back to top
Homeભારતકોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ:6 મિનિટ પછી જ્યારે ચાલુ થયું તો...

કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું માઈક બંધ:6 મિનિટ પછી જ્યારે ચાલુ થયું તો રાહુલે કહ્યું- જે દલિતો વિશે વાત કરશે તેનું માઈક બંધ થશે

​​​​​​રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યાં પણ અમારી સરકાર આવશે અમે ત્યાં જાતિની વસ્તી ગણતરી કરીશું. અમે તેલંગાણામાં આ કરી રહ્યા છીએ. રાહુલે દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં આયોજિત સંવિધાન રક્ષક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી હતી. વિપક્ષના નેતાના ભાષણ દરમિયાન તેમનું માઈક બંધ થઈ ગયું હતું. રાહુલે કહ્યું કે ભારતની વસ્તી ગણતરી પર નજર કરીએ તો 15 ટકા દલિત છે, 15 ટકા લઘુમતીઓ છે, પરંતુ કેટલા પછાત વર્ગના છે તે ખબર નથી. પછાત વર્ગ 50 ટકાથી ઓછો નથી. 15 ટકા દલિત, 8 ટકા આદિવાસી, 15 ટકા લઘુમતી. ભારતની 90 ટકા વસ્તી આ વર્ગોમાંથી આવે છે. રાહુલના ભાષણના ખાસ મુદ્દા… 1. માઈક બંધ કરી દો, તો પણ હું બોલતો રહીશ રાહુલે કહ્યું કે જે કોઈ આ દેશમાં 3 હજાર વર્ષથી દલિતો અને આદિવાસીઓની વાત કરે છે તેનું માઈક બંધ થઈ જાય છે. ઘણા લોકો આવ્યા અને કહ્યું, જાઓ અને બેસો, મેં કહ્યું હું ઉભો રહીશ. મેં કહ્યું, તમે ઈચ્છો તેટલું માઈક બંધ કરો, હું ઊભો રહીશ. જો તમે મારું માઈક બંધ કરશો તો પણ હું બોલીશ. હું મારી વાત પુરી કરીને જ રહીશ. 2. આખી સિસ્ટમ દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓ સામે ઊભી છે અહીં પાછળ રોહિત વેમુલા જીની તસવીર છે, તેઓ બોલવા માંગતા હતા, તેઓ ચૂપ થઈ ગયા. દરરોજ આદિવાસી, દલિત અને પછાત વર્ગના યુવાનો ડૉક્ટર-એન્જિનિયર બનવાના, મીડિયામાં જવાના, અધિકારી બનવાના સપના જુએ છે, પરંતુ સત્ય એ છે કે દેશની આખી સિસ્ટમ પછાત વર્ગો, દલિતો અને આદિવાસીઓ વિરુદ્ધ ઉભી છે. જો આવું ન થયું હોત તો મીડિયામાં ઓબીસી-દલિત વર્ગના પત્રકારો, એન્કર અને માલિકો જોયા હોત. ભારતની 200 સૌથી મોટી કંપનીઓની યાદીમાં તમને દલિત-ઓબીસી-પછાત નહીં મળે. તમને કહેવામાં આવે છે કે આ દેશ તમારો છે. આ દેશમાં તમારી હિસ્સેદારી છે, પરંતુ જો તમે ડેટા જુઓ તો તે ખોટુ સાબિત થાય છે. સરકાર તમામનું ખાનગીકરણ કરવા માંગે છે રાહુલે કહ્યું કે તમારી સામે એક દિવાલ ઉભી છે. નરેન્દ્ર મોદી અને આરએસએસ તમારી સામે દિવાલ મજબૂત કરી રહ્યા છે. દિવાલમાં સિમેન્ટ લગાવી રહ્યા છે. બધુ ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. પહેલા અહીં સરકારી સ્કૂલો અને સરકારી હોસ્પિટલો હતી. આજે દલિત, આદિવાસી કે ખેડૂતને કોઈપણ સારવારની જરૂર હોય, લાખો રૂપિયા તમારા ખિસ્સામાંથી જાય છે. જાતિની વસ્તી ગણતરી પ્રમાણે પોલિસી બનાવાશે વિપક્ષના નેતાએ કહ્યું કે જે દિવસે અમારી સરકારને આ ડેટા મળશે તે દિવસે વિકાસનો માર્ગ બદલાઈ જશે. આ વિકાસની વિચારસરણીનો પાયો બનાવશે. અમે તેલંગાણામાં કામ શરૂ કર્યું છે. જાતિ ગણતરીના પરિણામોના આધારે અમારી પોલિસી બનાવવામાં આવશે. ભાજપ આનાથી ડરે છે. ભાજપ ઇચ્છે છે કે 4-5% લોકો અબજોપતિ બને અને એટલા જ લોકો હિન્દુસ્તાનને કન્ટ્રોલ કરે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments