સલમાન ખાનની ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં જોવા મળેલી અભિનેત્રી આશિકા ભાટિયાના પિતા રાકેશનું નિધન થયું છે. 25 નવેમ્બરે તેના પિતાના નિધન બાદ એક્ટ્રેસે તસવીર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી. તેના પિતા માટે કરવામાં આવેલી પોસ્ટમાં આશિકાએ ભાવનાત્મક રીતે માફી માંગી છે. આશિકાએ તેના ઈન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શનમાં તેના પિતાની તસવીર શેર કરી અને લખ્યું, મને માફ કરો, તમારી આત્માને શાંતિ મળે. હાલમાં રાજેશ ભાટિયાના મૃત્યુનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. માતા-પિતાની લડાઈ કોર્ટ સુધી પહોંચી હતી
આશિકાના પિતા રાજેશ ગુજરાતના સુરત શહેરના સ્થાનિક વેપારી હતા. જ્યારે તેની માતા મીનુ ભાટિયા સલૂન ચલાવતી હતી. આશિકા ખૂબ નાની હતી જ્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા. માતા-પિતાના છૂટાછેડા પછી માતાને આશિકા અને તેના નાના ભાઈ દેવ ભાટિયાની કસ્ટડી મળી હતી, પરંતુ તે તેના પિતાને અવારનવાર મળતી હતી. છૂટાછેડા બાદ આશિકાની માતા મીનુએ કેસ દાખલ કરીને બાળકો માટે ભરણપોષણની માંગ કરી હતી. એક સુનાવણી દરમિયાન તેણે કહ્યું હતું કે રાકેશ તેનું શોષણ કરતો હતો, જેના કારણે તેણે છૂટાછેડા લીધા છે. રાકેશનો આરોપ હતો કે મીનુ લક્ઝરી લાઈફ માટે પૈસાની માંગણી કરતી હતી, જ્યારે તે પોતે સલૂન ચલાવે છે અને તેને કોઈ આર્થિક સમસ્યા નથી. કોર્ટે રાકેશની તરફેણમાં ચુકાદો આપતા કહ્યું કે આશિકા પોતે અભિનયમાંથી કમાણી કરે છે, જ્યારે મીનુનું પોતાનું સલૂન છે. આશિકા ભાટિયાએ માત્ર 10 વર્ષની ઉંમરે ટીવી શો ‘મીરા’થી બાળ કલાકાર તરીકે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી, તે ‘કુછ રંગ પ્યાર કે ઐસે ભી’ શોનો ભાગ રહી છે. વર્ષ 2015માં તે ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે સલમાન ખાનની બહેનની ભૂમિકા ભજવી હતી. આશિકાએ રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 2’ માં પણ વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે ભાગ લીધો છે. આશિકાનું જીવન હંમેશા ચર્ચામાં રહે છે. આશિકાએ તેના ટિક્ટોક વીડિયોથી દેશભરમાં ઓળખ મેળવી હતી. આ સમય દરમિયાન, તેણે મ્યુઝિકલ સ્ટાર સાત્વિક સાથે રિલેશનશિપમાં હતી. જોકે, 2019માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. આ પછી, આશિકાનું નામ રોશ ગુપ્તા સાથે જોડાયું, જો કે બંને 2021 માં અલગ થઈ ગયા. આશિકા ભાટિયા પણ તેની વજન ઘટાડવાની જર્નીનાં કારણે ચર્ચામાં રહી છે. એક સમયે અભિનેત્રીએ 12 કિલો વજન ઘટાડીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. અભિનેત્રીએ ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેને ઘણી વખત બોડી શેમિંગનો સામનો કરવો પડ્યો હતો.