અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ના એક્ટર શ્રીતેજ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. એક મહિલાએ તેના પર શારીરિક અને આર્થિક શોષણનો આરોપ લગાવ્યો છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, મહિલાનો આરોપ છે કે શ્રેતેજે તેના પર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું, જ્યારે તે પહેલાથી જ અર્ચના નામની મહિલા સાથે સંબંધમાં હતો. એક્ટરે પીડિતા પાસેથી ખોટું બોલીને 20 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે, હૈદરાબાદના કુકટપલ્લી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 69, 115(2) અને 318(2) હેઠળ એક્ટર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ ફરિયાદ 25 નવેમ્બરે નોંધવામાં આવી છે. એપ્રિલમાં પણ પીડિતાએ ફરિયાદ કરી હતી
પીડિતાએ આ વર્ષે એપ્રિલમાં શ્રીતેજ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ તે સમયે એક્ટરના પરિવારે આશ્વાસન આપ્યું હતું કે ટૂંક સમયમાં તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે. આ કારણોસર પીડિતાએ તેની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. આ પહેલાં પણ શ્રીતેજનું નામ બેંક અધિકારીની પત્નીના કૌભાંડમાં સામે આવ્યું હતું. જોકે, આ કેસમાં મહિલાના પતિનું મોત થયું હતું. ‘પુષ્પા’ની ટીમનો વિવાદોમાં
‘પુષ્પા’ની ટીમનો વિવાદો સાથે ઊંડો સંબંધ છે. આ ફિલ્મમાં કામ કરી રહેલા જગદીશ પ્રતાપની ગયા વર્ષે મહિલાની આત્મહત્યાના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને છોડી મુકવામાં આવ્યો હતો. પરંતુ આ બાબતને કારણે ફિલ્મને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ‘પુષ્પા 2’ની સ્ટાર કાસ્ટ
‘પુષ્પા 2’ ની કાસ્ટ વિશે વાત કરવામાં આવે તો અલ્લુ અર્જુન સિવાય, રશ્મિકા મંદાના, ફહદ ફાસિલ, રાવ રમેશ, અનુસૂયા ભારદ્વાજ, અજય ઘોષ અને ધનંજયનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં જગપતિ બાબુ પણ જોવા મળશે. 500 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ
સુકુમાર ‘પુષ્પા 2’ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. પહેલો ભાગ પણ ડિરેક્ટ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે. રિલઝી પહેલાં જ અધધ…કમાણી!
મીડીયા રિપોર્ટ મુજબ આ ફિલ્મે રિલીઝ પહેલા જ 900 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, આ તેના OTTઅને સેટેલાઇટ રાઇટ્સની કમાણી છે. જોકે, ફિલ્મ મેકર્સ તરફથી આવું કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મના થિયેટર રાઇટ્સ 650 કરોડ રૂપિયામાં વેચાયા છે.