સુરત પાલિકા સંચાલિત સિટી બસમાં રૂપિયા વસૂલી લીધા પછી પણ ટિકિટ અપાતી ન હોવાનો વધુ એક ખેલ વિપક્ષની ટીમે પકડી પાડ્યો હતો. સિટી લિંકના વિજિલન્સ વિભાગે સ્થળ તપાસ બાદ કંડક્ટરને બ્લેક લિસ્ટ કરી દીધો હતો.સ્ટેશનથી પાંડેસરા જતી બસમાં મુસાફરો પાસેથી રૂપિયા વસૂલી લેવાય છે પરંતુ કંડકટર ટિકિટ આપતા નતી અને રૂપિયા ખિસ્સામાં નાખતાં હોવાની ફરિયાદ મળતાં વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ ટીમ સાથે આ ભોપાળું પકડવા બુધવાર સવારે બસમાં મુસાફરી કરી હતી. તેમણે જણાવ્યું કે, પાંડેસરાના સ્ટોપ ઉપર ઉતર્યા ત્યાં સુધી ટિકિટ ન આપતાં વિજિલન્સ વિભાગને જાણ કરાઇ હતી. મુસાફરી દરમિયાન જોયું કે અન્ય ઘણા લોકોને ટિકિટ અપાતી ન હતી. વડીલો અને વિદ્યાર્થીઓએ પણ ફરિયાદ કરી હતી. આ મુદ્દે સિટી લિંકે પ્રાથમિક તપાસના અંતે આકાર એજન્સીના કંડક્ટરને નોકરી પરથી બ્લેકલિસ્ટ કરવાનો આદેશ કર્યો હતો. ચાલુ વર્ષમાં જ 657 કંડક્ટર બ્લેકલીસ્ટ કરાયા
આકાર 265
સુકાની 202
સુકાની 202
BRTS 24
કુલ 657