ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રાઈવેટ જેટ બોઈંગ 757-200 તેની અદ્ભુત લક્ઝરી અને ખાસ કરીને તેના સોનાના શણગાર માટે પ્રખ્યાત છે. એરક્રાફ્ટની વિશેષતાઓમાં માસ્ટર બાથરૂમમાં ગોલ્ડ-પ્લેટેડ સિંક અને સમગ્ર ઈન્ટિરિયરમાં અન્ય ગોલ્ડ-પ્લેટેડ ફિટિંગનો સમાવેશ થાય છે. લોકો હંમેશાં આ પ્લેનની અંદરનો ભાગ જોવા માગે છે. ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રાઈવેટ જેટ બોઈંગ 757-200 તેની અદ્ભુત લક્ઝરી અને ખાસ કરીને તેના સોનાના શણગાર માટે પ્રખ્યાત છે. એરક્રાફ્ટની વિશેષતાઓમાં માસ્ટર બાથરૂમમાં ગોલ્ડ-પ્લેટેડ સિંક અને સમગ્ર ઈન્ટિરિયરમાં અન્ય ગોલ્ડ-પ્લેટેડ ફિટિંગનો સમાવેશ થાય છે. લોકો હંમેશાં આ પ્લેનની અંદરનો ભાગ જોવા માંગે છે. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પની પૌત્રી કાઈ ટ્રમ્પે તેના દાદાના પ્રાઈવેટ જેટ ‘ફોર્સ વન’ની એક ઝલક શેર કરી હતી. સ્પેસએક્સનું રોકેટ લોન્ચ જોવા જતાં, કાઈએ આ અદભુત જેટનો પડદા પાછળનો વીડિયો શેર કર્યો. જેટની અંદરની દુનિયા કેવી છે?
કાઈના વ્લોગમાં ટ્રમ્પના જેટની લક્ઝરી બતાવવામાં આવી છે. વીડિયોમાં ફ્લેટ-સ્ક્રીન ટેલિવિઝન, આરામદાયક સોફા અને અલગ બેડરૂમ બતાવવામાં આવ્યાં છે. અંદરથી આ પ્રાઈવેટ જેટ સંપૂર્ણપણે મહેલ જેવું લાગે છે. આ જેટની સીટો 24 કેરેટ સોનાથી બનાવવામાં આવી છે. લોન્જમાં ફુલ સિનેમા એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ લગાવી છે. SpaceX લોન્ચનો અનુભવ
કાઈ, જે ડોનાલ્ડ જુનિયર અને વેનેસાની પુત્રી છે, ઈલોન મસ્કના સ્ટારશિપ રોકેટ લોન્ચને જોવા માટે બ્રાઉન્સવિલેમાં હતી. આ પહેલાં તેણે ઈલોન મસ્કને ‘અંકલ’ કહીને પોસ્ટ પણ કરી હતી. ડેઈલી મેલના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પનું આ જેટ માત્ર સુવિધાજનક નથી, પરંતુ અંદરથી તેને વધુ ખાસ બનાવે છે. આ જેટના અંદરના ભાગોમાં ગોલ્ડ પ્લેટેડ ફિટિંગ છે, ખાસ કરીને માસ્ટર બાથરૂમમાં ગોલ્ડ પ્લેટેડ સિંક તેની લક્ઝરીમાં વધારો કરે છે, જેમાં ફ્લેટ-સ્ક્રીન ટીવી, પ્લસ લેધર સોફા અને ખાનગી બેડરૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેટની અંદરની દીવાલો અને ફર્નિચરમાં મોંઘા લાકડા અને ગોલ્ડન થીમનો ઉપયોગ કર્યો છે.