back to top
Homeસ્પોર્ટ્સચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં, 29મીએ નિર્ણય:ભારતે જવાની ના પાડી દીધી,...

ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં, 29મીએ નિર્ણય:ભારતે જવાની ના પાડી દીધી, PCB હાઇબ્રિડ મોડલ માટે તૈયાર નથી

આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે અંગેનો નિર્ણય 29 નવેમ્બરે લેવામાં આવશે. ESPNના રિપોર્ટ અનુસાર ICCએ દુબઈમાં બોર્ડ મીટિંગ બોલાવી છે. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીની તક મળ્યા બાદ ભારતે સુરક્ષાના કારણોસર ત્યાં જવાની ના પાડી દીધી હતી. ત્યારે એવું માનવામાં આવતું હતું કે એશિયા કપની જેમ ચેમ્પિયન્સ ટ્રોફી પણ હાઇબ્રિડ મોડલ પર યોજાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ અગાઉ તમામ ભારતીય મેચ લાહોરમાં યોજવાનો અને મેચ બાદ ખેલાડીઓને ભારત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે ભારતે આ સ્વીકાર્યું ન હતું, ત્યારે (PCB)એ પણ હાઇબ્રિડ મોડલ માટે ઇનકાર કર્યો હતો. ICC મિટિંગમાં હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂકી શકે છે, જો PCB તેને સ્વીકારે નહીં તો તે હોસ્ટિંગ રાઇટ્સ ગુમાવી શકે છે. પાકિસ્તાનમાં જઈને રમવા માટે ભારત પર દબાણ લાવવાની શક્યતા ઓછી છે. 2008માં મુંબઈ હુમલા બાદ ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ નથી. પાકિસ્તાને સ્ટેડિયમનું પુનઃનિર્માણ કરાવ્યું
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સતત તૈયારી કરી રહ્યું છે. PCBએ ત્રણેય સ્ટેડિયમનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. તેઓએ લાહોર, કરાચી અને રાવલપિંડી સ્ટેડિયમના નવીનીકરણ પર 12.5 અબજ પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા છે. આ દરમિયાન ભારત સરકારે પોતાની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. BCCIએ ICCને કહ્યું હતું કે ટીમ પાકિસ્તાનમાં ટુર્નામેન્ટ નહીં રમે. જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે સહમત ન થાય તો ટુર્નામેન્ટ બીજા દેશમાં શિફ્ટ થઈ શકે છે. ICCએ BCCIને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ન મોકલવાનું કારણ જણાવવા કહ્યું
ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવા પર BCCI પાસેથી લેખિત જવાબ માંગ્યો હતો. ANIએ પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂઝના અહેવાલને ટાંકીને લખ્યું, PCBએ ICC પાસેથી ભારતના જવાબની લેખિત નકલ માગી છે. PCBએ ICCને લખ્યો પત્ર- પાકિસ્તાન ભારત કેમ ન આવી શકે?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવા અંગે ICC પાસેથી જવાબ માંગ્યો હતો. ક્રિકબઝના અહેવાલ મુજબ, PCBના પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં સુરક્ષાની કોઈ સમસ્યા નથી. તેથી જ ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમોએ અહીં મુલાકાત લીધી હતી. જ્યારે આ ટીમ આવી શકે છે તો ટીમ ઈન્ડિયા કેમ નહીં?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments