નાયરા બેનર્જીએ બિગ બોસ 18માં ભાગ લીધો હતો. પરંતુ તે શોમાં કોઈ ખાસ પ્રતિભા બતાવી શકી ન હતી. તેથી તેને શોમાંથી કાઢી મૂકવામાં આવી હતી. અભિનેત્રી ભૂતપૂર્વ બિગ બોસ સ્પર્ધક પારસ છાબરાના પોડકાસ્ટમાં મહેમાન બની હતી. નાયરાએ અહીં સિઝન 18 અને તેના સ્પર્ધકો વિશે ખૂલીને વાત કરી. પારસે નાયરાને પૂછ્યું કે સિઝન 18ની મહિલાઓ છોકરાઓ સાથે બેડ શેર કરવામાં અસ્વસ્થતા કેમ અનુભવતી હતી. જનરલ ઝેડ હોવા છતાં આટલો ખચકાટ કેમ હતી? અભિનેતાએ કહ્યું- ‘મને ખબર નથી કે તમારા લોકોમાં એવું શું છે, હું શોમાં બે છોકરીઓ સાથે સૂતો હતો. અમારા શોમાં તમામ છોકરાઓ છોકરીઓ સાથે સૂઈ જતા હતા. કોઈ એકલું સૂતું નહોતું. ખબર નહીં તમે લોકો કેવા છો . અમે જૂના છીએ, બિગબોસ 13 ને 5 વર્ષ થઈ ગયા છે, તે વખતે પણ અમે છોકરીઓ સાથે સૂતા હતા. તમે જનરેશન ઝેડ ના છો, થોડી શરમ રાખો.’ ‘તમે કેમ કહો છો, છોકરાઓ તમારી સાથે સૂઈ ન શકે, તેઓ કેમ ન સૂઈ શકે ભાઈ?’ જવાબમાં નાયરાએ કહ્યું- ‘મને ખબર નથી, બધા છોકરાઓના જીવનમાં પણ છોકરીઓ હોય છે, તેથી તેઓ પણ તેમની સાથે સૂવા નથી માંગતા. છોકરીઓ સલામત રીતે સૂવા માગતી હતી. તેઓને પ્રાઇવેસી જોઈતી હતી. છોકરીઓ તેમની બ્રા કાઢીને સૂવે છે. આવી સ્થિતિમાં છોકરા સાથે બેડ શેર કરવાનું સારું નથી લાગતું.’
પારસે જવાબ આપ્યો કે તેનાથી કોઈ ફરક નથી પડતો. છોકરાઓ પણ અન્ડરગાર્મેન્ટ વગર સૂઈ જાય છે. આમ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. જણાવી દઈએ કે, પારસ છાબરાએ બિગ બોસની સૌથી બ્લોકબસ્ટર સિઝન 13 માં ભાગ લીધો હતો. આ સિઝનમાં બમ્પર ટીઆરપી મળી, જેનો રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી. બિગબોસ 18માં અવિનાશ મિશ્રા અને એલિસ બેડ શેર કરી રહ્યા હતા. તાજેતરમાં, બંને એક સાથે સૂવા અને એકબીજાને હગ કરવાને લઈને હોબાળો થયો હતો