back to top
Homeમનોરંજન'અનુપમા'ની નોટિસથી બાદ સાવકી દીકરીનું રિએક્શન:કહ્યું- અસલી કેરેક્ટર સામે આવી ગયું, રુપાલી...

‘અનુપમા’ની નોટિસથી બાદ સાવકી દીકરીનું રિએક્શન:કહ્યું- અસલી કેરેક્ટર સામે આવી ગયું, રુપાલી ગાંગુલીએ માગ્યું હતું 50 કરોડનું વળતર

રુપાલી ગાંગુલી થોડા દિવસો પહેલા નેગેટિવ કારણોસર ચર્ચામાં હતી. રૂપાલી પર તેની સાવકી દીકરી ઈશા વર્મા દ્વારા ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યાં હતાં. એક્ટ્રેસે ઈશા વિરુદ્ધ ફરી 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ પછી ઈશાએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઈવેટ કરી દીધું હતું. હવે ઈશાએ આ મામલે ફરી રિએક્ટ કર્યું છે. તેણે કહ્યું કે નોટિસના કારણે હું ખૂબ જ પરેશાન હતી અને તેનું અસલી કેરેક્ટર પણ સામે આવ્યું છે. ઈશાએ સ્પષ્ટતાં પણ કરી હતી કે તેણે રૂપાલીનાં પુત્ર વિશે કંઈ ખોટું નથી કહ્યું. 50 કરોડનું વળતર અને જાહેર માફીની માગણી
15 દિવસ પહેલા ઈશા વર્માને મોકલવામાં આવેલી નોટિસમાં લખ્યું હતું કે તેણે રૂપાલી ગાંગુલી માટે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો છે, જેનાથી તેની પ્રતિષ્ઠા અને ગરિમાને નુકસાન પહોંચ્યું હતું. આના કારણે તેની કારકિર્દી પર પણ વિપરીત અસર પડી હતી, તેને નુકસાન સહન કરવું પડ્યું હતું. હવે ઈશા વર્માએ તરત જ માફી માગવી જોઈએ અને તેને નુકસાનની ભરપાઈ કરવા માટે 50 કરોડ રૂપિયાનું વળતર માગ્યું હતું. શું છે સમગ્ર મામલો?
થોડા સમય પહેલાં, વર્ષ 2020માં ઈશા વર્મા દ્વારા કરવામાં આવેલી એક સોશિયલ મીડિયા પોસ્ટ લાઈમલાઈટમાં આવી હતી, જેમાં તેણે લખ્યું હતું કે, ‘આ ખૂબ જ ખરાબ છે, શું કોઈને રૂપાલી ગાંગુલીની સાચી સ્ટોરી નથી જાણતું. તેના અશ્વિન કે. વર્મા સાથે 12 વર્ષ સુધી સંબંધ હતા, જ્યારે તે સમયે અશ્વિનના લગ્ન પણ થઈ ગયેલાં હતાં. અશ્વિન વર્માને તેમના અગાઉનાં લગ્નથી 2 પુત્રીઓ છે. તે એક ક્રૂર મહિલા છે જેણે મને અને મારી બહેનને અલગ કરવાનો પ્રયાસ કર્યો.’ ઈશાએ આગળ લખ્યું, હું આ બધું એટલા માટે કહી રહી છું કારણ કે તે દરેક જગ્યાએ એવો ઢોંગ કરે છે કે તે સુખી લગ્નજીવનમાં છે. જોકે વાસ્તવમાં તે મારા પિતા પ્રત્યે કંટ્રોલિંગ અને સાઈકોટિક છે. જ્યારે પણ હું મારા પિતાને ફોન કરું છું ત્યારે તે બૂમો પાડવા લાગે છે અને મને અને મારી માતાને મારી નાખવાની ધમકીઓ આપવા લાગે છે. રૂપાલીએ મારા પિતાની જિંદગી બરબાદ કરી છે અને પ્રેમ લગ્ન કર્યા છે તેવો ઢોંગ કરે છે તે યોગ્ય નથી. સાચું કહું તો તે એ જ રીતે વર્તે છે જે રીતે રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત સાથે કર્યું હતું. તે મારા પિતાને વિચિત્ર દવાઓ આપે છે અને તેમને કંટ્રોલ કરે છે. વર્ષ 2013માં રૂપાલી ગાંગુલીએ અશ્વિન સાથે લગ્ન કર્યાં હતાં. વર્મા સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંને 12 વર્ષ સુધી રિલેશનશિપમાં હતાં. આ લગ્નથી દંપતીને એક પુત્ર છે. જ્યારે ઈશા તેની પહેલી પત્નીથી અશ્વિનની પુત્રી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments