back to top
Homeસ્પોર્ટ્સએન્ટિગુઆ ટેસ્ટ- વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને 201 રને હરાવ્યું:સિરીઝમાં 1-0થી આગળ; સદી ફટકારનાર...

એન્ટિગુઆ ટેસ્ટ- વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને 201 રને હરાવ્યું:સિરીઝમાં 1-0થી આગળ; સદી ફટકારનાર જસ્ટિન ગ્રીવ્સ પ્લેયર ઓફ ધ મેચ બન્યો

બાંગ્લાદેશની ટીમને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 201 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. એન્ટિગુઆ ટેસ્ટમાં રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે બાંગ્લાદેશને જીતવા માટે 334 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમ માત્ર 132 રન બનાવી શકી હતી. ટીમનો છેલ્લો બેટર રિટાયર હર્ટ થયો હતો. વેસ્ટ ઈન્ડિઝે બે ટેસ્ટ મેચની સિરીઝમાં બાંગ્લાદેશ પર 1-0ની સરસાઈ મેળવી લીધી છે. વેસ્ટ ઈન્ડિઝે પહેલી ઇનિંગમાં નવ વિકેટે 450 રન બનાવ્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે નવ વિકેટે 269 રન બનાવી ઇનિંગ ડિકલેર કરી હતી. બાંગ્લાદેશના બોલરોએ બીજી ઇનિંગમાં વેસ્ટ ઈન્ડિઝને 152 રનમાં આઉટ કરી દીધી હતી. બાંગ્લાદેશના બેટર્સ પણ બીજી ઈનિંગમાં કંઈ ખાસ કરી શક્યા નહોતા અને આખી ટીમ બીજી ઇનિંગમાં 132 રન જ બનાવી શકી હતી. ગ્રીવસે પ્રથમ ઇનિંગમાં 115 રનની ઇનિંગ રમી
10 મહિના પછી ટીમમાં કમબેક કરી રહેલા જસ્ટિન ગ્રીવસે વેસ્ટ ઈન્ડિઝ માટે પ્રથમ દાવમાં 115 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝે 9 વિકેટે 450 રન બનાવી પહેલી ઇનિંગ ડિકલેર કરી હતી. ગ્રીવ્સ ઉપરાંત માઈકલ લુઈસે 218 બોલનો સામનો કરીને 97 રન અને એલિક એથાનાઝે 130 બોલનો સામનો કરીને 90 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 3 અને તસ્કીન અહેમદ અને મેહદી હસન મિરાજે 2-2 વિકેટ લીધી હતી. તૈજુલ ઈસ્લામને એક વિકેટ મળી હતી. મોમિનુલ હકની અડધી સદી
બાંગ્લાદેશની ટીમે 9 વિકેટે 269 રન બનાવી પ્રથમ દાવ ડિકલેર કરવો પડ્યો હતો. મોમિનુલ હકે અડધી સદી ફટકારી હતી. તેણે 116 બોલમાં 50 રન બનાવ્યા હતા. અલ્ઝારી જોસેફે 3 અને જેડન સીલ્સે 2 વિકેટ લીધી હતી. તસ્કીને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી
બીજી ઇનિંગમાં તસ્કીન અહેમદે 6 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને 152 રન સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેના સિવાય મેહદી હસન મિરાજે 2 વિકેટ લીધી હતી. જ્યારે શોરીફુલ ઈસ્લામ અને તૈજુલ ઈસ્લામે 1-1 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી બીજી ઈનિંગમાં એલીક અથાનાઝે સૌથી વધુ 42 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટર 40થી વધુ રન બનાવી શક્યો નહોતો. તે જ સમયે, બાંગ્લાદેશના બેટર્સ બોલરોની સફળતાનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા અને બીજા દાવમાં માત્ર 132 રન જ બનાવી શક્યા હતા. બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાઝે સૌથી વધુ 45 રન બનાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments