દેશની કોટન ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક સ્તરે વ્યાપ વધારવા આગળ વધી રહી છે સાથે-સાથે અનેક પડકારોનો પણ સામનો કરી રહી છે. આ સમયે અનેક કંપનીઓ ઓર્ગેનિક, કાર્બન-ન્યૂટ્રલ ઉત્પાદન પ્રથાઓ તરફ ડાયવર્ટ થવા લાગી છે અને ટેક્નોલોજીમાં રોકાણને વેગ આપી ઉચ્ચ ગુણવત્તા યુક્ત ઉત્પાદનને પ્રાધાન્ય આપી રહી છે. ઇન્ડસ્ટ્રીઝમાં ટેક્નોલોજી અપગ્રેડેશનના કારણે ઇન્ડસ્ટ્રીઝને સારો ફાયદો મળી રહ્યો હોવાનું અક્ષિતા કોટનના એમડી કુશલ પટેલે જણાવ્યું હતું. વધુમાં તેઓએ ઉમેર્યું કે દેશના કોટન ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. કંપની ઇકો-ફ્રેન્ડલી કામગીરી અને ગુણવત્તા નિયંત્રણ પર ભાર મૂક્યો હોવાથી સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય બંને બજારોમાં એક વિશ્વસનીય નામ તરીકે સ્થાપિત થઈ શકી છે. મહત્વના બજારો કયા છે?
મજબૂત વૈશ્વિક ઉપસ્થિતી સ્થાપી છે જેમાં બાંગ્લાદેશ, વિયેતનામ, ચીન, ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ સહિતના મહત્વના આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉચ્ચ ગુણવત્તાના કપાસની નિકાસ કરે છે. સક્ષમ સપ્લાય ચેઇન અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક દ્વારા યુરોપ, મધ્ય પૂર્વ તથા એશિયામાં પણ ક્લાયન્ટ્સને સેવાઓ આપે છે. તેનું મજબૂત નેટવર્ક સમયસર ડિલિવરી તથા સ્પર્ધાત્મક ભાવો સુનિશ્ચિત કરે છે. માંગની બદલાતી સ્થિતિઓ સાથે બજાર કેવી રીતે આકાર લઈ રહ્યું છે?
વૈશ્વિક કપાસ બજારમાં બદલાતી વેપાર નીતિઓ, ટકાઉ કપાસ માટેની વધતી માંગ અને ટેક્નોલોજીકલ સુધારાના લીધે પરિવર્તનો જોવાઈ રહ્યા છે. ગ્રાહકો વધુને વધુ ઇકો-ફ્રેન્ડલી થતા નૈતિક રીતે મેળવાયેલા કપાસને પ્રાથમિકતા આપી રહ્યા છે જેનાથી ઉદ્યોગ ઓર્ગેનિક તથા કાર્બન-ન્યૂટ્રલ ઉત્પાદન પ્રથાઓ તરફ વળી રહ્યો છે. ટકાઉ ખેત પદ્ધતિઓ, GOTS અને BCI જેવા આંતરરાષ્ટ્રીય ધોરણોના અનુપાલન તથા ઊર્જાસક્ષમ ટેક્નોલોજીમાં રોકાણો અપનાવવા માટે સારી સ્થિતિમાં છે. રોકાણ અને વિસ્તરણ સંદર્ભે ભવિષ્યની યોજનાઓ ઃ કોટન વિશ્વભરમાં તેની બજાર હાજરી વિસ્તારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા માટે પણ કામ કરી રહી છે. ઓર્ગેનિક કોટન અને ટકાઉ ટેક્સટાઇલ્સમાં તકો પણ શોધી રહી છે. ઉત્પાદકતા વધારવા માટે ટેક્નોલોજીમાં વધુ રોકાણોનો સમાવેશ થાય છે. ઉત્પાદનમાં વધુ કાર્બન-ન્યૂટ્રલ પ્રેક્ટિસીસ અપનાવવા સાથે રિન્યૂએબલ એનર્જીના ઉપયોગને પણ વિસ્તારી રહી છે. ક્રોપ રોટેશન, નો-ટિલ ફાર્મિંગ અને ઓર્ગેનિક પેસ્ટ કંટ્રોલ જેવી ટકાઉ ખેત પદ્ધતિઓને અનુસરવા સાથે ઊર્જા-સક્ષમ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. સ્થાનિક-આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યાપારનો હિસ્સો વધ્યો
માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતમાં કપાસ ઉગવતા વિવિધ વિસ્તારોના ખેડૂતો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યાપારી હિસ્સો સતત વધી રહ્યો છે. કપાસની ગાંસડી અને યાર્નની અક્ષિતાની નિકાસ વ્યાપારી કામગીરીનો મહત્વનો ભાગ છે. કંપની બાંગ્લાદેશ, ચીન, વિયેતનામ અને વિવિધ યુરોપિયન દેશો જેવા આંતરરાષ્ટ્રીય બજારોમાં સેવાઓ આપે છે જે મજબૂત વૈશ્વિક હાજરી દર્શાવે છે.