back to top
Homeમનોરંજનકાકાએ કરી સારાની સુરક્ષા!:પાપારાઝીને ધક્કા મારીને કાઢ્યા, લોકોએ કહ્યું- દીકરીઓનાં સન્માનનો અર્થ...

કાકાએ કરી સારાની સુરક્ષા!:પાપારાઝીને ધક્કા મારીને કાઢ્યા, લોકોએ કહ્યું- દીકરીઓનાં સન્માનનો અર્થ તે જાણે છે

બોલિવૂડની બબલી એક્ટ્રેસ સારા અલી ખાનને ઘણીવાર પાપારાઝી જીમ અને ઓફિસની બહાર સ્પોટ કરતાં હોય છે. એક્ટ્રેસ પણ તેના માટે ખૂબ જ સુંદર રીતે પોઝ આપે છે અને કદાચ એટલાં માટે જ તેને ડાઉન ટુ અર્થ કહેવામાં આવે છે. એવામાં સારાનો હાલ એક વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં પાપારાઝી તેની તસવીરો લેતાં હોય છે ત્યારે એક કાકા તેમને કેમેરાથી બચાવવા માટે આગળ આવે છે. આ કાકાએ પાપારાઝીના હાથમાંથી કેમેરા હટાવવાનું શરૂ કર્યું, જેને જોઈને બધા ચોંકી જાય છે. કાકા પાપારાઝીના ફોન છીનવા લાગ્યા
સારા અલી ખાન એક સલૂનની ​​બહાર સ્પોટ થઈ હતી. એક્ટ્રેસ પાપારાઝી માટે પોઝ આપી રહી હતી ત્યારે અચાનક એક કાકાએ પાપારાઝીને વીડિયો લેવાથી રોકવાનું શરૂ કર્યું. તે પાપારાઝીના ફોન છીનવવા લાગ્યા હતા. વીડિયો એટલો ફની છે કે ત્યાં હાજર તમામ લોકો તેને જોઈને હસવા લાગ્યા. સાથે જ કેટલાક લોકો કાકાના વખાણ કરી રહ્યા છે. લોકો કાકાના કર્યા વખાણ
આ કાકા સારાને સલૂનમાં જવા માટે રસ્તો બનાવી રહ્યા હતા. જેના માટે તે પાપારાઝીને બાજુ પર ધકેલી રહ્યા હતા. સારા પોતે પણ કાકાનું વર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તેનો આ વીડિયો ખૂબ જ વાઈયરલ થઈ રહ્યો છે. કાકાના વખાણ કરતા યૂઝર્સ તેના પર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, અંકલજીએ સાચું કર્યું. બીજાએ લખ્યું, દીકરીઓનાં સન્માનનો અર્થ તે જાણે છે. અન્ય યુઝરે લખ્યું, સારાએ કાકાનો આભાર માનવો જોઈએ. કેદારનાથ ફિલ્મથી કર્યું હતું ડેબ્યુ
સારા અલી ખાન છેલ્લે ‘મર્ડર મુબારક’ અને ‘એ વતન મેરે વતન’ ફિલ્મોમાં જોવા મળી હતી. આ સિવાય તે ટૂંક સમયમાં આદિત્ય રોય કપૂર સાથે ‘મેટ્રો ઈન દિનો’માં પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ બાસુએ કર્યું છે. આ ફિલ્મમાં તેના સિવાય કોંકણા સેન પણ જોવા મળશે. સારા અલી ખાને વર્ષ 2018માં સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ ‘કેદારનાથ’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તે રણવીર સિંહ સાથે ‘સિમ્બા’માં જોવા મળી હતી. તેણે ‘અતરંગી રે’, ‘કુલી નંબર 1’, ‘જરા હટકે જરા બચકે’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments