સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રાજદીપસિંહ રીબડા પાસે જાહેર ખબરના રૂપિયાની ઉઘરાણીને લઇ કીર્તિ પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં વીડિયો વહેતો કરવામાં આવ્યો હોય અને તેમાં બેફામ વાણી વિલાસ કરાયો હોય જેની સામે રાજદીપસિંહ રીબડાએ જણાવ્યું હતું કે, કીર્તિ પટેલે સસ્તી પ્રસિદ્ધિ માટે વીડિયો બનાવ્યો હશે અને તેને ડિલીટ પણ કરી નાખ્યો છે. રાજદીપસિંહએ 26 વર્ષની જિંદગીમાં એક પણ વખત કીર્તિ પટેલને ફોન કે વીડિયો કોલ કર્યો નથી અને આવા વીડિયોનો તેઓ દ્વારા કોઈ જવાબ પણ આપવામાં આવ્યો નથી. રાજદીપસિંહ જાડેજાને અનુલક્ષીને બનાવવામાં આવેલ વીડિયોના જવાબમાં રાજદીપસિંહના ચાહકો દ્વારા કીર્તિ પટેલને ઘણી કોમેન્ટો કરી જવાબ આપ્યા છે. રાજદીપસિંહ એ કહ્યું હતું કે, ચાહકોએ ઘણા જવાબ આપી દીધા છે તેમને કીર્તિ પટેલને કોઈ જવાબ દેવાની જરૂર જ નથી. લગ્નસરાની સિઝન ચાલી રહી હોય તેઓ સગાં સ્નેહીઓના પ્રસંગમાં હાજરી આપવામાં વ્યસ્ત છે અને તેને કીર્તિ પટેલનો આ વીડિયો જોયો પણ નથી તેવું અંતમાં જણાવ્યું હતું.