IPL મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. 7 ટીમે 22 થી 25 ખેલાડીઓ ખરીદ્યા, જ્યારે બેંગલુરુ, કોલકાતા અને હૈદરાબાદની ટીમ માત્ર 20-21 ખેલાડીઓ જ ખરીદી શકી. PBKS, DC અને RCBની ટીમ, જે સૌથી મોટા પર્સ સાથે આવી હતી, તે લગભગ પરફેક્ટ દેખાઈ છે. દિલ્હીએ ઓછા ભાવે મોટા ખેલાડીઓ ખરીદ્યા, જ્યારે KKR કોઈ કેપ્ટનને ખરીદી શકી નહીં. મુંબઈ, રાજસ્થાન અને હૈદરાબાદની ફિનિશિંગ નબળી છે. જ્યારે લખનઉ અને કોલકાતાના ટૉપ-4 નબળા જણાય છે. IPLમાં ઈમ્પેક્ટ પ્લેયર રૂલના કારણે એક મેચમાં 12 ખેલાડીઓ રમે છે, તેથી આ વખતે ઓછા ઓલરાઉન્ડરો ખરીદ્યા છે. આ સ્ટોરીમાં તમારી ફેવરિટ IPL ટીમની સ્ટ્રેન્થ અને વીકનેસ અને અને સંભવિત-12 જાણો… 1. ચેન્નઈ સુપર કિંગ્સઃ સ્પિન વિભાગ મજબૂત, ધોની સાથે કોઈ સાથી ફિનિશર નહીં સંભવિત-12: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી, દીપક હુડા, શિવમ દુબે, સેમ કરન, એમએસ ધોની (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, ખલીલ અહેમદ, નૂર અહેમદ અને મથિશા પાથિરાના. એક્સ્ટ્રા: રચિન રવીન્દ્ર (₹4 કરોડ), અંશુલ કંબોજ (₹3.40 કરોડ), ગુર્જનપ્રીત સિંહ (₹2.20 કરોડ), નાથન એલિસ (₹2 કરોડ), જેમી ઓવરટન (₹1.50 કરોડ), વિજય શંકર (₹1.20 કરોડ), વંશ બેદી (₹55 લાખ), રામકૃષ્ણ ઘોષ (₹30 લાખ), શેખ રશીદ (₹30 લાખ), કમલેશ નાગરકોટી (₹30 લાખ), સ્વસ્તિક ચિકારા (₹30 લાખ), શ્રેયસ ગોપાલ (₹30 લાખ), મુકેશ ચૌધરી (₹30 લાખ), આન્દ્રે સિદ્ધાર્થ (₹30 લાખ). ગ્રાફિક્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ જુઓ… 2. મુંબઈ ઈન્ડિયન્સ: બેટિંગ અને બોલિંગ મજબૂત, ફિનિશરનો અભાવ સંભવિત-12: રોહિત શર્મા, વિલ જેક્સ, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, નમન ધીર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિન્ઝ (વિકેટકીપર), મિચેલ સેન્ટનર, દીપક ચહર, અલ્લાહ ગઝનફર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ. એક્સ્ટ્રા: રેયાન રિકલ્ટન (₹1 કરોડ), રીસ ટોપ્લી (₹75 લાખ), લિઝાદ વિલિયમ્સ (₹75 લાખ), કર્ણ શર્મા (₹50 લાખ), બેવન જેકબ્સ (₹50 લાખ), ત્રિપુર્ણા વિજય (₹50 લાખ), રાજ અંગદ બાવા (₹30 લાખ), વી સત્યનારાયણ (₹30 લાખ), અશ્વની કુમાર (₹30 લાખ), અર્જુન તેંડુલકર (₹30 લાખ), કેએલ શ્રીજીત (₹30 લાખ). ગ્રાફિક્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ જુઓ… 3. કોલકાતા નાઈટ રાઈડર્સ: કેપ્ટન જ ખરીદ્યો નથી, ફિનિશિંગ ખૂબ જ મજબૂત સંભવિત-12: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, અંગક્રિશ રઘુવંશી, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, એનરિક નોર્કિયા, વરુણ ચક્રવર્તી, વૈભવ અરોરા અને મયંક માર્કંડે. એક્સ્ટ્રા: સ્પેન્સર જોન્સન (₹2.80 કરોડ), રહેમાનુલ્લાહ ગુરબાઝ (₹2 કરોડ), મોઈન અલી (₹2 કરોડ), રોવમેન પોવેલ (₹1.50 કરોડ), અજિંક્ય રહાણે (₹1.50 કરોડ), મનીષ પાંડે (₹75 લાખ), ઉમરાન મલિક (₹75 લાખ), અનુકુલ રોય (₹40 લાખ), લવનીથ સિસોદિયા (₹30 લાખ). ગ્રાફિક્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ જુઓ… 4. સનરાઇઝર્સ હૈદરાબાદ: બેટિંગ-બોલિંગ મજબૂત, ફિનિશિંગ થોડી નબળી સંભવિત-12: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), કામિન્દુ મેન્ડિસ, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, રાહુલ ચહર, મોહમ્મદ શમી અને જયદેવ ઉનડકટ. એક્સ્ટ્રા: એડમ ઝામ્પા (₹2.40 કરોડ), સિમરજીત સિંઘ (₹1.50 કરોડ), ઈશાન મલિંગા (₹1.20 કરોડ), બ્રેડન કાર્સ (₹1 કરોડ), જીશાન અંસારી (₹40 લાખ), અનિકેત વર્મા (₹30 લાખ), અથર્વ તાયડે (₹30 લાખ), સચિન બેબી (₹30 લાખ), નિશાંત સિંધુ (₹30 લાખ). ગ્રાફિક્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ જુઓ… 5. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: મોટા નામો ન ખરીદ્યા, સંતુલિત ટીમ બનાવી; કેપ્ટન નક્કી નથી સંભવિત-12: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, રજત પાટીદાર, કૃણાલ પંડ્યા, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, સ્વપ્નિલ સિંઘ/સુયશ શર્મા, રાસિખ સલામ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને યશ દયાલ. એક્સ્ટ્રા: જેકબ બેથેલ (₹2.60 કરોડ), દેવદત્ત પડિકલ (₹2 કરોડ), નુવાન તુશારા (₹1.60 કરોડ), લુંગી એન્ગિડી (₹1 કરોડ), રોમારિયો શેફર્ડ (₹1.50 કરોડ), સ્વપ્નિલ સિંઘ (₹50 લાખ), મનોજ ભાંડગે (₹30 લાખ), અભિનંદન સિંઘ (₹30 લાખ). ગ્રાફિક્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ જુઓ… 6. દિલ્હી કેપિટલ્સ: બેટિંગ-બોલિંગ મજબૂત; ફિનિશિંગ ભારતીયો પર નિર્ભર સંભવિત-12: જેક ફ્રેઝર-મેગર્ક, કેએલ રાહુલ (વિકેટકીપર), સમીર રિઝવી/અભિષેક પોરેલ, હેરી બ્રુક, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, અક્ષર પટેલ, મિચેલ સ્ટાર્ક, કુલદીપ યાદવ, થંગારાસુ નટરાજન, મોહિત શર્મા અને મુકેશ કુમાર. એક્સ્ટ્રા: ફાફ ડુ પ્લેસિસ (₹2 કરોડ), દુષ્મંથા ચમીરા (₹75 લાખ), ડોનોવન ફરેરા (₹75 લાખ), કરુણ નાયર (₹50 લાખ), વિપ્રજ નિગમ (₹50 લાખ), માધવ તિવારી (₹40 લાખ), અજય મંડલ (₹30 લાખ), માનવંત કુમાર (₹30 લાખ), દર્શન નલકાંડે (₹30 લાખ). ગ્રાફિક્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ જુઓ… 7. પંજાબ કિંગ્સઃ સૌથી મોંઘા ખેલાડીઓ ખરીદ્યા, પરંતુ ટીમને મજબૂત બનાવી સંભવિત-12: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, ગ્લેન મેક્સવેલ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, માર્કો યાન્સેન, હરપ્રીત બ્રાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ અને લોકી ફર્ગ્યુસન. એક્સ્ટ્રા: અઝમતુલ્લા ઉમરઝાઈ (₹2.40 કરોડ), જોશ ઇંગ્લિસ (₹2.40 કરોડ), વિજયકુમાર વૈશાક (₹1.80 કરોડ), યશ ઠાકુર (₹1.60), એરોન હાર્ડી (₹1.25 કરોડ), વિષ્ણુ વિનોદ (₹95 લાખ), કુલદીપ સેન (₹80 લાખ), ઝેવિયર બાર્ટલેટ (₹80 લાખ), હરનૂર પન્નુ (₹30 લાખ), સૂર્યાંશ શેગડે (₹30 લાખ), પાયલા અવિનાશ (₹30 લાખ), પ્રવીણ દુબે (₹30 લાખ), મુશીર ખાન (₹30 લાખ). ગ્રાફિક્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ જુઓ… 8. લખનઉ સુપરજાયન્ટ્સ: ટૉપ ઓર્ડર નબળા, ફિનિશર્સ મજબૂત સંભવિત-12: મિચેલ માર્શ, એડન માર્કરમ, આયુષ બદોની, રિષભ પંત (વિકેટકીપર), નિકોલસ પૂરન, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, મયંક યાદવ, આવેશ ખાન/આકાશ દીપ. એક્સ્ટ્રા: એમ સિદ્ધાર્થ (₹75 લાખ), મેથ્યુ બ્રેટ્ઝકી (₹75 લાખ), શમર જોસેફ (₹75 લાખ), આકાશ સિંહ (₹30 લાખ), પ્રિન્સ યાદવ (₹30 લાખ), આર્યન જુયલ (₹30 લાખ), યુવરાજ ચૌધરી (₹30 લાખ), હિંમત સિંહ (₹30 લાખ), રાજવર્ધન હંગરગેકર (₹30 લાખ), અર્શિન કુલકર્ણી (₹30 લાખ), દિગ્વેશ સિંહ (₹30 લાખ). ગ્રાફિક્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ જુઓ… 9. ગુજરાત ટાઇટન્સ: મિડલ ઓર્ડર નબળો, બોલિંગ-ફિનિશિંગ મજબૂત સંભવિત-12: જોસ બટલર (વિકેટકીપર), શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, મહિપાલ લોમરોર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના. એક્સ્ટ્રા: શેરફાન રધરફર્ડ (₹2.60 કરોડ), ગેરાલ્ડ કોત્ઝી (₹2.40 કરોડ), સાઈ કિશોર (₹2 કરોડ), અરશદ ખાન (₹1.30 કરોડ), ગુરનૂર બ્રાર (₹1.30 કરોડ), ઈશાંત શર્મા (₹75 લાખ), જયંત યાદવ (₹75 લાખ), કરીમ જનત (₹75 લાખ), કુમાર કુશાગ્ર (₹65 લાખ), કુલવંત ખેજરોલિયા (₹30 લાખ), અનુજ રાવત (₹30 લાખ), માનવ સુથાર (₹30 લાખ). ગ્રાફિક્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ જુઓ… 10. રાજસ્થાન રોયલ્સ: ફિનિશિંગ નબળું, બેકઅપ ખેલાડીઓ પણ નથી; બેટિંગ-બોલિંગ મજબૂત સંભવિત-12: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શુભમ દુબે, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, ફઝલહક ફારૂકી, તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા. એક્સ્ટ્રા: મહિષ થિક્સાના (₹4.40 કરોડ), ક્વેના મફાકા (₹1.50 કરોડ), આકાશ માધવાલ (₹1.20 કરોડ), વૈભવ સૂર્યવંશી (₹1.10 કરોડ), યુદ્ધવીર સિંહ ચરક (₹35 લાખ), કુણાલ રાઠોડ (₹30 લાખ), અશોક શર્મા (₹30 લાખ), કાર્તિકેય સિંહ (₹30 લાખ). ગ્રાફિક્સમાં રિટેન કરાયેલા ખેલાડીઓ જુઓ… IPL મેગા ઓક્શન સંબંધિત આ સમાચાર પણ વાંચો… IPL ઓક્શનમાં આ ખેલાડીઓએ સૌને ચોંકાવ્યા: વેંકટેશની સેલેરીમાં ₹15.75 કરોડનો વધારો, વોર્નર-શાર્દૂલ અનસોલ્ડ રહ્યા; 13 વર્ષનો અનકેપ્ડ ખેલાડી કરોડપતિ બન્યો IPL મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાઈ હતી. ભારતીય ખેલાડીઓ માટે આ ઓક્શન ખરેખર મેગા સાબિત થઈ, કારણ કે ટોચના પાંચ સૌથી મોંઘા ખેલાડીઓ ભારતના હતા. ઓક્શનના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે. પહેલીવાર, બે ખેલાડીઓની બોલી 25 કરોડને વટાવી ગઈ. સંપૂર્ણ સમાચાર વાંચો…