back to top
Homeમનોરંજનઅનન્યા પાંડેએ ટ્રોલિંગ વિશે વાત કરી:કહ્યું- સ્કૂલ ટાઈમમાં ટ્રોલ થઇ હતી, બાળકો...

અનન્યા પાંડેએ ટ્રોલિંગ વિશે વાત કરી:કહ્યું- સ્કૂલ ટાઈમમાં ટ્રોલ થઇ હતી, બાળકો મને ફ્લેટ ચેસ્ટેડ કહીને ચીડવતા હતા

અનન્યા પાંડે અવારનવાર એક યા બીજી બાબત માટે ટ્રોલ થાય છે. તાજેતરમાં, એક્ટ્રેસે ટ્રોલિંગની ઘટનાને યાદ કરીને તેના શાળા સમયને યાદ કર્યો. અનન્યાએ કહ્યું કે, સ્કૂલ ટાઈમમાં મને ફ્લેટ ચેસ્ટ, ચિકન લેગ અને હેયરી કહેવામાં આવતી હતી. આટલું જ નહીં અનન્યા પાંડેએ જ્યારથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે ત્યારથી તેને ઘણી વખત ટ્રોલનો સામનો કરવો પડ્યો છે. ટ્રોલિંગના કારણે તેને કરિયરની શરૂઆતમાં થેરાપી લેવી પડી હતી. નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી પરેશાન- અનન્યા
બરખા દત્તના શો ‘વી ધ વુમન’માં અનન્યા સાથેની વાતચીત દરમિયાન, તેને પૂછવામાં આવ્યું કે તેણે ટ્રોલિંગના સંદર્ભમાં સૌથી ખરાબ કઈ બાબતનો સામનો કરવો પડ્યો. આના જવાબમાં અનન્યાએ કહ્યું, હું કોઈ એક ક્ષણ પસંદ કરી શકતી નથી કારણ કે મારા વિશે ઘણી બધી વાતો કહેવામાં આવી છે. મારી કારકિર્દીની શરૂઆતમાં, કોઈએ મારું એક નકલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું અને તે તેના પર લખતો હતો કે તે મારી સાથે શાળામાં હતો અને મારા શિક્ષણ વિશે પણ ખોટું બોલતો હતો. પહેલા તો મને લાગ્યું કે કોઈ તેના પર વિશ્વાસ કરશે નહીં. પણ લોકો માની ગયા. કેટલીકવાર મને એવું લાગતું હતું કે સોશિયલ મીડિયા પર બિલકુલ ના રહું. ‘તેઓ મને સ્કૂલમાં ફ્લેટ ચેસ્ટેડ કહીને ચીડવતા હતા’
અનન્યાએ કહ્યું, જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે મને ફ્લેટ ચેસ્ટેડ, ચિકન લેગ અને હેયરી કહીને ચીડવતા હતા. પરંતુ ત્યારે લોકો સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ નહોતા અને હવે સોશિયલ મીડિયાના કારણે નાની નાની વાત પણ આખી દુનિયામાં ફેલાઈ શકે છે. આ ખૂબ જ ડરામણી છે. કારકિર્દીની શરૂઆતમાં થેરાપી લેવી પડી
અનન્યા પાંડેએ કહ્યું, ‘મેં ભૂતકાળમાં પણ થેરાપી લીધી છે. મારી કારકિર્દીની શરૂઆતમાં મારે થેરાપી લેવી પડી હતી. અનન્યાનું વર્ક ફ્રન્ટ
​​​​​​​અનન્યા પાંડેએ વર્ષ 2016માં ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. અનન્યાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે એમેઝોન પ્રાઇમની સીરિઝ ‘કોલ મી બે’માં જોવા મળી હતી. હવે તે આ શોની બીજી સીઝનનું શૂટિંગ કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments