back to top
Homeભારતજમ્મુના 4 જિલ્લામાં 56 સ્થળો પર દરોડા:લશ્કર-જૈશ સાથે જોડાયેલા અનેક શંકમંદોની ધરપકડ;...

જમ્મુના 4 જિલ્લામાં 56 સ્થળો પર દરોડા:લશ્કર-જૈશ સાથે જોડાયેલા અનેક શંકમંદોની ધરપકડ; હથિયારો, રોકડ, ઈલેક્ટ્રોનિક ડિવાઈસ જપ્ત

​​​​​​જમ્મુ-કાશ્મીર પોલીસે બે દિવસમાં 56 આતંકવાદી ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે અને જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના ઘણા શંકાસ્પદ આતંકવાદીઓ અને ગ્રાઉન્ડ વર્કર્સની ધરપકડ કરી છે. જમ્મુના ચાર જિલ્લામાં પાડવામાં આવેલા દરોડામાં પોલીસે ઘણા હથિયારો, રોકડ, ઈલેક્ટ્રોનિક ડિવાઈસ અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. ગુપ્ત માહિતીના આધારે પોલીસે મંગળવારે રાજૌરી જિલ્લામાં ઘરો સહિત 9 વિસ્તારોમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સિવાય બે દિવસમાં પોલીસે પૂંછમાં 12, ઉધમપુરમાં 25 અને રિયાસીમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જમ્મુ ઝોનના એડિશનલ ડિરેક્ટર જનરલ ઓપ પોલીસ (ADG) આનંદ જૈને જણાવ્યું હતું કે જપ્ત કરાયેલી વસ્તુઓ અને માહિતીના આધારે વધુ તપાસ કરવામાં આવશે. વિસ્તારમાં શાંતિ જાળવવા માટે જરૂર પડ્યે આવા વધુ ઓપરેશનો હાથ ધરવામાં આવી શકે છે. જુદા જુદા કેસમાં દરોડા પાડ્યા
જમ્મુ ઝોનના ચારેય જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ સંબંધિત અલગ-અલગ કેસોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. 2013 અને આ વર્ષના આતંકવાદ સંબંધિત કેસોની તપાસ માટે રાજૌરી અને પૂંછમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ, ઉધમપુર અને રિયાસીમાં દરોડા બસંતગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસ સાથે સંબંધિત હતા. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો આતંકવાદીઓને સંવેદનશીલ માહિતી, હથિયારો અને ભંડોળ પૂરું પાડતા હતા. આતંકવાદી સંગઠનોમાં વધુ લોકોને સામેલ કરવા જઈ રહ્યા હતા
જૈશ અને લશ્કર સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકવાદીઓ અને તેમના માટે ગ્રાઉન્ડ પર કામ કરતા લોકો પર પોલીસ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે આ લોકો જમ્મુમાં વધુ ઓન-ગ્રાઉન્ડ વર્કર્સને એક્ટિવેટ કરવા માગે છે, જેથી આતંકવાદી પ્રવૃત્તિઓ વધારી શકાય. ADGP જૈને જમ્મુના નાગરિકોને આતંકવાદીઓ, તેમના સાથીઓ અને વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હલચલ વિશે તાત્કાલિક પોલીસને માહિતી આપવા અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… કાશ્મીરમાં 36 કલાકમાં 3 એન્કાઉન્ટરઃ શ્રીનગરમાં આતંકીઓ છુપાયેલા ઘરને ઉડાવી દેવામાં આવ્યું કાશ્મીરમાં 36 કલાકમાં શ્રીનગર, બાંદીપોરા અને અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે 3 એન્કાઉન્ટર થયા હતા. જેમાં 4 જવાન ઘાયલ થયા હતા અને 3 આતંકીઓ માર્યા ગયા હતા. શ્રીનગરના ખાનયારમાં એક ઘરમાં 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હતા. સેનાએ ઘર પર બોમ્બમારો કર્યો. જેમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો હતો. ઘટના સ્થળેથી આતંકીનો મૃતદેહ અને દારૂગોળો મળી આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments