હવે ટ્રેનના લોકો પાયલટ પણ નશાની હાલતમાં પકડાઈ રહ્યા છે. એક વર્ષમાં પશ્ચિમ રેલવેના 28 પાયલટે નશાની હાલતમાં ટ્રેન ચલવી છે, જેને કારણે 45 હજારથી વધુ યાત્રીના જીવ જોખમમાં મૂકાયા હતા. સૌથી વધારે 7 પાયલટ ઉધના રેલવે સ્ટેશન પરથી પકડાયા છે. જો કે, પશ્ચિમ રેલવેએ આ 28 પાયલટને જે તે દિવસે ફરજથી મુક્ત કરવાની સાથે સાથે તેમની સર્વિસ બુકમાં પણ નોંધ કરી છે. અહીંયા વાત જણાય છે કે 28 લોકો પાયલટોમાં 100 એમએલ સુધીનું આલ્કોહોલ મળી આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેનના એન્જિનની કેબિનમાંથી નીચે ઊતરેલા લોકો પાયલટનું બ્રેથ એનાલાઈઝર ટેસ્ટ કરવામાં આવે છે. આ માહિતી પશ્ચિમ રેલવેથી જાણવા મળી છે. આ કાર્યવાહી થાય છે
વર્ષ-2012માં રેલવે મંત્રાલયે તમામ મુખ્ય સુરક્ષા અધિકારીઓને એક પરિપત્ર મોકલ્યો હતો, જેમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો કોઈ લોકો પાયલટમાં બ્રેથ એનેલાઇઝર ટેસ્ટમાં 100 એમએલ આલ્કોહોલનું પ્રમાણ જોવા મળે છે તો તેને ફરજ પરથી દૂર કરી દેવો જોઈએ અને તેના સર્વિસ રેકોર્ડમાં નોંધ પણ કરવાની રહેશે. વધુમાં જણાવ્યું છે કે, જે પાયલટનું આલ્કોહોલ લેવલ 100 એમએલથી ઉપર જોવા મળે છે તેમને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ. 5 વર્ષમાં દેશમાં આટલા લોકોપાઇયલ નશામાં પકડાયા 674 – પેસેન્જર લોકો પાયલટ
1087 – ગુડ્સ લોકો પાયલટ