back to top
Homeગુજરાતડાકોરના જલાલુદ્દીને મહિલાને પીંખી:ઠાસરામાં લઘુશંકા કરતી પરિણીતાનો ફોટો પાડ્યો, તસવીર ડિલિટ કરવાના...

ડાકોરના જલાલુદ્દીને મહિલાને પીંખી:ઠાસરામાં લઘુશંકા કરતી પરિણીતાનો ફોટો પાડ્યો, તસવીર ડિલિટ કરવાના બહાને હોટલ અને ગાર્ડનમાં દુષ્કર્મ

ખેડા જિલ્લામાં શારીરિક શોષણના બનાવો વધી રહ્યા છે. આજે ડાકોર પોલીસ મથકે વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોધાઈ છે. જેમાં ડાકોરના શખસ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું છે. પરિણીતાના બિભિત્સ ફોટા પાડી ફોટા ડિલિટ કરવાના બહાને 4થી વધુ વખત હોટલની રૂમમાં લઇ જઈ તેમજ પિયરમાં પહોચેલી પરિણીતા સાથે આ શખસે દુષ્કર્મ આચર્યું છે. મોબાઈલ બતાવી બ્લેકમેઇલ કરતો
ઠાસરા તાલુકાના એક ગામે રહેતી 32 વર્ષીય પરિણીતા પોતે કટલરીની કેબીન ચલાવે છે. અહીંયા નજીકમાં શરબત સેન્ટરની દુકાન જલાલુદ્દીન ઉર્ફે ગુરૂ ઉર્ફે ગોટુ નસરુદિન પઠાણ (રહે‌.ડાકોર) ચલાવે છે. આ પરિણીતાના નજીક આવેલા વિસ્તારમાં લઘુશંકા અર્થે જતી હતી, ત્યારે આ જલાલુદ્દીન ઉર્ફે ગુરૂ ઉર્ફે ગોટુએ તેણીના બીભત્સ ફોટોગ્રાફ્સ લીધા હતા. જે બાદ આ ફોટોગ્રાફ્સ પરિણીતાને બતાવ્યા હતા. જેથી પરિણીતા ગભરાઈ ગઈ હતી અને આ ફોટોગ્રાફ્સ ડિલિટ કરવા જણાવતા આ શખસે ઈશારા કરી મોબાઈલ બતાવી બ્લેકમેઇલ કરતો હતો. પિયરમાં હતી ત્યારે ગાર્ડનમાં પણ રેપ કર્યો
બાદમાં આ જલાલુદ્દીન ઉર્ફે ગુરૂ ઉર્ફે ગોટુએ પરિણીતાને ડાકોર ખાતેની એક હોટલની રૂમમાં લઈ જઈ તેણીની મરજી વિરુદ્ધ કૃત્ય આચર્યું હતું. આ બાદ એક બે વખત નહીં, પરંતુ 3 વખત જુદાજુદા દિવસો દરમિયાન આ જલાલુદ્દીન ઉર્ફે ગુરૂ ઉર્ફે ગોટુએ ફોટોગ્રાફ્સ ડિલિટ કરવાના બહાને જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. તો વળી એક વખત આ પરિણીતાના તેણીના પિયરમાં આવેલી ત્યારે અને એ બાદ એક બગીચા ખાતે શરીર સંબંધ બાંધ્યો હતો. પરિણીતાએ પતિ અને સાસરિયાને જાણ કરી
જોકે એ બાદ પણ ફોટોગ્રાફ્સ ડિલિટ ન કરતા અને આગળ આ શખસની હિંમત વધી જાય એમ હોય, આ સમગ્ર મામલે પરિણીતાએ પોતાની આપવીતી પોતાના પતિ અને સાસરિયાના વ્યક્તિઓને જણાવી હતી. જેથી આ સમગ્ર મામલે આજરોજ પરિણીતાએ આ શખસ જલાલુદ્દીન ઉર્ફે ગુરૂ ઉર્ફે ગોટુ સામે ડાકોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments