર પર કરી શકે છે ગુજરાતની કોઇપણ શૈક્ષણિક સંસ્થા, યુનિવર્સિટી કે કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બને તો તે યુજીસીની નેશનલ એન્ટિ રેગિંગ હેલ્પલાઈન 1800-180-5522 ઉપર ફરિયાદ કરી શકે છે. આ હેલ્પલાઈનમાં ફરિયાદ કરવાની સેવા જુદી જુદા 12 ભાષામાં ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ helpline@antiragging.in પર ઈ-મેલ દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકે છે. રેગિંગનો 6 વર્ષનો એક્સ-રે સૌથી વધુ વર્ષ 2022 અને 2023માં 17-17 કેસ થયા હતા, સૌથી ઓછા 2021માં 4 થયા હતા 2024 { રેગિંગની કુલ 16 જેટલી ફરિયાદ થઇ { જેમાંથી 5 ફરિયાદ મેડિકલ કોલેજની હતી. { 16 પૈકી 5 ફરિયાદ સિરિયસ, 11 નોર્મલ કેટેગરીમાં છે. { પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત. 2023 { રાજ્યમાં રેગિંગની કુલ 17 ફરિયાદ નોંધાઈ હતી. { જેમાંથી 11 કેસ મેડિકલ ક્ષેત્રની કોલેજના હતા. { તમામ ફરિયાદો નોર્મલ કેટેગરીની છે. 2022 { કુલ 17 જેટલી રેગિંગની ફરિયાદો થઇ હતી. { જેમાંથી 09 કેસ મેડિકલ ક્ષેત્રની કોલેજના હતા. { 17 ફરિયાદ પૈકી એક સિરિયસ કેટેગરીમાં હતી. 2021 { રાજ્યમાં સૌથી ઓછી 04 ફરિયાદ નોંધાઈ હતી. { ચારેય કેસ મેડિકલ ક્ષેત્રની કોલેજના વિદ્યાર્થીના હતા. 2020 { રાજ્યમાં કુલ 06 રેગિંગની ફરિયાદ નોંધાઈ. { જેમાંથી એક કેસ મેડિકલ કોલેજનો હતો. 2019 { ગુજરાતમાં રેગિંગની 15 ફરિયાદ દાખલ થઇ હતી. { જેમાંથી 04 કેસ મેડિકલ ક્ષેત્રની કોલેજના હતા. { રાજ્યમાં 2024માં અત્યાર સુધીમાં રેગિંગની 16 ફરિયાદ થઇ જેમાંથી5 સિરિયસ કેટેગરીમાં મુકાઇ દેશમાં 2019થી 2024 દરમિયાન રેગિંગના 4897 કેસ, 48 વિદ્યાર્થીની આત્મહત્યા! મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના એન્ટિ રેગિંગ પોર્ટલના આંકડા દર્શાવે છે કે દેશમાં રેગિંગના બનાવ સતત વધી રહ્યા છે. જાન્યુઆરી-2019થી લઈને 20 નવેમ્બર-2024 એટલે કે અત્યાર સુધીમાં દેશમાં રેગિંગના 4897 જેટલા કેસ નોંધાયા છે અને 48 વિદ્યાર્થીએ રેગિંગને લીધે આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ત્રણ વિદ્યાર્થીએ છેલ્લા ત્રણ વર્ષમાં આત્મહત્યાની કોશિશ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments