back to top
Homeદુનિયાઅમેરિકામાં ગુજરાતી યુવાને હત્યા કરી:ન્યૂજર્સીમાં ગાંધીનગરના વિદ્યાર્થીએ વડોદરાના વૃદ્ધ મહિલા મકાન માલિકને...

અમેરિકામાં ગુજરાતી યુવાને હત્યા કરી:ન્યૂજર્સીમાં ગાંધીનગરના વિદ્યાર્થીએ વડોદરાના વૃદ્ધ મહિલા મકાન માલિકને મોતને ઘાટ ઉતાર્યા, 4500 ડોલર અને વાહનની લૂંટ ચલાવી

અમેરિકામાં ન્યૂ જર્સી શહેરના ઉપનગર પેરામાસમાં એક ગુજરાતી યુવાને ગુજરાતના જ મૂળ રહેવાસી મહિલા મકાન માલિકની છરી મારીને હત્યા કરી લૂંટ ચલાવી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મૂળ વડોદરાના રીટાબેન આચાર્યના પેરામાસ ખાતેના મકાનમાં ગાંધીનગરનો યુવક કિશન શેઠ ભાડેથી રહેતો હતો. મૃતક મહિલાની હત્યા બાદ તેનું વાહન, ડેબિટ કાર્ડ ચોરી લીધા
ગાંધીનગરના યુવક કિશન શેઠે રીટાબેન આચાર્યની હત્યા કર્યા બાદ તેમનું ડેબિટ કાર્ડ અને વાહન ચોરી લીધા હતા. ડેબિટ કાર્ડ દ્વારા કિશન શેઠે 4500 ડોલર ઉપાડી લીધા હતા. જેના પછી તે નાસવાની ફિરાકમાં હતો ત્યારે જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. આ ઘટનાથી અમેરિકાના ગુજરાતી પરિવારોમાં ખળભળાટ મચ્યો છે. રિટાબેન આચાર્યના મોતથી વડોદરા, રાજકોટ અને મુંબઈમાં રહેતા તેમના પરિવારજનોમાં શોક ફેલાયો છે. હત્યારો કિશન શેઠ અગાઉ પણ ચોરી કરતા પકડાયો હતો
રીટાબેન આચાર્યના ઘરમાં કિશન શેઠ લગભગ દોઢ વર્ષ અગાઉ ભાડે રહેવા માટે આવ્યો હતો. એ સમયે તેણે રીટાબેનના ઘરમાં ચોરી કરી હતી. એ વાતની ખબર પડતા રીટાબેને કિશન શેઠને કાઢી મૂક્યો હોવાનું રીટાબેન આચાર્યના ભત્રીજા હર્ષ દવેએ જણાવ્યું હતું. 74 વર્ષીય રીટાબેન ઘરમાં પલંગ પર મૃત હાલતમાં મળી આવ્યા
વાસ્તવમાં, પોલીસ વેલફેર ચેક માટે જ્યારે રીટાબેનના ઘરે પહોંચી ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. પોલીસે ઘરમાંથી કોઈ રિસ્પોન્સ ન મળતા ઘરમાં પ્રવેશી તપાસ કરી હતી. એ સમયે રીટાબેન આચાર્ય તેમના પલંગ પર લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. સીસીટીવી કેમેરા અને ઘરમાંથી મળેલા કેટલાક પુરાવાના આધારે પોલીસે કિશન શેઠને ઝડપી લીધો હતો. ન્યૂ જર્સી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો વિદ્યાર્થી છે કિશન શેઠ
હત્યારો કિશન શેઠ ન્યૂ જર્સી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો વિદ્યાર્થી છે. આ ઘટનાની જાણ થયા બાદ ન્યૂ જર્સી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે તાજેતરમાં કિશન શેઠને સંડોવતી ખૂબ જ ગંભીર પરિસ્થિતિ વિશે જાણ્યું. તેની ધરપકડ કરવામાં આવી છે અને બર્ગન કાઉન્ટી, એનજેમાં કેમ્પસની બહાર બહુવિધ ગુનાઓ અંગે આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં હત્યાનો પણ સમાવેશ થાય છે. કિશન શેઠને આથી વચગાળાના સસ્પેન્શન પર મૂકવામાં આવે છે આવ્યો છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments