આજે વહેલી સવારે સુરતના કોસંબા ગામ પાસે લક્ઝરી બસ ખાડીમાં ખાબકતા એકનું મોત નીપજ્યું છે, જ્યારે 40 જેટલાં મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બસનું પડીકું વળી ગયું હતું. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. આ ભયાનક અકસ્માત બાદ દિવ્ય ભાસ્કર હોસ્પિટલ પહોંચ્યું તો દર્દીઓ હોસ્પિટલના બિસાને કણસી રહ્યાં હતાં. આ ઘટનામાં કોઈનો હાથ ભાંગ્યો છે તો કોઈનો પગ ભાંગ્યો છે. બસ માલિકનો તો પગ જ કપાઈ ગયો છે. દર્દી સાથે વાત કરતા જણાવ્યું કે, હોટલ પરના સ્ટોપ પર ફ્રેસ થયા બાદ અમે બસમાં બેઠાં હતાં. બસ ઉપડ્યાની 10 મિનિટ બાદ માંડ આંખો મીંચી ત્યાં બસ ખાડીમાં ખાબકી ગઈ હતી. ઘટના બનતા જ બૂમાબૂમ શરૂ થઈ ગઈઃ રોહિતભાઈ
આ અકસ્માતની ઘટનામાં બચી જનાર રોહિતભાઈ વાઘેલાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, અમે પરિવારના 8 લોકો એક સાથે આ બસમાં મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે અકસ્માતની ઘટના બની ત્યારે અમે ભર નિંદરમાં હતાં. અમારા પરિવારના આઠ લોકો પણ અલગ-અલગ સોફામાં સૂતા હતાં. અચાનક આ ઘટના બનતા બૂમાબૂમ શરૂ થઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે રોડ પરથી પસાર થતા લોકો ઊભા રહી ગયા હતા અને બસના કાચ તોડી બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. વાંચો વિગતવાર…… ભયાનક અકસ્માત…બસનાં પતરાં કાપી 40 મુસાફરનું રેસ્ક્યૂ ‘ઘણા લોકોના હાથ-પગ ભાંગી ગયા છે’
અકસ્માતની ઘટનામાં મારા પરિવારના 6 સભ્યને ઇજાઓ પહોંચી છે. હું અને 2 વર્ષની અમારી દીકરી કોમલ બચી ગયા છે. અમને કોઈપણ જાતની ઈજાઓ થઈ નથી. પરંતુ ઘણાબધા લોકોના હાથ-પગ ભાંગી ગયા છે અને માથામાં પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. કેમ કે, બસ ખીણમાં ખાબકી હતી, જેથી બસ દબાઈ ગઈ હતી. મોટાભાગના લોકોને બસના પતરા વાગી ગયા છે. બસને ક્રેઇનની મદદથી ઊંચી કરી હતીઃ દિપાલીબેન
અન્ય મુસાફર દિપાલીબેન સોનવણે જણાવ્યું હતું કે, અમે રાજસ્થાન લગ્ન પ્રસંગ અર્થે ગયા હતા અને પરત આવી રહ્યા હતાં, ત્યારે વહેલી સવારે સુરતના કોસંબા નજીક અકસ્માતની ઘટના બની હતી. હું અને મારા પતિ બન્ને આ બસમાં સવાર હતા. મારા પતિને કાઈ થયું નથી, પરંતુ મને પગમાં ઈજા પહોંચી છે. અકસ્માત જોનારા લોકોએ તાત્કાલિક પોલીસને અને 108ને જાણ કરી હતી. અકસ્માત મોટો હતો એટલે તાત્કાલિક જ ફાયરની ટીમ પણ પહોંચી ગઈ હતી. બસને ક્રેઇનની મદદથી ઊંચી કરી હતી અને મુસાફરોને બહાર કાઢ્યા હતા. મોટાભાગના મુસાફરોના હાથ અને પગ ભાંગી ગયેલી હાલતમાં હતાં, તેથી તેમને તાત્કાલિક જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આવી રીતે બેદરકારી રાખતા ડ્રાઈવરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. સોફામાં લાંબા થઈને આંખ નીચી ત્યાં જ…..: વિમલાબેન
અન્ય એક મુસાફ વિમલાબેને જણાવ્યું હતું કે, અમે પાલનપુરના ચંડીસરથી આ બસમાં બેઠા હતા. વહેલી સવારે હોટલ પહોંચ્યા હતા અને ત્યાંથી નીકળ્યાના 10થી 20 મિનિટમાં આ ઘટના બની હતી. હજુ તો અમે સોફામાં લાંબા થઈને આંખ નીચી જ હતી, ત્યાં ધડાકાભેર અવાજ આવ્યો હતો. કઈ રીતે આ ઘટના બની એની તો કઈ જાણ જ નથી. ત્યારબાદ લોકો મદદ એ આવ્યા હતા અને દરવાજો તો ખુલતો જ ન હતો તેથી બારીમાંથી બહાર કાઢ્યા હતા. ડ્રાઇવરની કેબીન તો દરવાજો ખુલ્યો જ નહીં, જેથી બારીઓના કાચ અને બારીઓ તોડી-તોડીને અમને બધાને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાં બીજા ઇજાગ્રસ્ત હાલતમાં જ રોડ ઉપર સુવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ એમ્બ્યુલન્સમાં અહીં લાવવામાં આવ્યા હતા. મારા બંને પગમાં ઇજાઓ થઈ છે. બસ માલિક અને બન્ને ડ્રાઈવરને પણ ઈજા
અત્રે ઉલ્લેખનીય છે કે, બસ રાજસ્થાનથી નાસિક જતી હતી, આ દરમિયાન આ ઘટના બની હતી. આ બસના બે ડ્રાઇવર હતા. હોટલ પર હોલ્ટ કર્યા બાદ બીજા ડ્રાઈવરે બસ ચલાવવાનું શરૂ કર્યું હતું. હોટલ પર રોકાણ બાદ 15થી 20 મિનિટમાં આ અકસ્માતની ઘટના બની હતી. આ બસની અંદર માલાણી બસનો માલિક બાબુસિંહ પણ હતો. બાબુસિંહને પણ પગના ભાગે ગંભીર ઈજા થઈ છે, જેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ બસના બંને ડ્રાઇવર પણ ઈજાગ્રસ્ત છે. તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનામાં સંદીપ રામદાસ બાવિસ્કર નામના 45 વર્ષીય યુવકનું સિવિલમાં સારવાર દરમિયાનમાં મોત નીપજ્યુ છે. ઈજાગ્રસ્તોને સુરતની બે હોસ્પિટલમાં ખસેડાયા સિવિલ હોસ્પિટલમાં સ્મીમેર હોસ્પિટલમાં